Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ ચમકારો ચમત્કાર ૧૭ પ્રશ્નકર્તા : પણ કાગળ તો તેલ પીએને ? દાદાશ્રી : હા, તેલ પીએ. અંદર તેલ પીધેલો દેખાય આપણને. એનો ડાઘ દેખાય. પણ તેલ ફૂટેલું ના દેખાય. અજાયબી છે આ એક ! અને એ કાગળનો વૈજ્ઞાનિક સ્વભાવ છે આ ! પણ બુદ્ધિ તો એમ જ કહેને કે કાગળને અગ્નિ બાળી મુકે અને તેલવાળું એટલે વહેલું બળી જાય. પણ ના, કાગળની નીચે તેલ ફૂટેલું હોત તો બળી જાત. એટલે વિજ્ઞાનની કેટલીક વાતો જાણવી જોઈએ. આ તો એમની મતિ પહોંચતી નથી એટલે આને ચમત્કાર તરીકે લોકો ‘એક્સેપ્ટ’ પણ કરે છે ! મતિ પહોંચતી હોય, તેને બીજા વિચારે ય આવે ! આ મોટા મોટા અરીસા મૂકે છે તે ફડાક દઈને ફૂટે છે ! તેને બધા ચમત્કાર કર્યો એમ કહે, પણ આ તો બધી ઔષધિઓ છે વિજ્ઞાનની !! એટલે કોઈ દેહધારી માણસ ચમત્કાર કરી શકે નહીં. અને કાં તો આપણે એ વિજ્ઞાનનાં જાણકાર ના હોઈએ તો એ વિજ્ઞાની માણસ આપણને મૂરખ બનાવે કે “આ જો હું કરું છું.’ તે આપણને એમ લાગે કે આ ચમત્કાર કર્યો અને વિજ્ઞાન જાણ્યા પછી એ ચમત્કાર બે બદામનો ! ભગવાને પણ ભોગવ્યાં કર્મ ! એટલે આ બધું ફસામણ છે. અને બધાનું માનવું પણ તે ‘સાયન્સ” કબૂલ કરે એવું હોય તો માનવું. આમ ગપ્પા ના હોવા જોઈએ. આ ઠોકાઠોક ના હોવું જોઈએ. કારણ કે કૃષ્ણ ભગવાનને તમે જાણો છો ? આ કૃષ્ણ ભગવાન આમ પગ ઉપર પગ ચઢાવીને સૂઈ ગયા હતા અને પેલાને એમ લાગ્યું કે હરણું છે આ. તે બિચારાએ તીર માર્યું. અને તીર વાગ્યું ને મરી ગયાં, એ વાત જાણો છો ? ત્યારે એ તો નારાયણ સ્વરૂપ હતા. એ જાણો છો તમે ? તમને એમની કિંમત નથી, એટલી કિંમત અમને હોય. કારણ કે નારાયણ સ્વરૂપ એટલે નરનો નારાયણ થયેલો પુરુષ ! કોણ એ પુરુષ ! શલાકા પુરુષ, વાસુદેવ નારાયણ ! તો વાસુદેવ નારાયણની આબરુ લે એવું આ જગત, તો આ બીજા લોકો શું હિસાબમાં ?! તો બીજા લોકો તો અમથા રોફ જ મારે છે ને ?! તમને સમજાય છે ને દ્રૌપદીના ચીરતો ચમત્કાર (?)! પ્રશ્નકર્તા છતાં કૃષ્ણ ભગવાને દ્રૌપદીને ચીર પૂર્યા હતા અદ્ધર રહીને, એવું કહે છે ને ?! દાદાશ્રી : અરે, આ ગાંડી વાતો, દ્રૌપદીના ચીર ખેંચ્યા અને કૃષ્ણ ભગવાને પૂર્યા (!) અને આપણા લોકો માને ય ખરાં. અલ્યા, પણ કઈ મિલના ચીર હતા ?! પ્રશ્નકર્તા : પણ એક વસ્તુ છે ને, કે આવી વસ્તુઓનાં કારણે પ્રજાની અંદર ધાર્મિક ભાવના જળવાઈ રહે છે ને ? દાદાશ્રી : ધર્મની ભાવના જળવાઈ રહેને, તે કેટલાંય વર્ષ જળવાઈ રહી અને પછી “રીએકશન આવ્યું. આવું હોતું હશે ?! ઊલટાં ધર્મથી પર થયાં આ લોકો ! એટલે વૈજ્ઞાનિક, સાચી રીત જ હોવી જોઈએ કે જેથી કરીને ભાવના ભલે મોડી પેસે પણ કાયમને માટે ટકે. પેલું પહેલું તો ના ચાલે. નહીં તો એ પોલ કેટલાં વર્ષ ચાલે ?! છતાં આપણા હિન્દુસ્તાનમાં આ બધું એવું જ કરેલું છે. આમ ઠોકાઠોક કરીને પોલ ચલાવ્યા. ‘આવું પોલ શેને માટે મારો છો ? તમારે શું જોઈએ છે, તે આ પોલ મારો છો ? કશાકના ભિખારી છો !' એવું કહીએ આપણે. અને આપણે “અહીં’ તો કેવું છે ? બિલકુલ પોલ નહીં ને ! એટલે આવું ચોખ્ખું થશે તો જ હિન્દુસ્તાનનો શક્કરવાર વળશે !! ચમત્કારને નમસ્કાર કરે તે.... (?) એ તો અમને એક જણ વડોદરામાં કહેવા માંડ્યો. કહે છે, “દાદા, કંઈ ચમત્કાર કરીને, તે આખી દુનિયા બધી અહીં આવે.” પણ મેં કહ્યું. આ દુનિયાના મનુષ્યો તો ચમત્કાર કરીએ એટલે નમસ્કાર કરવા આવે. પણ ગાયો, ભેંસો, ઘેટાં, કૂતરા કયાં ચમત્કારને નમસ્કાર કરે છે ? તે મનુષ્યો એકલાં જ અહીં આવશે. અને જે ચમત્કારને પગે લાગે છે એ તો ગાયો-ભેંસો કરતાં ય ગયેલા છે ! નહીં તો આ આમાં અમે એક જ સાધના કરીએને, તો આ ટેબલ આમ ને આમ જ કૂદયા કરે. પણ તે તો બધા જ લોક ભેગા થઈ જાય, પછી શું જવાબ આપીએ આપણે ?! અને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32