Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ ચમત્કાર ૨.૮ ચમત્કાર પ્રશ્નકર્તા : તો આ બે વસ્તુ જુદી થઈ. જે હાથચાલાકી કહો છો, જાદુગરી કહો છો, એને ચાલાકી કહી અને આ જે ચોખાની વૃષ્ટિ થઈ, એ તો દેવોની કૃપા છે. દાદાશ્રી : હા, તે કોણ ના પાડે છે ? એ તો છે જ ને ! પણ એને આપણે ચમત્કાર નથી કહેતા. આ તો દેવીની કૃપા જણાય છે. પણ આપણા લોકોને આ ચમત્કાર શબ્દ બોલવાની ટેવ, એ આપણે કાઢવા માગીએ છીએ ! મર્તિમાંથી અમી ઝરણા.. પ્રશ્નકર્તા હવે કેટલીક જગ્યાએ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે, તે વખતે અમીઝરણાં થાય છે, તો એ શું વસ્તુ છે ? દાદાશ્રી : જેની પ્રતિષ્ઠા કરેને, તેમના શાસનદેવો હોય, તે શાસનદેવો એમનું મહાભ્ય વધારવા માટે બધો રસ્તો કરે. જેટલા મત છે, એટલા એનાં શાસનદેવો હોય છે. એ શાસનદેવો પોતપોતાના ધર્મનું રક્ષણ કરે. પ્રશ્નકર્તા ઃ અહીં બાજુમાં એક દેરાસર છે, ત્યાં મહોત્સવ ચાલે છે. તો બે દહાડા પહેલાં ત્યાં અમીઝરણાં થયાં હતાં અને એ બે-ત્રણ કલાક સુધી ચાલેલાં. પછી આજે કહે છે, ત્યાં કેસરનાં છાંટણા થયા છે. બહુ પબ્લિક ત્યાં ભેગી થઈ છે. દાદાશ્રી : પણ આપણે ઘેર જઈને પાછાં મતભેદ તો એ જ રહ્યા ને ! ક્રોધ-માન-માયા-લોભ એનું એ રહ્યું. એટલે અમીઝરણાં વરસે કે ના વરસે, એમાં આપણું કશું વળ્યું નહીં ! પ્રશ્નકર્તા : પણ અમીઝરણાંવાળી જે મૂર્તિ હોય, એનાં દર્શન કરવાથી કંઈ લાભ થતો હશેને, દાદા ? દાદાશ્રી : લાભ થતો હોય તો ઘેર જઈને મતભેદ ઘટવા જોઈએને ? આવાં અમીઝરણાં કેટલીય વખત પડ્યાં છે, પણ મતભેદ કોઈના ઘટ્યા નહીં. આપણે મુખ્ય કામ શું છે કે મતભેદ ઘટવાં જોઈએ, ક્રોધ-માન-માયાલોભ ઘટવાં જોઈએ ને શાંતિ વધવી જોઈએ. આટલું કામ છેને ? એ અમીઝરણાં ઝરો કે ના ઝરો, એમાં આપણને શું કામ છે? છતાં આવું બધું દેવો કરે છે. એટલે આપણે ખોટું ના કહેવાય. પણ આપણા ક્રોધમાન-માયા-લોભ ઘટે નહીં, એને આપણે શું કરવાનું ? પ્રશ્નકર્તા: પણ દાદા, આમાં આપણા જ્ઞાન લીધેલા મહાત્માઓએ શું સમજવાનું? દાદાશ્રી : મહાત્માઓ શું કરવા ભાંજગડ કરે ? ત્યાં કેસર રેડાતું હોય તો ય મહાત્માઓ શું કરવા જોવા જાય ? આમ ઢગલેબંધ રેડાતું હોય તો યે શું કરવા જાય ? વખત બગડે નકામો ! આવો વખત બગાડીને શું કામ છે તે ? આપણે શુદ્ધ ઉપયોગમાં ના રહીએ ? જેને શુદ્ધ ઉપયોગ મળ્યો છે, એ શુદ્ધ ઉપયોગમાં ના રહે ? એ તો જેને શ્રદ્ધા ના બેસતી હોય, એને શ્રદ્ધા બેસાડવા માટે દેવલોકો કરે કે બીજા લોકો ય કરે ! કેટલીક વખત દેવલોકો યે નથી કરતા, એમાં મનુષ્યો ચમત્કાર કહીને કારસ્તાન વધારે કરે છે ને વેષ વધારે છે વગર કામના ! પણ એમનો ઈરાદો ખોટો નથી, એમાં લોકો દર્શન કરવા આવને ! પણ આપણને આ જરૂર નહીં. આપણને શો ફાયદો ?! પ્રશ્નકર્તા બાજુમાં દેરાસર રહ્યુંને, તો બધા લોકો કહે કે દર્શન કરવા જાવ. તો આપણે તો ‘દાદા ભગવાનની સાક્ષીએ દર્શન કરી આવ્યા. દાદાશ્રી : એનો વાંધો નહીં. દર્શન તો આપણે મૂર્તિનાં કરાય. પણ ઉપરથી આમ ઝરો કે તેમ ઝરો, તેમાં આપણને શું લેવાદેવા ? આપણાં ક્રોધ-માન-માયા-લોભ ઘટ્યા કે નહીં, શાંતિ થઈ કે નહીં એ જોવાની જરૂર તેથી કૃપાળુદેવે કહ્યુંને, કે ધર્મ તેનું નામ કે ધર્મ થઈને પરિણામ પામે. આમ પરિણામ ના પામતો હોય તો એને ધર્મ કહેવાય જ કેમ કરીને ? અનંત અવતારથી આવ-જા કર્યા, દોડધામ કરી, પણ હતા તેનાં તે જ રહ્યા. બાકી ક્રોધ-માન-માયા-લોભ ઘટે તો વાત સમજ્યા કે મહીં મતભેદ ઘટ્યા, શાંતિ વધી તો આપણે જાણીએ કે કંઈક આમાં ભલીવાર આવ્યો, કર્મ બંધાતા અટકે. અને આ તો નર્યા કર્મ બંધાય છે એટલે આવું અમી ઝરે, તો ય આપણે એનું શું કામ છે ?

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32