Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૨૪૬ બુદ્ધિભા. अकबर अने अहिंसा धर्म. પ્રાતઃ રમણિય સમ્રાટુ અકબરનું નામ ઓળખાવવું નહીં પડે. ઈતિહાસથી અનભિજ્ઞ કે ઈતિહાસના રસ નહીં થવા લેકોએ પણ, જીવનના કોઈ વિરલ પ્રસંગે અકબરનું નામ સાંભળ્યું હશે. અને સમ્રાટના નામને યશ કદાચ તેમણે માંડેલા અનેક યુદ્ધ પ્રસંગોએ અપાળ્યું હશે. તથાપિ તેમના નામનું, તેમના અવતારનું, તેમના ચાયિનું મહત્વ તે સમષ્ટિ ભાવનાથી ચુકત સનાતન ધર્મવલખી તેમના વર્તન તારાજ અંકાયું છે. ઉત્તરાવસથામાં સમ્રાટ અકબરે સાચા આર્યને છાજે એવાં ઘણાં કાર્યો કરેલાં. અને હિંદુ કે ઈસલામ વર્ગ એ શહેનશાહથી સદા સંતુષ્ટ રહે, આજે પણ અકબરનું યશસ્વી જીવન બધી કેમેમાં આદરથી વંચાય છે; જો કે અકખરને જન્મ ઈસ્લામિક કુળમાં થયે હતે. મુખ્યત્વે કરીને અંગ્રેજી, બંગાળી, મરાઠી, હિંદી અને ગુર્જર ભાષામાં અકબરનું જીવન અને જીવનની રૂપરેખા ભિન્ન ભિન્ન દૃષ્ટિએ લખાએલ છે. હજુ નવી કલમે એ જાનું જીવન લખાયાં જાય છે. આમ એક તરફથી અકબરનાં જીવન લખાય છે, તે બીજી તરફથી માતા” જેવા પ્રતિષ્ઠિત બંગાળી માસિક પત્રમાં “અકબર નિરક્ષર હતા કે કેમ? એ પ્રશ્નના આલેચના-પ્રત્યાચના કરવા સારૂ કેટલાક સમર્થ ઈતિહાસ કટિબદ્ધ થઈ રહ્યા છે ! એતિકાસિક વિષયની વિશેષતા વાસ્તે આ પ્રકારના પ્રયાસે આશીર્વાદ રૂપ છે. શહેનશાહ અકબરના જીવનવ્રતને પરિચય કરાવનાર જેટલા અંગ્રેજી ભાષામાં ગ્રંથ પ્રકટ થયા છે, તેમાં હાલ એક નવા ગ્રંથનું ઉમેરણ થયું છે. તે ગ્રંથનું નામ “અકબર” છે, અને તેના લેખકનું નામ છે. વિન્સેન્ટ મિલ છે. સ્મિથે સાહેબે પ્રર ગ્રંથ તૈયાર કરવામાં હદ વાળી છે. અત્યાર થી જેટલા અંગ્રેજી ગ્રંથે, અકબરના જીવન સાથે સંબંધ ધરાવાર પ્રકટ થવા છે, તે સઘળાના ગંભીર અવલોકન પછી આ ગ્રંથ તૈયાર થયું છે. ટવું જ નહીં પણ ઇતર લેખકોએ અકબર વિશે પ્રતિપાદન કરેલું મહત્વ અને માહિતી ઉપરાંત રિમથ સાહેબે કેટલીક નવી પ્રસાદી રજુ કરી છે,–તેને અદ્યાપિ પર્યત કોઈ પણ પશ્ચિમના વિદ્વાને જાહેરમાં મુકી નડતી. અહીં એકાદ વરતુ ઉતારીશ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40