________________
રજિ ૧ . બી. ૫૭૩૪
ગાંધીજીને-સમાજવાદ મારા સમાજવાદમાં ‘નિરાધાર, દીન, હીન' સર્વના સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂગાં અને બહેરાં વગેરે અપગેને ભેગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. લેકેના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુયે સ્થાન નહીં હોય, દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું, એ તેમની એકમાત્ર નેમ છે. દાખલા તરીકે.....પતાના એકેએક વતનીને મોટરગાડી મેળવી આપવાની છે. મારી એવી નેમ નથી મારી નેમ મારે, મારા વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ સાધવાની ને તેને વ્યક્ત કરવાની છે. આકાશમાં ઝગમગતા વ્યાધના તારા સુધી નિસરણી ઊભી કરવાની મારી મરજી હોય તેમ તેમ કરવાની મને છૂટ હોવી જોઈ એ. એને અર્થ એવો નથી કે મારે એવું કશુંક કરવા માંડયું છે. બીજા સમાજવાદમાં વ્યક્તિને કઈ જાતની સ્વતંત્રતા કે છૂટ નથી; તેમાં તમારું પોતાનું એવું કશું નથી, તમારું શરીર પણ તમારું નથી.
– ગાંધીજી
in Education internal
For Personal Private se Only
www.janarya