________________
૧૩
ચમત્કાર કર્યો’ તો તમે શું કહો ? કે ‘આ તો બીજો ય કરી શકે, તમારી ડીગ્રી સુધી ચઢેલો માણસ, એમાં તમે શું કર્યું ?!’ જે વિદ્યા બીજાને શીખવવામાં
આવે અને બીજો કરે તો પછી એને ચમત્કાર ના કહેવાય. ચમત્કાર બીજો માણસ કોઈ કરી શકે નહીં ! એટલે ચમત્કાર ના કહેવાય. એટલે ચમત્કાર કોઈ જગ્યાએ માનશો નહીં. કોઈ ચમત્કારી પુરુષ દુનિયામાં થયો નથી ! છૂપી છે ત્યાં કંઈક ભીખ !
ચમત્કાર
ચમત્કાર તો કરનારો હજુ કોઈ પાક્યો જ નથી દુનિયામાં ! ચમત્કાર તો કોને કહેવાય ? આ સૂર્યનારાયણ અહીં હાથમાં લઈને આવે, તો એને
આપણે મોટામાં મોટો ચમત્કાર કહીએ. ત્યારે આ બીજા તો ચમત્કાર ગણાય જ નહીં ! વખતે કોઈ માણસ સૂર્યનારાયણ હાથમાં લઈ આવે, તો ય એ ચમત્કાર ના કહેવાય. કારણ કે એને કંઈક ભૂખ છે, ભૂખ્યો છે કશાકનો એ ! અમે તો એને કહીએ કે, શેનો ભિખારી છે, તે એમને ત્યાંથી હલાવ્યા ? એ જ્યાંથી પ્રકાશમાન કરી રહ્યા છે, ત્યાંથી તું શું કરવા હલાવે છે ? ત્યાંથી અહીં લાવવાનું કારણ શું હતું ? તું કોઈ ચીજનો ભિખારી છે. તેથી તું આ લાવ્યો ને ? કંઈક ઇચ્છુક હોય તે લાવેને ? કોઈ પણ ઇચ્છા હશે, વિષયની ઇચ્છા હશે, માનની ઇચ્છા હશે કે લક્ષ્મીની ઇચ્છા હશે. જો તું લક્ષ્મીનો ભિખારી છે, તો તને અમે બધી લક્ષ્મી ભેગી કરીને આપીએ. હવે એમને હલાવીશ નહીં. માટે જા તું એમને પાછો મૂકી દે ! શું જરૂર છે આની ? સૂર્યનારાયણ ત્યાં છે, પણ તે અહીં આગળ દેખાવ કરવા માટે લાવ્યો છે ? સાચો પુરુષ તો કોઈ ચીજને હલાવે નહીં. અવળહવળ કરે એ બધા ભીખ માગનારા ! હા, ભિખારી ને ભીખ માગનારા બધા ભેગા થાયને ત્યારે આવાં ચમત્કાર ને બધા તોફાન ચાલે ! અને તે આ ‘મેન્ટલ હોસ્પિટલ’ના લોકો માટે કરવાનું છે ! આપણે એની દાનત ના સમજીએ કે દાનત ખરાબ છે એની ! અને એમાંથી આપણને શું ફાયદો થાય ? આપણી એક ટંકની ભૂખ ના મટે ! અત્યારે દેવલોકોને અહીં બોલાવીને દર્શન કરાવે, તો ય આપણને શું ફાયદો ? એ ય વેપારી ને આપણે ય વેપારી !! હા, મોક્ષે જનારા હોય એવાં ‘જ્ઞાની પુરુષ’ કે તીર્થંકર હોય તો આપણને ફાયદો થાય. જેના દર્શન કરવાથી જ આપણા ભાવ પ્ર-ભાવને પામે, ભાવ ઊંચા આવે તો કામનું !
૧૪
ચમત્કાર
એટલે જ્યાં ડાહ્યા માણસ હોયને, જેને ‘ફૂલિશનેસ' ખલાસ થઈ ગઈ છેને, એ લોકો ચમત્કારને માને જ નહીં. આ ચમત્કાર તો બુદ્ધુઓને બુદ્ધુ બનાવવાનો માર્ગ છે, ડાહ્યાઓને નહીં !!
કે
એટલે મેં આ બધાંને કહેલું કે ઉપરથી સૂર્યનારાયણ કોઈ લાવીને દેખાડે તો પહેલામાં પહેલું પૂછજો કે ‘તું કઈ ચીજનો ભિખારી છે, તે તું અમને કહે એક વાર ?!’ હવે આવડું મોટું તો કોઈ કરી શકે એમ નથીને ? તો બીજા આ ચમત્કાર કહેવાય જ નહીં !
ચમત્કાર કે વિજ્ઞાત ?
પ્રશ્નકર્તા : તો આ ચમત્કાર જેવી જે વસ્તુ કહે છે તે ‘મેસ્મેરીઝમ’ છે ? એ વાસ્તવિકમાં છે શું ?
દાદાશ્રી : ચમત્કાર એટલે મૂરખ બનાવવાનો ધંધો ! આપણને સમજણ ના પડેને, એને આપણે ચમત્કાર કહીએ ! પણ એ હોય છે શું ? એ વિજ્ઞાન છે. જે વિજ્ઞાન આપણે જાણતા ના હોય, એને ચમત્કારરૂપે દેખાડે અને બીજું, એ નજરબંધી કરે. બાકી, આ ચમત્કાર જેવું હોતું નથી એટલું તમારે નક્કી માનવું. જ્યાં કિંચિત્માત્ર ચમત્કાર છે, એને જાદુગરી કહેવાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમુક લોકો ચમત્કાર તો કરી બતાવે છે ને બધાને અને બધાને ચમત્કાર દેખાય છે ય ખરો ને !
દાદાશ્રી : એ તો વિજ્ઞાન ના જાણવાથી ચમત્કાર લાગે છે. આપણે ત્યાં સત્સંગમાં એક મહાત્માને ચમત્કાર આવડે છે. મેં એને કહ્યું, ‘તું ચમત્કાર કરે છે, પણ ચમત્કાર તો ખોટી વાત છે,’ ત્યારે એણે કહ્યું, ‘દાદાજી, એ તો તમે એવું કહી શકો. મારાથી તો એવું ના કહેવાયને !' મેં કહ્યું, ‘તું ચમત્કાર કરે છે, એ શું છે, એ મને દેખાડ તો ખરો !' એણે કહ્યું, ‘હા, દેખાડું.’ પછી એને પ્રયોગ કરવા બેસાડ્યો. એણે દસ પૈસાનો સિક્કો એક ભાઈના હાથમાં આપ્યો અને મુઠ્ઠીમાં બીડી રખાવ્યો. પછી એણે શું કર્યું ? એક દીવાસળી સળગાવીને દૂર રાખીને આમ આમ, આમ છેટેથી હાથ ફેરવી મંત્ર ભણવા માંડ્યો. થોડીવારમાં પેલો સિક્કો મહીં મુઠ્ઠીમાં ગરમ થવા માંડ્યો. એટલે પછી એણે બીજી દીવાસળી સળગાવી.