________________
ચમત્કાર
૩૯
ચમત્કાર
પ્રશ્નકર્તા : અત્યાર સુધી એવા મૂરખ બનતાં જ આવ્યા છીએ.
દાદાશ્રી : પણ તે આવું જીવન ક્યાં સુધી જીવવું ? શા માટે લાલચ હોવી જોઈએ ? માણસને લાલચ શેને માટે હોવી જોઈએ ? અને એ વળી કોણ આપનારો ? એને સંડાસ જવાની શક્તિ જ નથી, તો એ શું આપવાનો છે ?!
છેતરાયા વિચાસ્કો પણ.. અને મેં ચમત્કાર કર્યો એવું કોણ બોલે ? કે જેને કંઈક લાભ ઉઠાવવો છે, તે બોલે. અને કોની પાસે લાભ ઉઠાવવો છે ? જે લોકો એની પાસે કંઈક માંગે છે, ત્યાં લાભ ઉઠાવો છો ? જે લોકો પોતાનું દુઃખ દૂર કરવા માટે સુખ માગવા આવ્યા છે, તેની પાસેથી લાભ ઉઠાવો છો ?! જે સુખના ભિખારા છે, એમની પાસેથી તમે સુખ લો છો ? કઈ જાતના છો તમે ? એમની પાસેથી એક પઈ પણ કેમ લેવાય ? આ તો એ તમારી પાસે ભિખારી છે ને તમે એમની પાસે ભિખારી છો ! તમારું પણ ભિખારીપણું છુટતું નથી !! પછી શી રીતે જ્ઞાન મહીં પ્રગટ થાય ? જ્ઞાન પ્રગટ ના જ થાય ને ! જ્ઞાન તો, કોઈનું કિંચિત્માત્ર સુખ પડાવી લેવાની જેને ઇચ્છા નથી, ત્યાં જ્ઞાન પ્રગટ થાય. કોઈ પણ જાતની ભીખ નથી, માન-નાનની ભીખ નથી, અપમાન કરે તો ય વાંધો નથી, માન કરે તો ય વાંધો નથી, વિષયો સંબંધી ભીખ નથી, ત્યાં જ્ઞાન પ્રગટ થાય. ત્યારે આ લોકો કહે છે, “અમે જ્ઞાન લઈને ફરીએ છીએ.’ પણ ચોગરદમ તો ભીખમાં છે તું, શી રીતે જ્ઞાન હોય ત્યાં ?! અને એ તો આ ગાડરિયા પ્રવાહમાં ચાલશે. અહીં આગળ બુદ્ધિશાળીની પાસે ના જોઈએ !
પણ આપણે અહીં બુદ્ધિશાળીઓ કેવા છે ? કાચા છે, તમારા જેવા નથી. ‘હશે, આપણે શું ?” – આવું કરે એટલે પેલા લોકોને તો બુદ્ધિશાળીઓનું રક્ષણ મળી ગયું. પણ બુદ્ધિશાળીઓ એમનાં રક્ષણ તોડી નાખે તો હમણે સીધા થઈ જાય. પણ આપણા હિન્દુસ્તાનના લોકો, ‘આપણે શું ?” એવું જ કરે ! મને તો ‘આપણે શું ?” એ ના પોષાય. ચોખ્ખું કહી દો, ભલે બે અવતાર વધારે થાય ! પણ તે આપણા બુદ્ધિશાળીઓ ય ચમત્કારમાં માનતા થઈ ગયા છે. અરેરે, કેમ આવાં લોકો થઈ ગયાં !! સારા
વિચારવંત માણસોમાં એટલું ઘૂસી ગયું છે કે આ ચમત્કાર જેવી કોઈ વસ્તુ છે. આ જે ગાડરિયો પ્રવાહ એને માને, એનો આપણને વાંધો નથી પણ વિચારવંત માણસો માને એટલે જાણવું કે આપણા હિન્દુસ્તાનની જે બુદ્ધિશક્તિ છે, એ ‘ફ્રેકચર’ થવા માંડી છે.
પ્રશ્નકર્તા : એટલે લોકોની ભાષામાં એ ચમત્કાર કહેવાય.
દાદાશ્રી : એ ગાડરિયા પ્રવાહમાં, બુદ્ધિશાળીઓની ભાષામાં નહીં. અને બુદ્ધિશાળીઓ મારી પાસે આવતા હતા, તે કહેતા હતા કે, “આ ચમત્કાર !' ત્યારે મેં કહ્યું, ‘તમારા જેવા બુદ્ધિશાળીઓ આવું માને છે ?” ત્યારે એ કહે, “અમને તો બહુ એવું થાય છે, પણ અમને મગજમાં ટકોરા વાગ વાગ થાય એટલે પછી તે રૂપ થઈ જાય.' પછી મેં બધી રીતે સમજાવ્યા એટલે એમને “એક્સેપ્ટ' થઈ ગયું, સમજાઈ ગયું. પછી કહે છે, ‘હવે નહીં માનીએ.’ અને સમજી ગયા કે ચમત્કાર ના હોય. ચમત્કાર માણસ કરી શકે નહીં.
ચમત્કાર વસ્તુ બુદ્ધિશાળીઓએ ના માનવી જોઈએ અને આપણા જ્ઞાન લીધેલાં મહાત્માઓએ તો જાણવું જ નહીં. કોઈ ચમત્કારી હોય ત્યારે કહેવું કે, ‘તું ચમત્કારી હોય તો મારે શું છે તે ?!'
એટલે આમાં બુદ્ધિશાળી તો અટવાય નહીં. બીજાં બધાં તો જાણે અટવાવાનાં જ છે. એ તો ચાર ઘેટાં આગળ ચાલેને, એને જોઈને, એનાં પગ જોઈને જ ચાલવાનાં, મોટું જોવાનું નહીં. એનાં પગ જ કઈ બાજુ વળે છે, તે બાજુ ચાલ્યા કરે. લાઈનદોરી ય ના કરવી પડે ! બધા બેસી રહે ત્યારે એ ય બેસી રહે. બધા હરે કહે, ત્યારે એ ય હરે કહે, કોઈ પૂછે, શું સમજયા ?” ત્યારે એ કહે, “સમજ પડશે, કો'ક દહાડોય !”
ચમત્કાર બુદ્ધિજન્ય, તહીં જ્ઞાત માંહી ! પ્રશ્નકર્તા : પણ એ લોકો તો દુનિયામાં આ જ કહે છે કે આ ‘મિરેકલ’ થયું. જે ઘટના હંમેશાં નથી બનતી એ ઘટના થાય, એને ‘મિરેકલ’ કહે છે, ચમત્કાર કહે છે.
દાદાશ્રી : એ ફોરેનવાળા કહે, આપણાથી કહેવાતું હશે ?