Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 28
________________ ૪૮ ચમત્કાર ચમત્કાર ૪૭ !' ત્યારે મેં કહ્યું, ‘સારું ને ! હું હસ્યો. તે એ પગમાં ચોંટી પડ્યો, દર્શન કરવા. મેં ઉપરથી આમ કર્યું. ધન્ય છે, એવું કહેવા માટે પીઠ થાબડી. તો બાર વર્ષથી એમને કેડનો જબરજસ્ત દુખાવો હતો, તે બીજે દહાડે ‘સ્ટોપ” એટલે પછી એમણે શું કર્યું? આખા ગામમાં કહી વળ્યા કે, ‘દાદા ભગવાને મને બાર વર્ષથી દુખાવો નહોતો મટતો, આટલી આટલી દવાઓ કરી પણ એક જ ધબ્બો મારતાની સાથે દુઃખ ખલાસ થઈ ગયું.’ એટલે ગામના લોકોમાં ૧૦-૨૦ માણસો હતાં, જે દુઃખથી કંટાળેલાં, તે બધા મારે ત્યાં પધાર્યા ! મને કહે છે, “આપે આમને કંઈ એવું કર્યું, તો અમને કંઈ કરો.” પછી મેં એમને બધાને સમજણ પાડી કે મારે સંડાસ નથી ઊતરતું ત્યારે ફાકી લેવી પડે છે. કોઈક ફેરો બંધકોશ થયો હોય તો મારે ફાકી લેવી પડે છે એ તમે સમજી જાવને ! મારાથી કશું થાય એવું નથી, આ બધું ! એ તો ‘વા વાયાથી નળિયું ખસ્યું, ને તે દેખીને કૂતરું ભર્યું, કોઈ કહે મેં દીઠો ચોર, ને ત્યાં થયો શોર બકોર !' એનું નામ સંસાર, આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, આ ચમત્કાર નથી. તે મને તરત જડ્યું. એટલે મેં કહી દીધું કે ફાકી ફાકું છું ત્યારે મને સંડાસ થાય છે. મને થયું કે હવે કંઈક ખોળી કાઢો, નહીં તો આ તો રોજ વળગણ ઊભું થશે. અને વેપાર ક્યાં હતો અને કયો વેપાર શરુ થશે ! પ્રશ્નકર્તા : આ વાતમાં પછી આત્મા ભૂલાઈ જાયને ? દાદાશ્રી : હા, આત્મા ભૂલી જાય ને આ બીજા લોકો તો આપણા બધાને તો પેસવા જ ના દેને ! પેલાં લોકો જ બધાં આવીને બેસી ગયા હોય અને આ મિલમાલિકો મને અહીંથી ઉઠાવી જાય. આ પૈસાવાળા લોક ભાંગફોડ કરે, ચાહે સો કરે. મારી આજુબાજુના માણસોને ગમે તેમ કરીને પણ અહીંથી ઉઠાવે મને. એક જણ મને કહેતો હતો, ‘દાદા, તમને હરણ કરી જઈશું.” મેં કહ્યું, ‘હા, જગત છે આ તો !! - અમે જાદુગર નથી ! એટલે અત્યારે આપણે ત્યાં આવાં રોજના કેટલાંય ચમત્કાર થાય છે. પણ બધાને હું કહું છું કે દાદા ચમત્કાર કરતા નથી. દાદા જાદુગર નથી. આ તો અમારું યશનામ કર્મ છે. એટલે એટલો બધો યશ છે કે હાથ અડીએ ને તમારું કામ થઈ જાય. આપણે ત્યાં એક જ્ઞાન લીધેલો મહાત્મા છે. એની સાસુ ટાટા કેન્સરની હોસ્પિટલમાં હતી. તે એની સાસુને એ હોસ્પિટલવાળાએ રજા આપી કે હવે બે-ત્રણ દિવસમાં આ કેસ “ફેઈલ” થવાનો છે, માટે બે-ત્રણ દહાડામાં તમે ઘેર લઈ જાવ. એટલે એ માણસના મનમાં એમ થયું કે, ‘દાદા અહીંયા મુંબઈમાં જ છે, તો મારી સાસુને દર્શન કરાવી દેવડાવું. પછી અહીંથી તેડી જઉં.' એટલે મને આવીને ત્યાં કહેવા માંડ્યા કે, “મારા સાસુ છેને, એમને દર્શન જ અપાય તો બહુ સારી વાત છે.” કહ્યું, ‘ચાલો, હું આવું છું.' એટલે હું ત્યાં ટાટા હોસ્પિટલમાં ગયો. પેલાએ કહ્યું, ‘દાદા ભગવાન આવ્યા.’ એટલે તે બઈ તો બેઠી થઈ ગઈ. અને કોઈના મનમાં ય આશા નહીં, તે ચાર વર્ષ જીવી પછી. એ ડૉક્ટરોએ ય નોંધ કરી કે આ દાદા ભગવાન કોઈ આવ્યા ને નહીં જાણે શું યે કર્યું ! પણ મેં કશું ય કર્યું નથી. ખાલી પગે વિધિ કરાવેલી ! એવું વડોદરાની મોટી હોસ્પિટલવાળાએ ય નોંધ કરી છે કે ‘દાદા ભગવાન'થી આટલા કેસમાં ફેરફાર થઈ ગયાં છે ! પછી ત્રણ જણે તો અમને એવી ખબર આપી હતી કે પ્લેન હાલ્યું કે અમે “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલવા માંડ્યા. મહીં લોક હોહો થઈ ગયું. પણ અમે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” બોલ્યા કે પ્લેન રેગ્યુલર થઈ ગયું !! અહીં સંસાર મુક્ત, યુક્ત નહીં ! આવાં અમારે કેટલાંય બધા ચમત્કાર થાય છે, તો ય અમે એને ચમત્કાર નથી કહેતા. લોકો મને આવીને કહે છે, ‘દાદા, આ તમે ચમત્કાર કર્યો. મને આવો લાભ થઈ ગયો.” મેં કહ્યું, ‘હોય આ ચમત્કાર.” બાકી આપણે ત્યાં તો આવાં પાર વગરનાં ચમત્કાર થાય છે, કંઈ થોડા ઘણાં થાય છે ?! પણ એ શું છે ? આ તો મારું યશનામકર્મ છે. એટલે મારો હાથ અયો કે તમારું કલ્યાણ થઈ જાય ને તમે મને જશ આપ્યા કરો

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32