Book Title: Chamatkar Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ ચમત્કાર ૫ એવું હોય, એને ત્યાં લોકો મૂકી આવે ! કારણ કે એણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શું સિદ્ધિ પ્રાપ્ત કરી છે ? કે બધાને પૈસા પાછાં આપી દે છે. માગે કે તરત જ પાછાં આપી દે છે અને જે માગે તો યે પાછાં ના આપે, તો સિદ્ધિ એની વટાઈ જાય. જેવી આ પૈસા માટેની સિદ્ધિ છે, એવી આ બીજી બધી જાત જાતની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. સિદ્ધિ એટલે પોતાનું એકદમ ‘રેગ્યુલર’ ખાતું રાખવું અને વધારે સિદ્ધિ તો કઈ હોય ? જે પોતાને બધા જમવાનું આપે ત્યાં ઓછું જમીને પણ લોકોને પોતે જમાડી દે, એને વધારે સિદ્ધિઓ ઉત્પન્ન થાય. આપણે ત્યાં એવા સંતો થયેલા. અહીં એક માણસ કોઈને ય ગાળ ના ભાંડતો હોય, કોઈને ઠપકો ના આપતો હોય, કોઈને દુઃખ ના દેતો હોય, એનું શીલ એટલું બધું હોય કે એને જોતાંની સાથે જ બધા કૂદાકૂદ કરે. એ ય સિદ્ધિ ઉત્પન્ન થઈ કહેવાય. પછી કોઈ માણસે અમુક જાતનું નક્કી કર્યું કે મારે અમુક જાતનો ખોરાક લેવો નહીં. એ ખાવાનું બંધ કરી દીધું, તે ટાઈમે એને સિદ્ધિ ઉત્પન્ન થાય. એવું એક માણસ ડુંગળી ના ખાતો હોય ને તેને રસ્તામાં ડુંગળી પડી હોય તો યે ગંધ આવે અને તમારે તો અહીં જોડે પડી હોય તો યે એની ગંધ ના આવે. તમે પોતે ડુંગળી ખાધી હોય તો યે ગંધ ના આવે. એવું સિદ્ધિઓ માટે હોય છે ! ત હોય આ સિદ્ધિ ! પ્રશ્નકર્તા : પણ ઘણાં ખરા યોગીઓને ચમત્કાર આવડે છે, જે સામાન્ય રીતે લોકો ના જોઈ શકે, ના સમજી શકે એવી વસ્તુઓ એ લોકો કરી શકે છે. એમને સિદ્ધિઓ હોય છે, કંઈક વિશેષ શક્તિઓ હોય છે, તે શું ? દાદાશ્રી : વિશેષ શક્તિઓ તમે કયા લોકોમાં જોયેલી ? અત્યારે તો ચમત્કાર માટે કોઈએ ઈનામ કાઢ્યું છે ને, ત્યાં એકુંય માણસ ઊભો છે રહેતો નથી. એટલે વિશેષ શક્તિઓ એકુંયને હોય નહીં. ક્યાંથી લાવે ? ચમત્કાર ચમત્કાર તે હોતાં હશે ? એક ફક્ત યશનામ કર્મ હોય છે કે ભઈ, આમના નામ પર બોલે એટલે આમ થઈ જાય. અગર તો હૃદયનો ચોખ્ખો માણસ હોયને, તો એના બોલ્યા પ્રમાણે બધું થઈ જાય. એવી હૃદયશુદ્ધિની સિદ્ધિઓ હોય છે. પ્રશ્નકર્તા : પણ યોગવિદ્યાથી અમુક એવી શક્તિઓ પ્રાપ્ત થાય છે ને ? અમુક ચમત્કાર થઈ શકે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ને ? દાદાશ્રી : સિદ્ધિઓ-કશું પ્રાપ્ત થાય નહીં. એટલે ચમત્કાર થઈ શકે એવી સિદ્ધિઓ જ ના હોય. પ્રશ્નકર્તા : એ યોગી લોકો માથે હાથ મૂકીને શક્તિપાત કરે છે અને પછી એનાથી પેલાને શાંતિ મળે છે, એ પણ સિદ્ધિ કહેવાય ને ? દાદાશ્રી : એવું છે ને, હમણે બેઠું ના થવાતું હોય, બોલાતું ના હોય, પણ પેલી જડીબુટ્ટીઓ ઘસીને પાયને, તો શું થઈ જાય ? ચાલતો-બોલતો થઈ જાય, તેવું આ માનસિક પરમાણુઓનું હોય છે. પણ એમાં ફાયદો શું ? કોઈ એવો માણસ પાક્યો કે જેણે બીજા માણસને મરવા જ ના દીધો ?! તો આપણે જાણીએ કે ચાલો ત્યાં તો આપણે જવું જ પડશે. એના મા-બાપને મરવા ના દીધા હોય, એના ભાઈને મરવા ના દીધો હોય, એવો કોઈ પાક્યો ? તો પછી આમાં શેની સિદ્ધિઓ ?! આ ચોરોને એવી એવી સિદ્ધિઓ હોય છે કે નક્કી કરે કે આજે મારે અમુક જગ્યાએ અમુક ટાઈમે જ ચોરી કરવી છે. તે ટાઈમે ‘એક્ઝેક્ટ’ થઈ જાય, એ સિદ્ધિ ઓછી કહેવાય ? એમાં એ નિયમ પાળવાના બધા. અને નિયમ પાળવાથી સિદ્ધિ ઉત્પન્ન થાય. હવે આપણા લોકો સિદ્ધિ કોને કહે છે, તે હું કહું તમને. શીલવાન કોઈ પુરુષ હોય, તે આ પોળમાં અંધારામાં પેસતો હોય ને આખી પોળ સાપથી જ ભરેલી હોય, આમ સાપ જ ચાલ્યા કરતા હોય અને પેલો શીલવાન ઉઘાડે પગે મહીં પોળમાં પેસે. તે ઘડીએ અંધારામાં એને ખબર ના પડે કે મહીં સાપ હતા કે નહીં. શું કારણ હશે કહો ? એની સિદ્ધિ હશે ? આખી પોળમાં એક ઈંચ સાપ વગરની જગ્યા નથી. પણ જો તે ઘડીએ પેલોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32