________________
તા. ૧૦-૭-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ
આત્મલ્લાસે સતત બળથી, સર્વને શાંતિ દેવા; ધારું ધારું હૃદય ઘટમાં, નિત્ય હો વિશ્વ સેવા. જીવનધ્યેયની ખુમારી તે તેમની આ પંક્તિઓ બતાવી જાય છે
જીવોની શાંતિ માટે, ભલા લેખે લખ્યાં કરશું; ખરે ઉપદેશ દેતાં રે, પડે જે પ્રાણ તો પણ શું?
આગળ ઉલલેખ થઈ જ ગયો છે કે શ્રીમની કાવ્ય સર્જના વિપુલ છે. અને ભજનના અગિયાર સંગ્રહોનું તેમનું કાવ્યપ્રદાન છે.
તે દરેકમાંથી વાનગી' રૂપે ચેડીક પંકિતઓ અત્રે રજુ કરવામાં આવે છે.
તે વાંચી કદાચ થશે કે અરે! આ તે નરસિંહ મહેતા બેલે છે! અને આ તે જાણે કલાપીની જ સંવેદના !!
એ સૌની શ્રીમદ્જીની કાવ્યો પર છાયા હોવા છતાં તે તેમની મૌલિક સર્જન છે એ સ્પષ્ટતા કરવાની જરૂર છે ખરી?
–ગુણવંત શાહુ
વાનગી અલખ દેશમેં વાસ હમાર, માયાસે હમ હૈ ન્યારા; નિર્મલ જ્યોતિ નિરાકર હમ, હરદમ હમ દુવા તારા.
[ભ. સં. ભા. ૧]
અલખ હમારા દેશ ખરા હૈ, અલખ હમારા નામ હૈ સિદ્ધ સ્થાન છે સત્ય હમારા, આશ્રય આતમ રામા અસલ ફકીરી અલખ વેશમેં, સદા ચિત્ત મસ્તાના છે; અલખ ધૂનથી હમ રંગાયા, જ્ઞાને સદા ગુલતાન હૈ.
[ભ. સં. ભા. ૨૩