Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ ચમત્કાર પ૬, ચમત્કાર કોઝિઝ એન્ડ એન એક્સિડન્ટ હેઝ ટુ એની કોઝિઝ !' એટલે અચાનક તો કશું બનતું જ નથી ને ! બની ગયું એ બધું પહેલાંનું રીહર્સલ’ થયેલું છે. પહેલું ‘રીહર્સલ” થઈ ગયેલું છે, તે જ આ વસ્તુ છે. જેમ નાટકમાં ‘રીહર્સલ’ પહેલું કરી ને પછી નાટક ભજવવા મોકલે છે. એવી રીતે આ જગત આખાનું, જીવમાત્રનું ‘રીહર્સલ” પહેલું થઈ ગયેલું છે ને ત્યાર પછી આ બને છે. એટલે હું કહું છું કે ભડક રાખવા જેવું નથી. કારણ કે જે બનવાનું છે. એમાં ફેરફાર થઈ શકે નહીં. નાટક ગોઠવાઈ ગયેલું છે આ ! પ્રશ્નકર્તા તો એ નાટકનો ‘ડાયરેક્ટર’ કોણ ? દાદાશ્રી : આ ‘ઓટોમેટિકલી’ જ થઈ જાય છે. આ સૂર્ય એકનો એક જ દેખાય છે પણ સૂર્ય તો બદલાયા જ કરે છે. એનું આયુષ્ય પૂરું થયું કે ચ્યવી જાય ને બીજા મહીં આવી જાય. એટલે એ મહીંથી બદલાઈ જવાના અને આ બિંબ એનું એ જ રહેવાનું. એવું ‘રેગ્યુલર’ ગોઠવાયેલું છે આ જગત. બિલકુલ ‘રેગ્યુલર' ગોઠવાયેલું છે. કોઈને કશું કરવું પડે એવું નથી. જો ભગવાન કર્તા થયા હોત તો એ બંધનમાં આવત. આ દુનિયામાં બે ચીજ નથી, એ બે ચીજ ગાડરિયા પ્રવાહ માટે છે. જેને લોક કહે છેને કે “એક્સિડન્ટ થયો તો એવી વસ્તુ જ નથી, એ ગાડરિયા પ્રવાહ માટે છે. વિચારવંતને ‘એક્સિડન્ટ’ હોય જ નહીં ને ! અને એક ચમત્કાર એ ય ગાડરિયા પ્રવાહ માને, વિચારવંત ના માને. | ‘એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિઝ, એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિઝ !' એવી રીતે આ ચમત્કારમાં કે ‘સો મેની કોઝિઝ'વાળું છે. કારણ કે ‘કોઝિઝ’ વગર કોઈ કાર્ય થાય નહીં, તો ચમત્કાર ‘કોઝિઝ” સિવાય થયું શી રીતે ? એ કહે ? એનું ‘બેઝમેન્ટ’ જોઈએ ! એટલે આ ચમત્કાર છે, તે જો આમ જ હોય તો એનું ‘કોઝ’ શું? એ કહો. ‘કોઝ' વગર વસ્તુ હોય નહીં અને જે થઈ રહ્યું છે, ચમત્કાર થઈ રહ્યા છે, એ તો પરિણામ છે. તો એનું ‘કોઝ” કહે, તું ?! એટલે આ તો માબાપ વગરનો છોકરો ઠરશે ! એટલે લોક બધું બુદ્ધિશાળી સમજી જશે કે આ માબાપ વગરનો છોકરો હોય નહીં, તે આણે માબાપ વગરનો છોકરો ઊભો કર્યો છે ! પ્રશ્નકર્તા: એ તો ‘કોઝ' જેનું જાણવામાં ના આવે, એને ચમત્કાર કહે છે. દાદાશ્રી : હા, એને ચમત્કાર કહે છે, બસ ! પણ પાછાં આ લોકો હસાવે છે અને આ બીજા બધા લોકો બિચારા લાલચુ છે, તે ફસાય છે ! સંજોગો જયાં, ચમત્કાર ક્યાં ?! એટલે ચમત્કાર કોને કહેવાય ? તો તમારે સાયન્ટિફિક રીતે ‘પૂફ' આપવું હોય કોઈ માણસને તો કોઈ પણ વસ્તુની, કોઈ પણ સંયોગની જરૂર ના પડે, તેને ચમત્કાર કહેવાય અને આ જગતમાં સંયોગ સિવાય કોઈ વસ્તુ બનતી નથી. કારણ કે ‘ડિસ્ચાર્જ બધું સંયોગોનું મિલન છે. એટલે કે “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. કોઈ કહેશે કે, 2H અને 0 આપો તો હું તમને પાણી બનાવી આપું.” ત્યારે એ તો પાણી થવાનો એનો સ્વભાવ જ છે. એમાં તું શાનો ‘મેકર' ? હું તને એક H અને એક O આપું અને તું પાણી બનાવી આપ તો હું તને કહું. ત્યારે એ કહે, ‘એ ના બને !' ત્યારે મેં કહ્યું, ‘તું શું કરવાનો હતો ?! અમથો વગર કામનો !' એટલે સંયોગોનું મિલન છે આ ! ‘હવે એ સંયોગો ના હોય અને તું કરે, તેમાં મને દેખાડ' કહીએ. એટલે ચમત્કાર એને કહેવાય કે સંયોગોનું મિલન ન થવું જોઈએ. પાછું ચમત્કારવાળો કહે, ‘અત્યારના ટાઈમે નહીં થાય !" “કેમ તું ટાઈમની રાહ જોઉં છું ? માટે ચમત્કાર નથી.’ પણ આવું પૂછતાં આવડે નહીંને લોકોને ! હું તો એનો ખુલાસો પૂછુંને, તે એનાં સાંધા જ તોડી નાખું. કારણ કે મને પૂછતાં આવડે ! પણ આપણે ક્યાં એમની પાછળ પડીએ ?! આનો પાર નથી આવે એવો ! અનંત અવતારથી આના આ જ તોફાનમાં પડેલાં છે. ભગવાનનાં વખતમાં ય ચોર્યાસી લાખ વિદ્યાઓ હતી, તે ભગવાન બધી વિદ્યાઓનો નાશ કરી ગયા છે. છતાં થોડીઘણી ‘લીકેજ' રહી ગઈ છે !! આ તો એવું છે ને, સાચું વિજ્ઞાન બધું ખોવાઈ ગયેલું છે, તે કુદરત એની મેળે કાઢશે ! આપણે ભાવ કરોને કે આ ચમત્કારની વિદ્યાઓ બધી જાવ અહીંથી !!

Loading...

Page Navigation
1 ... 30 31 32