________________
ચમત્કાર
૫૧
ચમત્કાર
શરીરની વાત છે ?
દાદાશ્રી : નહીં, એને આ સ્થૂળ શરીર દેખાય છે. આ તો મારા ય માન્યામાં નથી આવતી. એ વાતો એવી એવી આવે છે, મારા નામથી કોઈ દેવ ફરે છે કે શું ફરે છે, એ ખબર જ પડતી નથી. કારણ કે દેવનો વૈક્રિય સ્વભાવ, જેવો દેહ ધારણ કરવો હોય તે થાય. દાદાના જેવો દેહ ધારણ કરે, વાતચીત એવી કરે, બધું જ કરે. છતાં ય એમાં મેં કશું કરેલું હોતું નથી.
એટલે ધોળે દહાડે આ વાતચીતો કરે. હવે હું જાણતો હોઉં કે હું ત્યાં આગળ નથી ગયો. પણ ‘દાદા ભગવાન” ત્યાં જાય છે એ વાત ચોક્કસ !!
પ્રશ્નકર્તા : અને ‘જ્ઞાની પુરુષ' જાણતાં નથી, એ ચોક્કસ ?
દાદાશ્રી : હું જાણતો નથી, એ ય ચોક્કસ અને ‘એ’ ફરે છે તે ય ચોક્કસ, એ ય હું જાણું છું.
અને ત્યાં અમેરિકાવાળા કહે છેને, “આજે મને ત્રણ વખત વિધિ કરાવી ગયા.’ એવું કહે છે ય ખરાં એ મને અને એનો ફોને ય આવે છે કે આજે રાત્રે ‘દાદા ભગવાન” આવીને ત્રણ વખત એને વિધિ કરાવી ગયા ! એટલે આ તો મોટી અજાયબી છે ! છતાં આમાં નામે ય ચમત્કાર નથી.
પ્રશ્નકર્તા : પણ અમને આશ્ચર્ય તો થાય જ ને ?
દાદાશ્રી : એ આશ્ચર્ય લાગે, પણ હું એમાં એ ચમત્કાર તરીકે સ્વીકારતો નથી.
એટલે કંઈક છે આની પાછળ, સમજાય નહીં એવું રહસ્ય છે. બુદ્ધિગમ્ય રહસ્ય નથી, પણ સમજાય નહીં એવું રહસ્ય છે આ. પણ આને ચમત્કાર હું ના કહેવા દઉં. ચમત્કાર કહે તો હું જાદુગર ઠર્યો. અને હું કંઈ જાદુગર ઓછો છું ? હું તો ‘જ્ઞાની પુરુષ' છું. અને સંડાસ જવાની શક્તિ પણ મારામાં નથી. એ ‘દાદા ભગવાન' કંઈક રહસ્ય છે, એ વાત ચોક્કસ.
એક બેન પોસ્ટ ઓફિસ પોતે રાખે છે. તે સવારે એની પોસ્ટ ઓફિસમાં ગઈ ત્યારે બે લૂંટારુંઓ મહીં પેસેલા. બેન ગઈ એટલે એ બેનને અને એની છોડી, વીસ વર્ષની એ બન્નેને બાંધી દીધા અને કહે છે, હવે કૂંચી આપ. ત્યારે આ બેન શું કહેતી હતી ?
પ્રશ્નકર્તા : એણે બધું આપી દીધું અને પછી એકદમ બેસી ગઈ. ‘હવે તો શું બનવાનું છે એ મને ખબર નથી. હવે ‘દાદા ભગવાન' જે કરે એ ખરું.’ એમ કરીને બેસી. પેલી બાજુ વીસ વર્ષની જુવાન છોકરી પણ કહે, ‘મને કોઈ જાતનો ભય નહીં, કશું જ નહીં અને દાદા મને હાજર થયા. મને દાદાનો સાક્ષાત્કાર થયો.’
દાદાશ્રી : અહીં આવીને મને કહે છે, આખી દુનિયામાં કોઈને સાક્ષાત્કાર થવાનો હશે તો થશે પણ મને તો ત્યાં સાક્ષાત્કાર થયો, જાતે રૂબરૂ જોયા અને તે કહેવા અહીં આવી હતી.
પ્રશ્નકર્તા : પછી એ કહે છે, દાદાની બે આંખોમાંથી લાઈટ મારી આંખમાં આવે, દાદાની આંખમાં નર્યું લાઈટ મારે ! તે કેટલો ટાઈમ થયો એ મને ખબર નથી પણ આખું જગત વિસ્મૃત. છતાંય હું ક્યાં છું, શું છું, એ બધું મને ખબર. હું બેભાન નહોતી અને થોડીવાર પછી પેલા આવીને કહે છે, આ ચાવી લાગતી નથી. બીજી ચાવી લાવ, કાઢ. એટલે પેલી બંને આંખ ખોલી. તો કહે, ‘જે લાઈટ દાદાના આંખમાંથી મારી આંખમાં આવતું હતું, એ જ લાઈટ મેં એની આંખમાં જતા જોયું. પેલા લોકો ગભરાઈ ગયા. એ લોકોએ બુકાની બાંધેલી, ખાલી બે આંખો જ દેખાય અને કહે છે, ખબર નહીં, એકદમ એમનામાં ‘ચેન્જ' થઈ ગયો. પેલી બેને કહ્યું, ‘જો ભઈ, આ તો ટાઈમ લોક છે. મારી પાસે બીજું કશું જ નહીં. હું તો કશું જાણતી નથી. આ જે છે તે આ જ છે.’ હું જે કહેતી ગઈ, એ બધું ‘એક્સેપ્ટ’ કરતા ગયા. તે વખતે પોસ્ટ ઓફિસમાં દસ લાખ પાઉન્ડ પડ્યા હતા. દસ લાખ પાઉન્ડની મત્તા ચોખ્ખી, પોસ્ટમાં તો બધા લોકો મૂકેને ! અને આઠ-દસ હજાર પાઉન્ડ તો ‘ડોઅર’ ખોલેને તો બહાર જ પડ્યા હતા. પણ પેલી બેન કહે છે, “મેં કહ્યું કે કશું જ નથી.’ એટલે બીજા ‘ડ્રોઅર'માં ફક્ત સવાસો પાઉન્ડ હતા, તે લઈને જતા રહ્યા. તે સમાચાર આઠ-દસ દિવસ સુધી લંડનના પેપરોમાં હેડલાઈન્સમાં આવેલા.