________________
ચમત્કાર
૨૯
કંકુને બદલે કેસર પાડોને !
એટલે અમી ઝરે કે ગમે તે થાવ, પણ આપણે ‘ખોટું છે’ એવું નથી કહ્યું. એ તો કેટલીક જગ્યાએ કેસર પડે. કેટલીક જગ્યાએ કંકુ પડે, ચોખા પડે. કેસર તો નથી પડતું પણ કંકુ તો પડે જ છે. કેસર જરા મોંઘું એટલે ના પડે. હા, કેસરનાં છાંટણા થાય પણ કેસર આમ ઢગલેબંધ ના પડે. અને કેસર પડતું હોય તો ય શું ખોટું છે ? થોડું થોડું લાવીને ઘેર કશું બનાવીને ખઈએ !!
અને હું તો કહી દઉં કે ‘હે દેવલોકો, તમને નમસ્કાર છે. પણ આ તમે છાંટણા છાંટો છો, તે મારે જરૂર નથી. તમારે ચોખા નાખવા હોય તો નાખો ને ના નાખવા હોય તો યે એનું મારે કંઈ કામ નથી. મને તો ક્રોધ-માન-માયા-લોભ ઓછા થાય, શાંતિ થાય એવું કરી આપો.’ આપણને એવું કહેવામાં વાંધો શો છે તે ?
પ્રશ્નકર્તા ઃ નહીં, પણ આ જેને શ્રદ્ધા ના હોય, એને ભગવાનમાં શ્રદ્ધા બેસે એટલા માટે આવું થતું હશે ને ?!
દાદાશ્રી : આ તો અંધશ્રદ્ધાળુ લોકોને શ્રદ્ધા બેસાડવા માટેનું છે. અને એમાં તો કેટલીક જગ્યાએ હેય..... રાત્રે મંદિરોમાં ઘંટ વાગે એટલે બીજે દહાડે લોક બધું દર્શન કરવા આવે, હડહડાટ !! અને હું તો કહું કે લાખ વખત તું ઘંટ વગાડું તો ય મારે શું કામના ? મને તો મહીં ઠંડક વળે એવું હોય, તો આવું તારે ત્યાં દર્શન કરવા. નહીં તો મારે શું કામ છે તે ? મને તો બહુ દુ:ખ થતું હોય, તો ય હું ગાંઠું નહીં. આવું ગંઠાતું હશે ? આપણે કંઈ બાળક છીએ કે જરીક પ્રસાદી આપી કે દોડધામ કરીએ ? તમને સમજાય છે ને ?
બાકી, જગત તો બધું એવું જ છે, લાલચુ છે અને જો પેંડા પડેને, તો આખું મુંબઈ ત્યાં આગળ જાય. કેમ રૂપિયા નથી પડતા ? ગીનીઓ પડે તો કેવું કામ કાઢી નાખે ?! લોકોને ભીડ જ મટી જાયને બીજે દહાડે જ ?! એક એક ગીની ભાગે આવી હોય તો બીજે દહાડે લોક બિચારાં
કેરીઓ લાવે કે ના લાવે ? પણ આ તો એની એ જ રાખ કોઈ જગ્યાએ
૩૦
ચમત્કાર
પડતી હોય, તો કોઈ જગ્યાએ કંકુના છાંટણા થતા હોય !
આ વીતરાગ માર્ગમાં આત્મા જડે તો સાચી વાત છે, નહીં તો વાત બધી નકામી છે. અને આત્મા જડવાની જો ભૂમિકા હોય તો આ મનુષ્યગતિ એકલી જ ભૂમિકા છે. બાકી બીજી બધી જગ્યાએ આત્મા જડે એવી ભૂમિકા જ નથી. ત્યાં તો ભટકી ભટકીને મરી જવાનું છે. એટલે મહીં ઠંડક થવી જોઈએ, શાંતિ થવી જોઈએ. આપણને એમ ખાતરી થઈ જાય કે હવે મોક્ષ થશે મારો ! તમને ખાતરી થઈ ગઈ છે, મોક્ષ થશે, એવું ?! પ્રશ્નકર્તા : એકસોને એક ટકા થઈ ગઈ છે !
દાદાશ્રી : હા, એવી ખાતરી થવી જોઈએ. આપણો આ તો મોક્ષમાર્ગ છે અને વીતરાગોનો માર્ગ છે, ચોવીસ તીર્થંકરોનો માર્ગ છે ! આ તો દુષમકાળના લોકો છે એટલે કર્મથી બિચારાં ફસાયેલાં છે. એટલે મારી જોડે એમને રહેવાતું નથી. નહીં તો ખસે જ નહીં મારી પાસેથી. આવી ઠંડક આપે પછી ત્યાંથી કોણ ખસે તે ? પણ કર્મથી બધાં ફસાયેલાં છે ને નરી ‘ફાઈલો' પાર વગરની, પછી શું કરે તે !!
કળશ હાલ્યો.... તે ચમત્કાર ?!
પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ લોકો જાત્રાએ દર વર્ષે જાય છે, હવે ત્યાં આગળ એક મંદિરનો જે કળશ છે, તેને બધા કહે છે, હાલતું જુએ છે - એ શું છે ?
દાદાશ્રી : એમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી. જેને દેખાય છેને, એને માટે બરોબર છે. બાકી, આજનું ‘સાયન્સ’ આ કબૂલ ના કરે. આજનું ‘સાયન્સ’ કબૂલ કરે ખરું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : થયું ત્યારે ! વિજ્ઞાન કબૂલ કરે એટલી સાચી વાત માનવી. બીજું બધું તો અંધશ્રદ્ધા છે. કેટલાંક દેવલોકો લોકોને શ્રદ્ધા બેસાડવા માટે ચમત્કાર કરે છે, તો એવું બને કોઈ વખતે. બાકી બધું ‘સાયન્ટિફિક’ હોવું જોઈએ. આ ‘સાયન્સ’ જે માને એટલું જ માનવા જેવું