Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ ચમત્કાર ૨૪ ચમત્કાર તમને રસ્તે ચઢાવી આપશે. એમનામાં એટલી શક્તિ છે કે એ તમારી શ્રદ્ધા જીતી લે છે. એ એવું નથી કહેતા કે તમે મારા પર શ્રદ્ધા રાખો. એ તો હમણે ઘડિયાળ દેખાડી અને તરત રાગે પાડી દે. પણ તે ‘લો સ્ટાન્ડર્ડ માટે છે, ‘હાયર સ્ટાન્ડર્ડ”ના માણસો માટે એ નથી. ‘હાયર સ્ટાન્ડર્ડ’વાળાને તો બુદ્ધિ કસાયેલી હોય, માટે ત્યાં જશો નહીં. બુદ્ધિ કસાયેલી ના હોય, તે ત્યાં આગળ જજો. એટલે દરેક જાતના માણસો હોય. ‘સ્ટાન્ડર્ડ' તો દરેક જાતનાં હોય ને ? તમને કેવું લાગે છે ? તે અમુક “સ્ટાન્ડર્ડ’વાળાને ત્યાં જવાની છૂટ આપું છું. એ સંત સિવાય બીજે બધે જવાની ના કહી દઉં છું. બીજે બધે જશો નહીં નકામાં. બીજે તો બધું લઈ બેઠેલા છે બધા. એ ય લઈ બેઠેલા છે. પણ તો ય એ સારું છે. એ રસ્તે ચઢાવે છે ને ! પછી મેં જોયું છે કે એમના ભક્તોને સરસ રાગે પાડેલા છે. આટલું સરસ રાગે પાડેલા માણસોને વિભ્રમ કરીએ તો મૂરખ કહેવાઈએ. એ લોકો રસ્તે ચઢી ગયેલા છે, પોતાની ભક્તિથી પણ સ્થિર રહી શકે છે. ગમે તેવી વ્યક્તિ છે પણ સ્થિર રહી શકે છે, તેને ડુબાવવા ના જોઈએ. પ્રશ્નકર્તા : એ ભક્તો બીજા જન્મમાં જ્ઞાની થવાનાં ખરાં કે ? દાદાશ્રી : હજુ તો કંઈક અવતાર થશે, ત્યાં સુધી આવું ને આવું જ ચાલ્યા કરશે. ત્યાર પછી બુદ્ધિ કસાયેલા વિભાગમાં આવે અને બુદ્ધિ કસાયેલા વિભાગમાં તો કંઈક અવતાર થાય, ત્યારે એનું ધીમે ધીમે રાગે પડે ! તો તારી શી દશા થાય ? આપણા કહેવાથી પેલી ડાળ છોડી દે અને આ ડાળ એને પકડાય નહીં, તો ? બગડી જાયને ખાતું ?! જે એક જગ્યાએ રંગાયેલો હોય, તેને હું અહીં આવવાની ના પાડું, પણ જેને કોઈ પણ વસ્તુનો સંતોષ જ નથી થતો, તેને કહી દઉં કે, ‘ભાઈ, આવજે બા !” સંતોષ ન થતો હોય તેને ! કારણ કે “ક્વૉન્ટિટી’ માટે નથી આ માર્ગ, ક્વૉલિટી’ માટે છે. ‘ર્વોન્ટિટી' એટલે અહીં લાખો માણસો ભેગા કરવા નથી મારે. અહીં શું કરવાના, લાખો ભેગા કરીને ? બેસવાની જગ્યા ના મળે અને આ તમારા જેવાને, આ બધાને કોણ બેસવા દે અહીં ? અહીં તો ‘ક્વૉલિટી'ની જરૂર છે, ‘ક્વૉન્ટિટી'ની જરૂર નહીં. તો ય અહીં ધીમે ધીમે પચાસ હજાર માણસ થઈ ગયું છે અને પેલું જો ‘ક્વૉન્ટિટી’ ખોળવા ગયા હોત તો પાંચ લાખ ભેગા થાત ! પછી આપણે શું કરીએ ? ક્યાં બેસાડીએ બધાને ? અહીં કંઈ બેસવાનું સ્થળ નથી. આ જેને ત્યાં હોઈએ, તે સ્થળ. કોઈના મેડા પર જઈએ છીએને ?! કારણ કે આપણે તો શું કહીએ છીએ કે, “જે સુખ હું પામ્યો એ સુખ તું પામ અને સંસારમાંથી છૂટકારો મેળવ.” બસ, આપણે ત્યાં બીજો માર્ગ નથી. એટલે એકાદ ધર્મ એવો હોય કે કેટલાક માણસોને કુસંગ માર્ગેથી બીવડાવી કરીને વાળીને એ લોકોને સત્સંગમાં ધકેલે છે, એ ચમત્કારો સારા છે. જે લોકો કુસંગીઓને ધર્મમાં લાવવા માટે ભગવાનના નામ પર બીવડાવે તો આપણે એને “એક્સેપ્ટ કરીએ કે એમને કંઈ બીવડાવીને પણ ધર્મમાં લાવે છે. એનો વાંધો નથી, એ સારું છે. એમની દાનત ખોટી નથી. કુસંગ એટલે ગાળો દેતો હોય, પત્તાં રમતો હોય, ચોરીઓ કરતો હોય, બદમાશી કરતો હોય, એને ભડકાવીને સત્સંગમાં ઘાલે એનો વાંધો નથી. જેમ છોકરાઓને આપણે બીવડાવીને ઠેકાણે નથી રાખતા ? પણ એ બાળમંદિરનો માર્ગ કાઢે તો એ વાત જુદી છે. પણ બીજા જે ચમત્કારથી નમસ્કાર કરાવવા માગે છે, એ બધું “યુઝલેસ’ વાત છે. ના શોભે એવું મનુષ્યને ! બાકી, વીતરાગ ‘સાયન્સ’ તો આવું કંઈ કરે નહીં. દેવોમાં ચમત્કાર સાયાં ! પ્રશ્નકર્તા : કેટલાંક પાસે ભભૂતીઓ આવે છે ને ? અમે અમેરિકા ગયા ત્યારે એક જણ મને કહેતો હતો કે, “મારે આત્મજ્ઞાન જાણવું છે !' મેં કહ્યું, “અત્યારે તમે શું કરો છો ?” ત્યારે પેલો કહે, ‘આ સંતનું કરું છું.” કહ્યું, ‘એ તમને શું હેલ્પ કરે છે ?” ત્યારે એણે કહ્યું, “અમે આંખ મીંચીએ ને એ દેખાયા કરે છે.’ એને કહ્યું, ‘તને ત્યાં સ્થિરતા રહે છે, તો અહીં મારે ત્યાં આવવાનું તારે શું કામ છે. ? મારે ત્યાં તો, તમારે સ્થિરતા ના રહેતી હોય તો અહીં આવો.' જેને કોઈ પણ જગ્યાએ સ્થિરતા રહે છે, એને વગર કામની સ્થિરતા છોડાવીને અહીં પેસાડું તો પેલી ડાળેય તું છોડી દઉં ને આ ડાળેય તું છોડી દઉં,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32