________________
શ્રીમદ્છની કાવ્ય સર્જના અંગે
ચકિંચિત્ બધાજ સાહિત્યકારે કંઈ કવિ નથી હોતાં. અને જેમાં બંને હોય છે, મતલબ કે જેઓ ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવી શકે છે તેઓનું પદ્ય જ વિશેષ પ્રિય થઈ પડે છે.
શેકસપિયરના નાટકે તે યાદગાર છે જ; પણ તેના નાટકમાં આવતી કાવ્યપંકિતઓ વધુ યાદગાર છે.
ગોરા અને ઘરેબાહિરે જેવી મહા નવલે આપનાર ટાગોર વધુ જાણીતા અને વહાલા તેમની “ગીતાંજલી ના લીધે જ છે એમ કહું તે અતિશકિત નહિ જ ગણાય.
તેવું જ આપણું “કલાપી” નું છે. તેમની ગઝલ તેમજ જેટલા તેમના મંદાક્રાંતા લેકકંઠે તેટલા તેમના પત્રો તેમજ બીજુ સાહિત્ય નથી.
આનું કારણ મારા મતે તે કવિનું દર્દ, તેની સંવદના તજ તેની ખુમારી જેટલી તીવ્રતાથી કાવ્યમાં વણાય છે તેટલી ખુવારી ને વેદના તેનાં ગદ્યમાં વણાતી નથી, અને વણાતી હોય છે તે કાવ્ય જેટલી તે વેધક ને સચોટ બની શકતી નથી
કવિતાને શું એવું વરદાન હશે ? જે હોય તે. શ્રીમદ્જી પણ ગદ્યકાર કરતા વધુ તે કવિતાના જીવ હતા..
કવિ હતા.
પિતાના જીવન ધ્યેયને તેમણે ગદ્યમાં ક્યાંક કયાંક લખ્યું છે. પણ કવિતામાં તે જે રીતે રજુઆત પામ્યું છે તે વાંચીને તેમના એ ઉમદા અને ઉદાર ધ્યેય માટે તેમના ચરણે માથું નમી જાય છે. તે લખે છેઃ
દુઃખીઓનાં હૃદય દ્રવતાં, દુઃખથી આંસુડા એ; હું છું એવું, જગ શુભ કરું, કે ન રહે દુઃખડાએ.