________________
સ્વ. શ્રી ચીમનલાલ ત્રીભોવનદાસ દાણું
( ગઢ નિવાસી ) અવસાન : સંવત ૨૦૨૧ ના વૈશાખ વદ ૫
દાણું ત્રીભોવનદાસ ભાઈચંદ તથા કકલદાસ ભાઈચંદ બંને કૌટુંબિક ભાઈઓ હતા. શ્રી કમલભાઈને ગાંજાનું ભારે વ્યસન હતું. એક દિવસ લાંબા પ્રવાસેથી ગઢ પાછા ફરતાં રસ્તામાં તેમને એકાદ પૂજ્ય શ્રમણ ભગવંતને ભેટે થયો હતો. પૂજ્ય શ્રમણ ભગવંતશ્રીના ઉપદેશથી તેઓશ્રીને ઘણી જ પ્રેરણા મળી. તેઓશ્રીએ ગાંજાનો ત્યાગ કર્યો. અને દિક્ષા અંગીકાર કરી.
શ્રી ત્રીભોવનદાસ દાણીને બે પુત્રો અને એક પુત્રી હતા. શ્રી લક્ષ્મીચંદભાઈ અને શ્રી ચીમનલાલભાઈ.
શ્રી ચીમનલાલભાઈને પણ ધુમ્રપાનનું વ્યસન હતું. એક દિવસ તેને પણ તેમને ત્યાગ કર્યો.
તેઓશ્રીએ શત્રુંજય, સમેત શીખરજીની યાત્રાઓ કરી હતી.