Book Title: Buddhiprakash 1955 03 Ank 03 Author(s): Nagindas Parekh Publisher: Gujarat Vidyasabha View full book textPage 5
________________ પ્રાસંગિક નેંધ : : ૬૭ આ ચે૫ આટલેથી અટક્યો નથી. શાળામાં ભણતા વિદ્યાથીઓમાં પણ પ્રસરેલો છે. કઈ પણ શાળા, હાઈલ કે કોલેજના વિદ્યાથીઓ આગળ જઈને ઘેાડી વાર ઊભા રહેતાં ગંદી ગાળોનો શબ્દપ્રયોગ છૂટથી સાંભળવા મળે છે. કોલેજમાં, કેર્ટોમાં, દેવાખાનાંઓમાં તેમ જ જાહેર સ્થળમાં જ્યાં જઈએ ત્યાં આ પ્રકારના હલકા વાતાવરણની અસર જણાય છે. લોકે સામાન્ય વાતવાતમાં તેમ જ વર્ષમાં અને શેકમાં જરૂર ન હોય ત્યારે પણ અશ્લીલ ભાષા વાપરતા જોઈ એ છીએ ત્યારે આપણું સમાજમાં આ અનિટે કેટલાં મૂળ નાખ્યાં છે તે સ્પષ્ટ દેખાય છે.. બદલે હું મારી લાગણી એક ટૂંકા વિધાનથી વ્યક્ત કરું? હું જે પાછો જુવાન બની જાઉં અને મારી આજીવિ શી રીતે મેળવવી, એને જો મારે ફરી વાર નિર્ણય કરવાને આવે, તે તે હું ફરી વૈજ્ઞાનિક કે વિદ્વાન કે શિક્ષક થવાનો પ્રયત્ન નહિ કરું, પણ એના કરતાં તો આજની પરિસ્થિતિમાં જે કંઈ થોડી સ્વતંત્રતા મળી શકે છે, તે મળી રહે એવી આશાએ હું તો કડિયે કે ફેરિયે થવાનું વધુ પસંદ કરું.' એક સામાજિક અનિષ્ટ શ્રી શાંતિલાલ દીનાનાથ મહેતા તરફથી એક પત્રિકા પ્રસિદ્ધિ માટે મળી છે. તે થોડી ટૂંકાવીને નીચે આપી છે? “આજકાલ આપણું સમાજમાં બીભત્સ એટલે ગંદી-અલીલ ગાળો છૂટથી તેમ જ અમર્યાદ રીતે બલવાની બદી ભયંકર પ્રમાણમાં ફેલાઈ ચૂકી છે. બીભત્સ ગાળે એટલે સામાન્ય ગાળે નહીં પરંતુ એ ગાળે એટલી હદ સુધી ગંદી હોય છે કે આવી ગાળો બોલનાર સમાજ વચ્ચે રહેવા કરતાં બહેરા બની જવું સારું એમ ઘડીભર આપણને લાગી જાય. આવી ગંદી * ભાષાને શબ્દપ્રયોગ કરવામાં લોકો એટલા બધા ટેવાઈ ગયા જણાય છે કે ઘરમાં અને ઘર બહાર, બજારમાં . અને જાહેર માર્ગો પર દરેક ઠેકાણે અશ્લીલતાથી ભરપૂર - શબ્દ કાનના પડદા પર અથડાય !– વધુ આશ્ચર્ય તો એ છે કે આવી ગાળો બોલતા વર્ગમાં કાળી વાધરી ઠાકરડા જેવી અશિક્ષિત અને પછાત કામેની ગણના રહી નથી પરંતુ તેમાં શિક્ષિત અને સંસ્કારી કહેવાતો સભ્ય સમાજ પણ થી ભળ્યો છે, એ હકીકત ખરેખર દુઃખદ છે. બીભત્સ શબ્દની બદીથી સમાજનું વાતાવરણ કસંસ્કારી બને છે. બાગબગીચા જેવાં જાહેર સ્થળોમાં વૃદ્ધોની મંડળી પાસે જઈને બેસીએ તે પણ એ જ બીભત્સતા! રાજમાર્ગો અને સિનેમા થિયેટરે, જાહેર દીવાલ અને મુતરડીઓ, રેલવે ટ્રેનના ડબ્બા વગેરે જાહેર જગાઓ બીભત્સ શબ્દોથી ચીતરાયેલી જોવામાં આવે છે. ત્યારે આ બદી સમાજના હાડેહાડમાં વ્યાપેલી હોવાની સ્પષ્ટ પ્રતીતિ જોવા મળે છે. વર્તમાન સમાજની અવસ્થાની આ ચોંકાવનારી હકીકત છે અને તે મિટાવવા રાષ્ટ્રના તમામ વિભાગોએ ગંભીરતાપૂર્વક પગલાં લેવાં જોઈ એ. સમાજ સુધારકે, વિદ્યાથી સંધ, શિક્ષક સંઘ, વિદ્વાને, સમાજસેવકો, પત્રકારે અને સાહિત્યકારેને અમારી વિનંતિ છે કે દેશનાં તમામ સ્ત્રી પુરુષો આ ભયંકર બદી દૂર કરવા પ્રતિજ્ઞા કરે અને સમાજને શુદ્ધ, પવિત્ર અને પ્રાણવાન બનાવે.” ૧૪-૩-૫૫ * * પૈસાવાળાઓ પિતાને પૈસે અને તેને લીધે મળતી સત્તા એ બંને વસ્તુ આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણ માટે બધાંની સાથે મળીને વાપરવા તૈયાર નહીં થાય તે હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું. –ગાંધીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36