________________
ચમત્કાર
૫૩
પ૪
ચમત્કાર
દાદાશ્રી : એ ચમત્કાર નથી. પ્રશ્નકર્તા : એ તો વચનબળ કહેવાય ?
દાદાશ્રી : નહીં, એ સિદ્ધિ છે. એને ચમત્કાર ના ગણાય. ચમત્કાર તો બીજો ન કરી શકે અને આ મારા જેવો બીજો કોઈ અક્રમ વિજ્ઞાની હોય તો કરી શકે. જેટલી સિદ્ધતા પ્રાપ્ત કરી છે એટલું કરી શકે.
દાદાશ્રી : તે બધા પેપરવાળાએ આ છાપ છાપ કર્યું !
‘દાદા ભગવાન' તો રહે તિર્લેપ ! આ ‘દાદા ભગવાનનું નામ લે છેને, એમનાં દરેક કાર્યો સફળ થયેલાં છે. આમાં જશનો હું ભાગીદાર છું. આ મારું યશનામકર્મ છે. આવું યશનામકર્મ કોઈકને જ હોય. બાકી સંસારી યશનામકર્મ હોય, તે આ ફલાણું લગ્ન કરવું હતું, તે થઈ ગયું. એટલે એ એક જાતનું યશનામકર્મ છે. એવું મને આ બાબતનું યશનામકર્મ છે. એટલે ‘દાદા ભગવાન” “મને' આ મારું યશનામકર્મ પૂરું કરાવડાવે છે. તે એક, બે નહીં, આથી તો મોટી મોટી બાબતો લાવેલા. ઘણાં દાખલા જોયા. તેને આ લોકો શું કહે છે, ‘તમે ચમત્કાર કરો છો ?” મેં કહ્યું. “ના, ચમત્કાર માણસ કરી શકે જ નહીં. માણસને બુદ્ધિથી એમ લાગે કે આ ચમત્કાર કરે છે. પણ શાસ્ત્ર જો સમજતો હોય તો યશનામ એ એક નામકર્મ છે.
એટલે આ ‘દાદા ભગવાન'નું કામ છે ને યશફળ મને મળ્યા કરે છે. ‘એમને' યશ જોઈતો નથી ને યશનામ કર્મ તો ‘મા’ને !
પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાનને તો શેનો યશ હોય, એ તો નિર્લેપ છે ને ?!
આ અહીં જે થાય છેને, આવાં ચમત્કાર જ ના હોયને, એક માણસને મોક્ષ આપવો એ કંઈ જેવી તેવી વાત છે ?! અરે, ચિંતારહિત એક માણસને બનાવવો એ પણ કંઈ જેવી તેવી વાત છે ?! આ બધે તો ઘડીવાર સત્સંગ કરીને ગયો હોય, ને પાછો બહાર જાય તો ચિંતા ને ચિંતા. હતો તેવો ને તેવો જ ! અને અહીં તો કાયમ ચિંતામુક્ત જ થઈ જાય છેને ! છતાં એ ચમત્કાર નથી, “સાયન્સ” છે !
અમારા ભત્રીજાના દિકરા શું કહેતા હતા કે દાદાને દેખતાં જ આત્મા ઠરી જાય છે. તમને દેખતાં જ દાદા, મારો આત્મા ઠર્યા વગર કોઈ ક્ષણ રહેતો નથી. તો આ એક ખાલી મોતી દેખીને આંખ ઠરે છે, તેટલાં માટે તો મોતીની કિંમત આંકી છે, તો ‘દાદા તમને દેખતાં જ મારો આત્મા ઠરે છે” આવી જેને સમજણ હોયને, તે આ બીજા ચમત્કાર ખોળતા હશે
દાદાશ્રી : “એમને' હોય જ નહીં. ‘એમને' એ આઠેય કર્મ હોય નહીં. આઠ કર્મ બધાં મારા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, વેદનીય, આયુષ્ય એ આઠેય કર્મો “મારા.”
પ્રશ્નકર્તા : તે “મારા” એટલે કોના ? દાદાશ્રી : આ ‘જ્ઞાની પુરુષ'નાં જ ને !
અક્રમ વિજ્ઞાન એ સિદ્ધિનું ફળ ! પ્રશ્નકર્તા : ઘણી વખત મને એમ થયા કરે કે ‘દાદા’ આ જ્ઞાન આપે છે ત્યારે એક જ કલાકમાં પોતાના સ્વ-પદમાં મૂકી દે છે, એને શું કહેવું ?
એટલે આ ભાઈ કહે છે કે આ ‘દાદા’, મોટા મોટા ચમત્કાર કરે છે. એ જો જોતાં આવડે તો બહુ મોટો ચમત્કાર છે. ‘વર્લ્ડ’માં ના બન્યું હોય એવાં ‘દાદા'નાં ચમત્કારો છે પણ જોતાં આવડવું જોઈએ.
ઇન્સિડન્ટ એન્ડ એક્સિડન્ટ ! પ્રશ્નકર્તા : સાધારણ માનવીને પણ ઘણીવાર જીવનમાં ચમત્કારિક અનુભવો થાય છે, તે શું હશે ?
દાદાશ્રી : જગતમાં લોકો જેને ચમત્કાર કહે છે અગર તો આ દુનિયામાં ચમત્કાર એટલે ‘અચાનક બની ગયું” કહેશે એટલે “એક્સિડન્ટ’ કહે છે અગર તો ચમત્કાર કહે છે. પણ ‘એન ઇન્સિડન્ટ હેઝ સો મેની