Book Title: Buddhiprabha 1965 07 SrNo 68
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 58
________________ ૫૬ ] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૩–૧૯૬૫ આ ઉપરાંત શ્રી ભેગીલાલ વાડીલાલ તરફથી પાઠશાળાના બાળકો તેમજ બાલિકાઓને પેંડા વહેંચવામાં આવ્યા હતાં. ને અધ્યાપક શ્રી કેવળદાસભાઈને રૂપિયા પચ્ચીસની રેકડ બક્ષિસ આપી બહુમાન કર્યું હતું. બપોરના શ્રા દલસુખભાઇ શીરચંદ ટ્રસ્ટ તરફથી ગુરૂપૂજા ભણાવવામાં આવી હતી. મુંબઈમાં ઉજવાયેલ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પુણ્યતિથિ (મુંબઈ) શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે ચોપાટીના જૈન ઉપાશ્રયમાં પૂ૦ પંન્યાસજી મહારાજ શ્રી કુશળવિજયજી મ. સા. ની નિશ્રામાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની ૪૯ મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. સેંટઝેવીયર્સ કોલેજના પ્રધ્યાપક શ્રી રમણલાલ સી. શાહે શ્રીજીની જીવન ઝરમર વિષે પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શ્રી એ. રા. પ્ર. મ. ના અધ્યક્ષ શ્રી તુલસીદાસભાઈ સવાઇ, શ્રી મનસુખલાલ તારાચંદ, શ્રી ગૌતમભાઈ શાહ, (જૈન સેવકના તંત્રી) શ્રી નટવરલાલ એસ. શાહ, આદિ પ્રવકતાએાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં, વવદ્ધ અને શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના સેવાભાવી ને ઉત્સાહી કાર્યકર શ્રી ફત્તહચંદ ઝવેરભાઈએ શ્રીમદ્જીનું વિસ્તૃત ગુણાનુગાન કરતું પ્રવચન કર્યું હતું. અને મંડળની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સવાનું સંચાલન શ્રી પોપટલાલ મણીલાલ પાદરાકરે કર્યું હતું. પૂજ્ય દાસજી મહારાજશ્રીએ પણ શ્રમજીને ભાવભીની અંજલિ અર્પી હતી. સૌ અનુકરણ કરે (કપડવંજ) અત્રે જેઠ વદ ૧૧ ના રોજ સાહિત્યપ્રેમી, ધર્મદુત વિતવર્ય શ્રી અભયસાગરજી મ. સા. ને પૂ. ગચ્છાધિપતિ આ. મ. શ્રી માણિજ્યસાગરસૂરિજી મ. સા. ના વરદ હસ્તે ગણિ પદાહણ કરવામાં આવેલ છે. સંધ આ મહોત્સવ ધામધૂમથી ઉજવવા માંગતા હતા. પરંતુ પૂજ્ય મુનિરાજશ્રીને દઢ સંક૯પ હતું કે આ ઉત્સવે તદ્દન સાદાઈથી જ ઉજવાય અને તે પ્રમાણે જ આ ઉત્સવ ઉજવાશે હતો. ખરેખર પ્રજન્ય મુનિરાજ શ્રી અવસાગરજી મ. સા. સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. પ્રગતિના પંથે (મુંબઈ) મી જૈન છે. કેન્ફરન્સ એલોયમેન્ટ એકશ્વેજ વિભાગની સભા

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64