________________
ચમત્કાર
ચમત્કાર
એટલે આ સંતો તો કહેશે, ‘મરવું અમારે સ્વાધીન છે, અમારે જ્યારે મરવું હોય ત્યારે અમે મરીએ.” અલ્યા, એક મિનિટ કોઈની તાકાત નથી એવી ! આ તો મૂરખા લોકોને ફસાવી ખાય છે ! તે મને એ જ લાગે ને કે ક્યાં સુધી આવા મૂરખ રહેશો તમે ?! ભગવાન મહાવીર કહે છે, “હે દેવો, એવું બન્યું નથી, બનશે નહીં ને બનવાનું નથી.’ અને આ લોક તો જુઓ, લોકોને શ્રદ્ધા બેસે એટલા માટે કહે છે, “મેં આટલું આયુષ્ય વધાયું !” પણ થોડા દહાડા પછી આ શ્રદ્ધા બેઠેલી યે ઊઠી જાય ! મહીં શંકા-કુશંકા ના થાય, ભણેલા માણસને ? તો એ શ્રદ્ધા સાચી કહેવાય ?!
પણ ટિક્ટિ ચોંટતી જ નથી ત્યાં ! ગુરુ હાજર હોય તો જ કામ થાય, પછી કામ ના લાગે. તો ય એમના “ફોલોઅર્સ’ પુસ્તકમાં શું લખે ? “અમારા ગુરુએ આમ કર્યું ને તેમ કર્યું ! બધા ખોટા ખોટા ચમત્કારો લખે. જે નાનાં છોકરાં ય એમ કહે કે આ ગાંડા કાઢ્યા છે, એવાં ચમત્કારો લખે છે ! તે આ જમાનામાં છોકરાંઓ તો માને જ નહીં ને ! એ પહેલાના જમાનાના લોક ચમત્કારમાં માનતા હતા.
પ્રશ્નકર્તા પણ દાદા, હિન્દુસ્તાનમાં બધા જ લોકો ચમત્કારમાં માને છેને ! પછી કોઈ પણ માણસ હોય, બેરિસ્ટરો, ડૉક્ટરો, એન્જિનિયરો બધા જ માને છે.
દાદાશ્રી : એ લાલચુ છે એટલે જ માને છે. નહીં તો ચમત્કાર જેવી વસ્તુ જ આ દુનિયામાં હોતી નથી. અને જે ચમત્કાર છે, એ આવરાયેલું વિજ્ઞાન છે. બાકી, ચમત્કાર જેવી વસ્તુ જ નથી.
પ્રશ્નકર્તા : પણ આ જે ચમત્કાર કરે છેને, એને તો લોકો ‘આ જ્ઞાની પુરુષ છે” એમ કહે છે.
દાદાશ્રી : એ તો એવું જ કહેને, પણ એવું ના કહે તો એમના ચમત્કાર ચાલે નહીં. એમને પૂછવામાં આવે, એમનું નિવેદન લેવામાં આવે કે એ ચમત્કાર શા માટે કરો છો ? શું હેતુ માટે કરો છો ? તમે નિવેદન કરો કહીએ, તો મજા આવે !
પ્રશ્નકર્તા : ત્યારે એ લોકો એમ કહે છે કે શ્રદ્ધા ઉત્પન્ન કરવા.
દાદાશ્રી : શ્રદ્ધા જો એની પર ચોંટતી જ ના હોય, તો આવું ખોટું કરીને પછી શ્રદ્ધા ઉત્પન્ન કરાવવી એ ગુનો છે. એ જે આવી રીતે શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે જે માણસ કરે છે, તેમને પકડી અને દંડ કરવો જોઈએ.
હું પચ્ચીસ વર્ષનો હતો, તે વખતે એક સંત આચાર્ય પાસે ગયેલો. એ મને કહે છે, “મારી પર શ્રદ્ધા રાખો.” મેં કહ્યું, ‘પણ મને શ્રદ્ધા આવતી નથી.” ત્યારે કહે, ‘પણ તમે શ્રદ્ધા રાખ રાખ કર્યા કરો.” ત્યારે મેં કહ્યું, ‘હું તમને દાખલો આપું. આ ટિકિટ છે, તે આપણે પાણી ચોપડીને ચોંટાડીએ, પણ પડી જાય. તો આપણે ના સમજીએ કે કંઈ ખૂટે છે આ બે વચ્ચે ?! જેની પર આપણે ટિકિટ ચોંટાડવી છે અને આ ટિકિટ, આ બેની વચ્ચે કઈ વસ્તુ ખૂટે છે એવું આપણને ખબર પડે કે ના પડે ? શું વસ્તુ ખૂટે છે ?
પ્રશ્નકર્તા : ગુંદર ખૂટે છે.
દાદાશ્રી : હા. એટલે મેં કહ્યું, ‘એવો કોઈ ગુંદર ચોપડો કે મારી ટિકિટ ચોંટી જાય.’ તો ય એ કહે, ‘એવું નહીં, તમારે મારી પર શ્રદ્ધા રાખવી પડે.” મેં કહ્યું, “ના, એવી શ્રદ્ધા હું રાખ્યું નહીં. શ્રદ્ધા ચોંટતી જ નથી મને ! જો તમે એવા દેખાવડો હોત તો દેખાવડાને આધારે હું થોડીક શ્રદ્ધા ચોંટાડત. એવાં દેખાવડી નથી. જો તમે એવી વાણી બોલતા હોત તો તમારી વાણી સાંભળીને હું ખુશ થઈ જાત, તો મારી શ્રદ્ધા ચોંટત. અગર તો તમારું વર્તન દેખીને મારી શ્રદ્ધા ચોંટત. પણ એવું કશું દેખાતું નથી તમારામાં મને. છતાં હું દર્શન કરવા આવીશ અમથો, તમે ત્યાગી પુરુષ છો એટલે. બાકી, શ્રદ્ધા મારી તો ચોંટતી જ નથી !'
હવે ત્યાં ચમત્કારી વાત કરવા જાય તો હું તો વધારે વઢું કે આવી જાદુગરી શું કરવા કરો છો ? પણ હિન્દુસ્તાનના લોકો લાલચુ એટલે ચમત્કાર દેખી આવે ત્યાં શ્રદ્ધા બેસાડે. એ ચમત્કાર કરનારને આપણે કહીએ, ‘હિન્દુસ્તાનના લોકોને અનાજ-પાણી ખૂટે છે, તમે અનાજ-પાણી ભેગું કરો. એ ચમત્કાર કરો, તમારી જે શક્તિ છે, તે આમાં વાપરો.’ પણ એવું કશું નથી કરતાં ! આ તો મૂરખ બનાવ્યા છે લોકોને !