________________
તા. ૧૦–૭-૧૯૬પ જૈન ડાયજેસ્ટ
[૫૯ પુંધરાની ધરતીને પોતાની પુણ્ય સુવાસથી ગત વરસે પાવન કરનાર તેમ જ અનેક જૈનેત્તર ભાઈબહેનને જેન ધર્મના રાગી બનાવનાર, પ્રસિદ્ધ વક્તા પૂજ્ય પચાસ પ્રવર શ્રી સુબોધસાગરજી ગણિવર્ય મ. સા., પૂ. મુનિરાજ શ્રી મનહરસાગરજી મ. સા. આદિ ઠાણુ પુંધરા સંઘની આગ્રહભરી વિનંતિને વિકાર આ ચાલુ સાલે પણ અનેક જૈનેતર ભાઈ-બહેનનો ઉદ્ધાર કરવા માટે પુંધરા (તા. વીજાપુર ) ગામે પધાર્યા છે.
પક આચાર્ય દેવેશ શ્રીમદ્દ પ્રેમસૂરિજી મ. સા. તથા પૂજ્ય પંન્યાસ શ્રી સુબોધવિજયજી આદિ શ્રમણ ભગવતિ મુંબઈ ગોડીજીના ઉપાશ્રયે ચાતુઆંસ માટે બિરાજિત છે.
સમાજોદ્ધારક, વિશ્વહિતચિંતક, પૂ. આ. ભગવંત શ્રીમદ્ ધર્મ સુરિશ્વરજી મ. સા., પૂ. સાહિત્ય વ્યાસંગી મુનિરાજ શ્રી યશોવિજયજી મ. સા. આદિ. ઘણા મુંબી નમિનાથના ઉપાયે ચાતુર્માસ માટે પધારતા તેમને સંઘ આનંદવિભોર બન્યો છે.
પાલનપુરમાં થએલ દિવ્ય ચમત્કાર પાલનપુરમાં ચાર્તુમાસ રહેલ આર્ય શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજીને મંગળવાર તા. ૨૯--૬૫ ના સવારે ૧૧ વાગ્યાના સુમારે મેટા દહેરાસરમાં આદિશ્વરજી ભગવાનની સન્મુખ અત્યવંદન કરતા તે વખતે ધ્યાનમાં મગ્ન થતાં જ દેવિક રીતિએ તેમના પર અપૂર્વ સુગંધિત વાસક્ષેપની શષ્ટિ લગભગ અર્ધો કલાક સુધી થયેલ હતી તે વખતે દહેરાસરમાં દર્શન કરનારાઓએ નજરો નજર જતાં આશ્ચર્ય પામ્યા હતા. તે પછી ઘણા ભાવીક લેકો દર્શનાર્થે આવેલા હતો. પાલનપુર શહેરમાં આવો દિવ્ય પ્રસંગ પ્રથમવાર જ હેવાથી અશ્રદ્ધાળુ માનવો પણ પ્રભુભક્તિ અને ભક્તિની દિવ્ય શકિતને સ્વીકાર કરતા થયા છે.