________________
ચમત્કાર
૩૫
દેવોએ વિનંતી કરી કે, વીર, આયુષ્ય વધારજો રે ! બે-ત્રણ મિનિટનું આયુષ્ય વધારે તો આ દુનિયા પર ભસ્મક ગ્રહની અસર ના પડે.' પણ ભસ્મક ગ્રહની અસર પડી, તેનાથી આ દુ:ખો વેઠ્યા. તે દુઃખો ના પડે એટલા માટે દેવોએ ભગવાનને કહેલું. ત્યારે ભગવાન બોલ્યા કે, ‘તેવું બન્યું નથી, બનશે નહીં અને ભસ્મક ગ્રહ આવવાનો છે અને તે બનવાનું જ છે.’ આ વિજ્ઞાનની ભાષા !! અને આ અહંકારની ભાષામાં તો જેને ફાવે એવું બોલે ને ! મેં તમને બચાવ્યા.’ એમે ય કહે. આપણા બધા ય સંતો આવું ને આવું બોલે છે. તેમાં એ સંતો એક આનો ય અધ્યાત્મનો કમાયા નથી. હજુ આત્મા સન્મુખ ગયા નથી. હજુ તો ત્રણ યોગમાં જ છે. મન-વચન-કાયાના યોગમાં જ છે, આત્મયોગ ભણી વળ્યા જ નથી. હવે બહુ ઉઘાડું કરું તો ખોટું દેખાય. મારે આવું ના કહેવું જોઈએ. એટલે એ લોકો હજુ યોગની પ્રક્રિયામાં જ છે અને વશ કરે છે-મનને, વાણીને, દેહને. પણ વશ કરનારો કોણ ? અહંકાર !
એટલે આયુષ્ય કોઈ વધારી શકે નહીં. એવું કોઈ પણ માણસ બૂમો પાડે કે મને આમ શક્તિ છે.’ તો આપણે કહીએ કે, ‘સંડાસ જવાની શક્તિ તો નથી ને શું કામ અમથો બૂમાબૂમ કરે છે તે ?! તારી આબરૂ જતી રહે છે !' વિજ્ઞાન ના પાડે છે. આ મારી વાત સમજાય છે ખરી ? તમને શું લાગે છે ?
પ્રશ્નકર્તા : સમજાય છે.
દાદાશ્રી : કારણ કે માણસની જાતને આવી વાતો બહુ ગમે છે. એ તો હું યે બોલું કે હું તમને બધું આમ કરી આપીશ અને આ લોકો ય કહે છે, ‘દાદા, તમે જ આ કરો છો.’ ‘અલ્યા ભઈ, મારી કરવાની શક્તિ નથી. આ તો બધું મારું યશનામ કર્મ છે. તેથી તે તમારું કામ કરી રહ્યું છે. અમારાથી એક શબ્દ પણ અવળો ન બોલાય અને આમને શું ? અહંકારીઓ તો ફાવે એવું બોલે. એમને કોણ ઊંચે બાંધનારા છે ? છતાંય આપણે એમનું આડુંઅવળું બોલવું નહીં. કારણ કે એમના ભક્તો માટે એ વાત બહુ મોટું વિટામિન છે અને એમના ભક્તોને ત્યાં એકાગ્રતા રહે છેને, ચિત્ત ચોંટેલું રહે છેને ?! એટલે આપણે બીજું કશું ના બોલવું. આપણે એમના ભક્તોને ચિત્ત ઉઠાડવા માટે આ વાત નથી કરતા. આ
उहु
તો તમને સમજાવવા માટે છે કે વિજ્ઞાન શું છે આ ! વી૨ ભગવાને આયુષ્ય ત્રણ મિનિટ ના વધાર્યું ! એટલે આવું કશું બને નહીં !
પ્રશ્નકર્તા : આયુષ્યને મનુષ્યના શ્વાસ સાથે સંબંધ છે ? દાદાશ્રી : હા, સંબંધ છે, બરોબર છે એ.
પ્રશ્નકર્તા : એમાં આ યોગીઓ એ શ્વાસને રોકીને, શ્વાસની ગતિ અથવા એનું પ્રમાણ ઓછું કરે તો એમના આયુષ્યમાં ફરક પડે ?
ચમત્કાર
દાદાશ્રી : એ બરોબર છે. એ તો સ્વાભાવિક છે. એ તો આયુષ્ય વધારવું એટલે શું કહેવાનું કે શ્વાસોચ્છ્વાસ વાપરવા નથી દેતો એ, શ્વાસોચ્છ્વાસ ઉપર આયુષ્ય રહે છે. પણ એ એટલા સારું નથી કહેતો, એ તો રોફ મારે છે. એટલા સારુ કહેતા હોય તો સારી વાત છે ! એ તો દરેકને થાય, એમાં નવું શું છે તે ? જેટલાં શ્વાસોચ્છ્વાસ ઓછા વપરાય એટલાં વર્ષો વધે ! પણ આ શું કહે છે ? આયુષ્ય વધારવું એટલે વર્ષો વધે એવું નહીં, પણ આ તો શ્વાસોચ્છ્વાસ વધારવા એવો રોફ મારે છે.
એવું છે, એ તો દુનિયામાં બધે ય શ્વાસોચ્છ્વાસ ઘટાડે એટલે આયુષ્ય વધે એ તો નિયમ જ છે. એમાં એનાથી એ બોલાય નહીં કે અમે આયુષ્ય વધારનારા છીએ. એવું બોલવું એ મોટો ગુનો છે. મહાવીર ભગવાનથી બોલાય નહીં, કોઈથી ય બોલાય નહીં ! આ તો સંડાસ જવાની શક્તિ નથી ને આયુષ્ય શું વધારવાના તે ?! ‘વર્લ્ડ’માં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની શક્તિ હોય, એની ‘ગેરંટી’ લખી આપું. અને કંઈ પણ ‘હું કરું છું’ એમ પુસ્તકોમાં લખે છે, એ બધા અહંકારીઓ છે. ‘આ મેં કર્યું ને મેં તેમ કર્યું ને મેં ફલાણું કર્યું' કહે છેને, તે બધા અહંકારીઓ છે. અમારા પુસ્તકમાં ‘હું કરું છું, તું કરે છે ને તેઓ કરે છે' એ હોય નહીં કોઈ જગ્યાએ. બીજા બધામાં આ જ હોય ને ‘હું કરું છું' એ જ્યાં હોય ત્યાં આગળ એ પુસ્તક અહંકારીઓને સોંપી દેવાં. જો મોક્ષે જવું હોય તો એ પુસ્તક આપણી પાસે રાખવા નહીં. ‘હું આમ કરું ને હું તેમ કરું, હું તારું ને હું ડુબાડું.' એ બધી અહંકારી વાતો છે. બાકી કોઈને કરવાની શક્તિ જ નથીને ! આ તો એવું છેને, ભાળીભોળી પ્રજા છે, તે ચાલ્યું પછી !!