Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ ચમકાર ૧0 ચમત્કાર તો સારું. દાદાશ્રી : અરે, સહેજ જો ચઢાવેને તમને, તો તરત જ સિદ્ધિ વાપરી દેવાનાં તમે ! અને અમને ચઢાવો જોઈએ, અમે એકે સિદ્ધિ ન વાપરીએ સિદ્ધિ ત વટાવે તે જ્ઞાતી અને ‘જ્ઞાની પુરુષ’ પણ સિદ્ધિ વાપરે નહીં. અમારો સહજ હાથ અડેને તો ય સામાનું કલ્યાણ થઈ જાય. બાકી, ‘જ્ઞાની પુરુષ’ એમને ઘેરે ય સિદ્ધિ ના વાપરે ને બહારે ય ના વાપરે, શરીર માટે ય ના વાપરે ! શું કરવા ડૉક્ટર પાસે જાય ? આ ડૉક્ટરો તો કહે છે, ‘તમારે જ્ઞાની પુરુષને શું કરવા આવવું પડે છે ?” ત્યારે મેં કહ્યું, ‘હું પેશન્ટ છું, એટલે આવવું પડે છે. એટલે દેહ માટે ય કશી સિદ્ધિ વાપરવાની નહીં. અજ્ઞાની તો સિદ્ધિ જ્યાં ને ત્યાં વાપરી ખાય, જેટલી એની પાસે ભેગી થઈ હોય, તે લોકોએ ‘બાપજી, બાપજી' કહ્યું એટલે ત્યાં વપરાઈ જાય. જ્યારે જ્ઞાની પાસે તો, એમનું ભેગું થયેલું હોયને, એમાંથી એક આનો ય સિદ્ધિ વપરાય નહીં. અને ‘જ્ઞાની પુરુષ' તો અજાયબી જ કહેવાય. જગત તો હજુ એમને સમક્યું જ નથી. એમની સિદ્ધિઓ તો, હાથ અડાડે ને કામ થઈ જાય. આ અહીં જે માણસોમાં બધા ફેરફાર થયા છેને, તેવા કોઈથી એક માણસમાં ફેરફાર નહીં થયેલા. આ તો તમે જોયું ને ?! શું ફેરફાર થયા છે ? બાકી ઓ તો બનેલું જ નહીં, પ્રકૃતિ ફરે જ નહીં માણસની ! પણ તે ય બન્યું આપણે અહીં ! હવે આ તો મોટા મોટા ચમત્કારો કહેવાય, ગજબના ચમત્કાર કહેવાય. આટલી ઉંમરે આ ભાઈ કહે છે કે, “મારે તો, મારું ઘર સ્વર્ગ જેવું થઈ ગયું, સ્વર્ગમાં ય આવું ના હોય !” પ્રશ્નકર્તા : એ જ શક્તિ છે ને ! દાદાશ્રી : ગજબની શક્તિ હોય ‘જ્ઞાની પુરુષ’માં તો, હાથ અડાડે ને કામ થઈ જાય ! પણ અમે સિદ્ધિ વાપરીએ નહીં. અમારે તો કોઈ દહાડો ય સિદ્ધિ વાપરવાની હોય નહીં. આ તો સહજ ઉત્પન્ન થયેલી હોય, અમે વાપરીએ તો સિદ્ધિ ખલાસ થઈ જાય ! આ બીજા બધા લોકોને તો સિદ્ધિ પાછી વપરાઈ જાય, કમાયા હોય તે વપરાઈ જાય. તમારે તો વપરાઈ ના જાય ને ? પ્રશ્નકર્તા : ના, નહીં વાપરીએ. પણ એવી સિદ્ધિ ઉત્પન્ન થાય જેમની પાસે આટલી બધી સિદ્ધિઓ હોવા છતાં, એમણે એક ફૂંક મારી હોત તો જગત ઊંધું-છતું થઈ જાય એટલી શક્તિ ધરાવનારા મહાવીર, તે મહાવીર ભગવાને શું કહ્યું ? ‘હું જીવનદાતા નથી, હું મોક્ષદાતા છું !” હવે ત્યાં જો આ સિદ્ધિ વટાવી હોત મહાવીરે, તો એમનું તીર્થંકરપણું જાત ! આ શિષ્યોના કહેવાથી ચઢ્યા હોત ભગવાન, તો તીર્થંકરપણું જાત. પણ ભગવાન ચઢે નહીં, વખતે મારા જેવો ચઢી જાય !! જો કે હું યે ચઢે એવો નથી. મેં ચઢીને તો માર ખાધો છે, તેને લીધે આ ચેત્યો છું. એટલે એક ફેરો વાગી ગયું હોય તો ફરી વાગવા દે કે ? એટલે ભગવાન ચમત્કાર ના કરે ને સિદ્ધિ યે વાપરે નહીં. સિદ્ધિ વટાબે, કિમત કોડીની ! એટલે સિદ્ધિ સમજ્યા કે તમે ? અત્યારે મારે કરોડ-બે કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો થઈ શકે ખરા ? મારા બોલતાંની સાથે જ થઈ જાય. લોકો તો આખી મિલકત આપવા તૈયાર છે, એનું શું કારણ ? સિદ્ધિ છે મારી પાસે. એને હું વટાવું તો મારી પાસે રહ્યું છું ત્યારે ? કેટલા પ્રયોગ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને મારે પૈસાની જરૂર નથી. પણ મારી જે બીજી સિદ્ધિઓ છે, આંતરિક સિદ્ધિઓ છે, એ તો જબરજસ્ત સિદ્ધિઓ છે. પણ ભગવાન મહાવીરે સિદ્ધિઓ વટાવેલી નહીં, ભગવાન કાચા નથી પડ્યા. તો હું યે એમનો શિષ્ય છું, મહા પાક્કો શિષ્ય છું. હું ગોશાળા જેવો નથી. બહુ પાકો શિષ્ય, અસલ ! તે એવો પાક્કો કે જગત આખુંય સામું થાય તો ડરું નહીં એવો પાક્કો છું. પછી એથી વધારે શું પુરાવો જોઈએ ? સિદ્ધિ વટાવતો નથી એટલેને ?! અને જો સિદ્ધિ વટાવે તો ? કાલે ચાર આનાના થઈ જાય ‘દાદા’ ! પછી લોક ‘જવા દોને, દાદાએ તો અંદરખાને લેવા માંડ્યું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32