Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ ચમત્કાર ૪ ચમત્કાર જ તૈયારી છૂટી મૂકેલી છે. જેટલું તમારા ‘હાર્ટની પ્યૉરિટી’, જેટલું તમે બટન દબાવો, એટલું તૈયાર ! એટલે તમારે બટન દબાવવાની વાર છે. બાકી, જગત તો આને ચમત્કાર જ કહે. અમે એ જ કહેવા માગીએ છીએ કે આને જો ચમત્કાર ઠરાવીશું તો જગતને તો આવું જોઈએ જ છે. આપણી મારફત, આપણી સહી માગે છે કે ચમત્કાર થાય કે નહીં તે ! જગત આપણી સહી માંગે છે કે ચમત્કાર ખરી વાત છે કે ખોટી ?! ચમત્કાર ખોટી વાત છે. પ્રશ્નકર્તા : પણ આવું થાય છે, દાદા ! દાદાશ્રી : આવું બધું બહુ જગ્યાએ થાય છે. એટલે એમને સમજાવી દઉં છું કે ‘હા, આવ્યો હતો.... કારણ કે સૂક્ષ્મ શરીર ફર્યા કરે છે, એ હું જોઈ શકું છું. અમેરિકા હઉ જાય છે. હું અમેરિકા હતો ત્યારે અહીં આગળ અમદાવાદના સંઘપતિ રમેશભાઈ, એમને મળસ્કે આવીને વિધિ કરાવી ગયો હતો, એમનો ત્યાં કાગળ આવ્યો હતો કે ‘તમે આવીને વિધિ કરાવી ગયા, મારું તો કલ્યાણ થઈ ગયું !એવાં તો ઘણાં લોકોના આપણે ત્યાં કાગળો આવે છે. આવું તો વારેઘડીએ થયા કરે. પણ આપણે ચમત્કાર કહીએ તો આનાથી ઊંધો અર્થ વધારે ફેલાય. તો પેલા નબળા લોકો આનો વધારે લાભ ઉઠાવશે. એટલે આપણે જ ચમત્કારને ઉડાડી મૂકીને અહીંથી જ ! જેને બદલો જોઈતો હોય તે બોલે, કબૂલ કરે કે હા ભાઈ, ચમત્કાર છે મારો !). આપણે કંઈ બદલા જોઈતા નથી ! એટલે આ ઉડાડી મૂકો. આ ચમત્કાર નથી. આ તો અમારું યશતામ કર્મ !!! હવે એ ચમત્કાર કહેવાતો હોય તો એવા આપણે ત્યાં રોજ સોસો, બસ્સો-બસો ચમત્કાર થાય છે. આગળના સંતોએ દસ ચમત્કાર કર્યા હોય, તેના એ લોકો મોટું પુસ્તક રચીને મોટા દેખાવ કરે છે. એવું અહીં તો રોજ બસ્સો-બસ્સો ચમત્કાર થાય છે નર્યા ! કોઈ કહે છે, “ઘેર મારા ભાઈને તાવ બહુ રહે છે, આજ પંદરવીસ દહાડાથી ઉતરતો નથી.’ મારી એક માળા એને આપું છું ને, તે બીજે દહાડે કાગળ આવે છે કે તાવ બિલકુલ જતો રહ્યો છે. માળા પહેરતાંની સાથે જ જતો રહ્યો છે. એવા બધા ઘણાં ‘કેસો’ આવાં બને છે. આ તો અમારું યશનામ કર્યુ છે. અને પેલાં સંતોને ય જે ચમત્કાર કરે છે ને. તે ય યશનામ કર્મ હોય છે. પહેલાં તો આપણે અહીં ફૂલોના હાર પહેરાવતા હતા. ત્યારે પાંચપચ્ચીસ હાર હોય, તે કોઈ માણસ અહીંથી લઈને જાય અને પછી દવાખાનામાં જઈને ત્યાં દર્દીઓને પહેરાવતા હતા અને એને કહેશે, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલો. તે સવારમાં ડૉક્ટર કહે કે આ દર્દીઓને ફેરફાર કેમ કરીને થયો ?!' પ્રશ્નકર્તા : છતાં એ ચમત્કાર જેવું નથી, એવું આપ કહો છો ? દાદાશ્રી : હા, ચમત્કાર કર્યો એવું આપણે નથી કહેતા અને આ જે સાંભળ્યુંને, એનાં કરતાં ય ઘણાં મોટા થયેલા છે, જગત આફરીન થઈ જાય એવાં થયા છે, પણ તે જો ચમત્કાર કહેશો તો બીજાનાં ચમત્કાર ચાલુ રહેશે. એટલે હું એ ચમત્કાર તોડવા માટે આવ્યો છું. ખરી રીતે હકીકતમાં, વાસ્તવિકતામાં એ ચમત્કાર છે જ નહીં. આ અમારો ફોટો ય બહુ કામ કરે છે. એટલે લોકોને અને છેવટે ફોટા આપીએ છીએ. કારણ કે આટલું જો કામ નહીં કરે તો આ ‘વાસણો’ અજવાળી શકાય એવાં નથી. એટલા બધા વાસણો ખરડાઈ ગયા છે કે અજવાળી શકાય એવું નથી. એટલે આ કુદરત એની પાછળ કામ કરી રહી છે. બધું થઈ રહ્યું છે, ચમત્કાર નથી આ ! આવાં આવાં તો રોજ કેટલાંય કાગળો આવે છે કે ‘દાદા, તે દહાડે તમે કહ્યું હતું કે જા, તને નોકરી મળી જશે, તે મને નોકરી મળી ગઈ !' આ બધું કુદરત કરે છે ! તે મને બધા બહુ જણા કહેવા આવે છે કે “દાદા, તમે જ આ બધું કર્યું. આ ચમત્કાર તમે જ કર્યા.’ ત્યારે મેં કહ્યું, ‘ભાઈ, હું તો ચમત્કારી નથી. હું કંઈ જાદુગર નથી અને આવું કંઈ હું કરી શકું એમ છું નહીં.' ત્યારે કહે છે, “આ કર્યું કોણે ?” આ તો એવું છેને, દાદા યશનામ કર્મ પોતાનું લઈને આવ્યા છે, એટલે દાદાનો યશ બોલાય છે અને એ યશનામ કર્મ તમારું સારું કરે. તમારું નિમિત્ત હોય એમાં, એમાં મારું શું ? હું કર્તા cોય ને એમાં ? એટલે હું ક્યાં આવો માલ ખાઈ જાઉં ?! આ લોકો

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32