Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ ચમત્કાર ૪૯ કે આ બધું દાદાએ કર્યું. પણ તેમાં મારું શું ? આ તો યશનામકર્મે કર્યું છે ! કોણે કર્યું ? પ્રશ્નકર્તા : છતાં દાદાએ કર્યું કહેવાય ને ? દાદાશ્રી : ના, દાદાએ નહીં, યશનામકર્મ જે છેને, એ કર્મ હોય છે. કર્મ જુદાં ને આપણે જુદાં. તે કર્મ આપણને ફળ આપે. તે આ યશનામકર્મ બહુ ભારે હોય એટલે અમને જે ને તે જશ જ આપ્યા કરે. આટલી તમને ખાતરી છે કે જૈન શાસ્ત્રકારોએ નામકર્મમાં યશનામકર્મ ને અપયશનામકર્મ લખ્યું છે ? કેટલાંક માણસો એવા હોય કે કામ કરે તો ય અપજશ મળે એવું તમારા સાંભળવામાં આવ્યું છે ? એ શું કારણથી ? અપયશનામકર્મ હોય છે, તેને અપયશનું ફળ મળ્યા કરે. તો એ સારું કામ કરે તો ય અપયશનું ફળ મળ્યા કરે. એટલે અપયશ બાંધેલો છે એણે અને હું નથી કરતો તો ય આ યશ મળે છે, તેનું શું કારણ ? યશનામકર્મને લઈને છે. હું ઘણાને કહું છું કે, આ જ્ઞાન થતાં પહેલાં કહેતો હતો, સંસારિક બાબતોમાં યશ મળ્યા કરે. હું કહું કે, “ભઈ, આમાં હું પડ્યો નથી, મેં કંઈ કર્યું નથી, હું જાણતો ય નથી અને આ બીજા કોઈએ કર્યું હોય, માટે આ યશ બીજાને આપી આવો.' કારણ કે હું જાણું કે તમારો જશ હોય તે મને આપી જાય, તો તમને લુખ્ખા રાખેને ?! કર્યું હોય તમે અને જશ મને આપી જાય. તમારા મનમાં કેવી આશા હોય ? કે આ માણસ મને જશે ય આપતો નથી. એટલે હું શું કહું પેલાને ‘કે આ બીજા કોઈએ કરેલું છે, માટે ત્યાં જઈને આપી આવો.’ તોય કહેશે, ‘ના, ના, તમારા વગર તો હોય જ નહીં. તમે તો જ્યારે હોય ત્યારે આવું જ બોલો છો ને !' એટલે મને ને મને પધરાવી જાય પાછું. ગમ્મે તેમ એ પોટલું નાખીને જતો રહે, હવે એનું શું થાય ? હવે હું શું કરું ? આનો તો ઉપાય ખોળવો પડે ને ? પછી હું સમજી ગયો કે આ યશનામ કર્મ છે. પ્રશ્નકર્તા : પછી એ પોટલાનું તમે શું કરો ? દાદાશ્રી : કશું નહીં. અમે આમ વિધિ કરીને એને પાછું ફેંકી દઈએ. ૫૦ ચમત્કાર કારણ કે એ અમે રાખીએ નહીં અને અમે કર્યું હોય તો ય અમે ના રાખીએ ને ! કારણ કે અમે કર્તા જ નહીં, નિમિત્ત છીએ ખાલી. શું છીએ ? નિમિત્ત. આ હાથ અડયો માટે કંઈ, ‘હું’ હાથે ય નથી ને પગે ય નથી, આ તારા કર્મનો ઉદય આવ્યો છે ને મારો હાથ અડયો. તારું મટવાનું ને મારો હાથ અડયો. કારણ કે જશ મને મળવાનો એટલો જ કે દાદાએ મટાડયું આ. એ બધો જશ મળે ! ત્યારે મને કહે છે કે, ‘તમે કરો છો તે ?’ મેં કહ્યું કે, આ બધું યશનામ કર્મ જ છે. એ મેં ખુલ્લું કર્યું આ. જે અત્યાર સુધી લોકો ખુલ્લું નહોતા કરતાં ‘આ મારું યશનામ કર્મ છે’, લોક એવું નથી કહેતા. તે ઘડીએ લોકોને ઠીક મઝા આવે છે, મહીં જરા ટેસ્ટ પડે છે. ‘તમે મારું મટાડયું' સાંભળે, તે ઘડીએ એમને ટેસ્ટ પડે છે, એટલે એ ટેસ્ટ છોડતાં નથી. ત્યારે આ ટેસ્ટ ના છોડે તો પેલો મોક્ષ રહી જાય ! અહીં રસ્તામાં જ મુકામ કર્યો એટલે પેલો ધ્યેય રહી જાય ને !! આ તો મારો હાથ અડયો કે એને કામ થઈ જ જાય. એટલે પેલો એમ જાણે કે દાદાએ કર્યું આ. દાદા એવા કંઈ નવરા નથી, આવું બધું કરવા સારું. દાદા તો એ પોતે જે સુખ ચાખી રહ્યા છે એ સુખ તમને આપવા આવ્યા છે અને સંસારથી મુક્તિ આપવા આવ્યા છે. પોતે મુક્ત થઈને બેઠેલા છે. સંપૂર્ણ પ્રકારે મુક્ત થઈને બેઠેલા છે એ આપે, બીજું કશું આપે-કરે નહીં ! આ રહસ્ય રહ્યું વણઉકલ્યું ! અને આપણે ત્યાં તો એવું યે બને છેને કે તમારા જેવા ભણેલા માણસ, બધી રીતે વિચારશીલ તે ય આવીને મને કહે છે, ‘કાલ બપોરે સાડા ત્રણ વાગે તમે મારે ત્યાં આવ્યા હતા. અને પછી સાડા ચાર સુધી મારે ત્યાં બેઠા. જે વાતચીત કરી છે, એ મેં બધી નોંધી લીધેલ છે. પછી તમે નીકળ્યા પાછાં તે વાત ખરી છે ?” મેં કહ્યું, ‘ખરી છે !’ તે પછી મારે હા પાડવી પડે છે અને હું તો ગયો જ ના હોઉં, ધોળે દહાડે. પછી હું પૂછું, ‘શું બોલ્યા હતા એ મને કહે.' તે પછી કહેશે, ‘આ બોલેલા.’ તે મારા શબ્દો જ દેખાડે. પ્રશ્નકર્તા : પણ એ સૂક્ષ્મ શરીરની વાત છેને, ક્યાં આ સ્થૂળ


Page Navigation
1 ... 27 28 29 30 31 32