Book Title: Chamatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ સંપાદકીય લોકોની માન્યતાઓનો પ્રવાહ અવળી દિશામાં ખેંચી જનારું પ્રબળ પરિબળ આ કાળમાં ઠેરઠેર છાઈ રહ્યું છે, અને તે છે ચમત્કાર વિશેની જાતજાતની અંધશ્રદ્ધાઓ જન્માવતી જાહેરાતો ! જે દેશની પ્રજા ચમત્કારોને માનતી, રાચતી ને પૂજતી થાય તે દેશનું અધ્યાત્મનું પતન ક્યાં જઈ અટકશે તેની કલ્પના જ થાય તેમ નથી. ચમત્કાર કહેવો કોને ? બુદ્ધિથી ના સમજાય તેવી બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હોય. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાનીમાં સમાય. બુદ્ધિની સીમા ય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! બુદ્ધિનાં બારણાં બંધ કરીને બ્રાંત શ્રાદ્ધામાં રાચતા થાય તે ના પોષાય. કેટલીક વિજ્ઞાનની સિદ્ધિ હોય છે તે જયાં સુધી જાહેર નથી થઈ ત્યાં સુધી ચમત્કારમાં ખપે પણ પબ્લીકમાં પ્રગટ થાય પછી એ ચમત્કાર ના કહેવાય. આજથી સો વર્ષ પર ચંદ્રમાં પર ચમત્કારનો દાવો કરીને પદાર્પણ કરનારાને ચમત્કારીક પુરુષ કે સાક્ષાત્ પરમાત્મા કહીને લોકો નવાજત ! અને આજે ?!!! ધર્મમાં ચમત્કાર આજકાલ ખૂબ જોવા મળે છે, જેમ કે માતાજી અંગમાં આવે, કંકુ ઝરે, હવામાંથી ભસ્મ આવે, વસ્તુઓ આવે વિ. વિ. આપણા લોકો એનાથી ખૂબ અંજાય પણ છે. થોડીવાર માટે અંતઃકરણ ત્યાં ચંભિત થઈ જાય ને દુઃખ બધાં ભૂલી જવાય ને આશાનું એક નવીન કિરણ પ્રગટે કે ‘હાશ, હવે મારા બધાં દુઃખો જશે. દેવ દેવીઓની કૃપા વરસી !' પણ થોડાક જ સમય પછી જુઓ તો બધું એમનું એમ. એક ચિંતા ઘટી ના હોય, અંતર શાંતિ જરીકે થઈ ના હોય ! માત્ર વાગોળ્યા કરવાની રહે એ વાત ! હા, લોકોને એટલા સમય પૂરતા ધર્મમાં પકડી રાખે એટલો ફાયદો સ્વીકાર્ય છે. આ કાળમાં ચમત્કારની ભ્રાંત માન્યતાઓને જડમૂળથી ઊખેડી નાખતા પરમ કૃપાળુ દાદાશ્રી સદા કહેતા કે ચમત્કારની યથાર્થ ડેફીનેશન તો સમજવી જોઈએને ? પણ ચમત્કાર કોને કહેવાય, એ ડેફીનેશન આ દુનિયામાં થઈ નથી. માટે એની ડેફીનેશન નથી એવું નથી. એની ડેફીનેશન હું આપવા તૈયાર છું. ચમત્કાર એનું નામ કહેવાય કે બીજો કોઈ કરી શકે જ નહીં. અને સિદ્ધિ એનું નામ કહેવાય કે બીજો એની પાછળનો કરી શકે. અત્યાધુનિક સમયમાં જ્યાં બુદ્ધિ વિજ્ઞાનક્ષેત્રે અવનવાં આશ્ચર્યોની પરંપરા સર્જવામાં વિકસી છે ત્યાં ભારતના લોકો જાતજાતની કૌટુંબીક, સામાજીક કે વ્યક્તિગત ઉપાધિઓમાં ચોગરદમથી ઘેરાયેલાં છતાં શાંતિથી જીવવા ઝઝૂમતા મનુષ્યોને જરૂર છે બળતરામાંથી ઠંડક ભણી દોરવાની, અંધકારમાંથી પ્રકાશ ભણી દોરવાની, નહીં કે આછાપાતળા અજવાળાને ય અંધારુંધોર કરવાની ! અધ્યાત્મના સાચા માર્ગે જનારાઓ, નરમાંથી નારાયણપદે જનારાઓની કક્ષાના મહાન મૂળ પુરુષોએ કયારે ય કોઈ ચમત્કાર કર્યો નથી ને તેમણે ક્યારે ય ચમત્કારને મહત્વ આપ્યું નથી. પાછળના સંતો ભક્તો સામાન્ય સમજી શકાય એવી વાતને પણ એક્ઝાગરેટ કરીને ચમત્કારોમાં ખપાવે. ભક્તો ભક્તિની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32