Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ ચમત્કાર ૪૫ તો વગર કામનાં જશ આપતાં આવે છે અને પેલાં જશ ખાનારાં બધાં જશ ખાયા કરે છે. લોક તો જશનાં ભૂખ્યા હોય, તે ખાયા કરે. આ સંતપુરુષો ય ખઈ જાય છે પણ તે એમને પચતું નથી બિચારાને, ઊલટાં વધારે ભટકે છે ! સહુ સહુનાં જે યશનામ કર્મ હોયને, એટલે જશ એમને મળે. જે કંઈકે ય સંત થયો હોય, એને થોડું યશનામ કર્મ હોય અને અમારે યશનામ કર્મ મોટું ! મને તો સંસારી દશામાં ય જશ હતો. અમથો હાથ અડાડું ને તો ય પેલાને રૂપિયા રૂપિયા થઈ જાય. પણ મારે ઘેર રૂપિયો ના આવે ફક્ત ! અને મારે એ રૂપિયાની જરૂરિયાતે ય નથી. જરૂરિયાત હતી ત્યારે આવ્યા નહીં. હવે જરૂરિયાત નથી ત્યારે આવવા તૈયાર છે. ત્યારે મેં કહ્યું, ‘જાવ, હીરાબાને ત્યાં, અમારે હવે શી જરૂર ?!' ને એટલે આ મેં કર્યું નથી. આ તો અમારું યશનામ કર્મ જે છે, તે આ નામકર્મ જ બધું તમને ફળ આપે છે અને એને લોકો ચમત્કાર માને, એવું શીખવાડયું ! ચમત્કાર એ બની શકે નહીં. હું એક બાજુ એવું યે કહું છું કે વર્લ્ડમાં કોઈને સંડાસ જવાની શક્તિ નથી, તો ચમત્કાર શી રીતે કરે ?! ઘણાં માણસો પછી આવીને કહે છે, ‘દાદાજી, હું આમ ફસાયો છું. તે મારો કંઈક ઉકેલ લાવી આપોને.’ તે હું વિધિ કરું પછી એ છૂટી ગયેલા હું હોય છે. માટે કંઈ એ મેં કર્યું ? ના. હું નિમિત્ત હતો આમાં. આ યશનામકર્મ હતું મારું ! એક માણસે કરોડ રૂપિયાનો મારી જોડે સોદો કર્યો. કહે છે, ‘મારી કરોડ રૂપિયાની મિલકત બધી ફસાઈ ગઈ છે ને મારી પાસે આજ ‘મેઈન્ટેનન્સ’ કરવાના પૈસા નથી.’ એટલે બધા કહે છે, આને કંઈ વિધિ કરી આપોને, બિચારાને કંઈ મિલકત વેચાય. એને મિલકત ત્રણ-ત્રણ વર્ષથી વેચવી હતી, તે વેચાતી ન હતી. તે વિધિ કરી આપી, પછી મહિનાની અંદર સીત્તેર લાખની વેચાઈ. મેં કહ્યું, ‘પેલી ફેકટરીમાં સત્યનારાયણની કથા કરાવડાવો અને પેલી ફેકટરીમાં જૈનોની પૂજા ભણાવો.' એ પછી મને કહે છે, ‘દાદાજી, ત્રીસ લાખની બાકી છે, કંઈ કરોને !' ૪૬ ચમત્કાર હું સમજી ગયો કે આ માણસની જોડે સોદો ભૂલથી થયો છે. આ માણસ ભગવાનનો ઉપકાર માને તો બહુ થઈ ગયું. મારે કંઈ તારી પાસે લેવું નથી. તું ભગવાનનો ઉપકાર માને કે ઓહો, ભગવાનના પ્રતાપે હું છૂટ્યો, એટલું કરે તો ય સારું. અને જો હું કરતો હોઉં તો દલાલી રાખું નહીં ? તે એમ ના કહ્યું કે આટલા ટકા મૂકી જવા, જો સફળ થાય તો ? એટલે અમે બંધ કરી દીધો એ વેપાર. કામ કરવાનું ને ના કરવાનું બંને બંધ કરી દીધાંને ! પ્રશ્નકર્તા : આત્માની વાત તો ચાલુ જ છે ને ! દાદાશ્રી : એ આત્માની વાત તો આમાં કશું લેવાય નહીં. આનો બદલો જ ના હોય અને આનો બદલો આપવાનો હોય તો આ વાત ફળે જ નહીં. પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં લેવાની વાત જ નથી. આપવાની જ વાત છેને એમાં તો ? દાદાશ્રી : હા. બસ. કારણ કે એ તો બદલામાં શું તમે આપો ? પુદ્ગલ આપશો. બીજું શું આપશો ? અને આની કિંમત જો પુદ્ગલ હોય તો પછી આત્મા જ નથી એ. અમૂલ્ય ચીજની ‘વેલ્યુ' ના હોય !! મારે જ ફાકી ફાકવી પડે ત્યાં !!! અહીં એક ભાઈ આવે છે. એમનાં ફાધર ૭૮ વર્ષના હતા. તે અમારા ગામનાં હતા. હું ત્યાં આગળ એમને દર્શન આપવા જતો હતો, એમને ઘેર. એમણે ફાધરને કહ્યું કે, ‘આજ દાદા દર્શન આપવા આવવાના છે.’ ૭૮ વર્ષના માણસને શી રીતે અહીં લવાય ? પણ એમણે શું કર્યું ઘરમાંથી બહાર નીકળી અને રોડ ઉપર બેઠા. પછી હું ત્યાં ગયો ત્યારે મેં પૂછ્યું કે, ‘આવું આ રોડ ઉપર બેસો, સારું દેખાય આ બધું ? શું ફાયદો આમાં ? એ કહો. ત્યારે એ કહે, અહીં નીચે બે મિનિટ વહેલાં દર્શન થાયને ! ઘરમાં તો તમે આવો ત્યાર પછી દર્શન થાયને ! પણ મેં કહ્યું, નીચે ધૂળ.......? ત્યારે કહે, ‘ભલે ધૂળ, અનંત અવતાર ધૂળમાં જ ગયાં છેને અમારાં ! હવે આ એક અવતાર તમે મળ્યા છો તો નિવેડો લાવવા દોને

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32