________________
ભાષણખોરોને
મુબારક
સોક્રેટીસ એક મહાન તત્વવેત્તા હતા. અને તે જમાનામાં તે અજોડ વક્તા હતો.
એકવાર એક જુવાન તેની પાસે ભાષણની કળા શીખવા આવ્યું.
એ જુવાને આવી તુરત જ પિતાની ઓળખ આપવા માંડી. પિતાના શિક્ષણ, વાચન, કુટુંબ તેમ જ મહત્ત્વાકાંક્ષા અંગે લગભગ બે કલાક બોલે રાખ્યું,
સોક્રેટીએ આ બધું શાંત ચિત્તે સાંભળ્યું. છેવટે જુવાને પૂછયું. “મને ભાષણ શીખવાડવા માટે તમે શું ફી લેશે?
તારી પાસેથી હું બેવડી–ડબલ ફી લઈશ.” સોક્રેટીસે ઠંડે કલેજે કીધું.
કેમ? બધા પાસે આપ જે ફી લે છે તેનાથી બમણ ફી શા માટે મારી પાસે માંગે છે?
મને તે એવું જાણવા મળ્યું છે કે આપને પિસાની પડી જ નથી. અને અહીં તે હું ઉ૯હું જ જોઉં છું.”
સેક્રેટીસે હસતાં હસતાં ધીમે ધીમે અને દરેક શબ્દ ઉપર વજન મૂકીને તે જુવાનને જવાબ આપેઃ
“એટલા માટે કે યુવાન ! મારે તને બેવડી–ડબલ વસ્તુ શીખવવી પડશે.
એક તો મૌન ધારણ કરવાની. બીજી મુદ્દાસર પ્રવચન કરવાની.” યુવાન આ સાંભળીને ઠંડો જ થઈ ગયે.