Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ સ્વીકાર અને અભિપ્રાય. ૨૮ ધરે કે ઠાકોર મહારાજાનું અસ્તિત્વ છે? કોઈ પૂછે કે તેવા ધર્મગ્ર વાંચનાર વર્ગ છે? હું કહીશ કે છે; વર્ગ તેને જ છે. તેને ધર્મજ્ઞાનના રસ બનાવવા તે ફરજ કે તે જવાબદારી લેખક અને પ્રકાશકોને જ શિરે છે, અને જે તે પ્રમાણે સમજવામાં આવે તે અત્યારે પણ એના એજ લેખ, પ્રજા જીવનની નજર સીનેમાનાં પુતળો અથવા તે ઉપરથી ઉતારેલા નામની નવલકથાનાં પાત્રોમાંથી ખસેડીને પરમ દયાળુ પરમાત્મામાં અથવા અવતારધારી મહાત્માઓમાં પરોવી શકે, અને જો આમ બને તે દેશની દશા ફરતાં વાર લાગે નહિ એ આ લેખકનો નમ્ર પણ મક્કમ મત છે. પરતુ એક રીતે વિચાર કરતાં પણ નામધારી નવલકથીઆ ગુર્જર લેખકોનો પણ ઘણે દોષ નથી દેખાતે “સંગત તેવી અસર થાય છે રવાભાવિક વાત છે. આપણે પશ્રિમ પ્રદેશોના સહવાસમાં પાછા-અનીચ્છાએ આપ્યા છીએ–એટલે “તેમની અસર ખાપણામાં ઉતરે” એવી દલીલ કે દર્શાવે તો અમુક અંશે તેને વજન આપી શકાય. કેટલેક અંશે” એમ કહેવામાં હેતુ રહે છે અને તે એજ કે સહવાસને અંતે આપણે તેમનું અનુકરણ કરવામાં જે વરતુ આપણું દેશજીવનને પ્રતિકૂળ હોય છે તેજ વસ્તુને (દેખીતી રીતે તે ધંધાને અંગે તેવી વસ્તુઓ સરળ લાગવાથી) ગ્રહણ કરીએ છીએ! આ ખેદની જ વાત છે. તથાપિ તે દેશની દિશા હવે ફરવા માંડી છે અને ધીમે ધીમે તે સિાના પૂજારી પ્રદેશોમાં ધાર્મિક ભાવનાનાં બી વવાવા લાગ્યાં છે; તેમ ન હોત તે મહાકવિ રવીન્દ્રનાથ કાકુરને કદાચ નોબેલ પ્રાઈઝ પણ ન મળત ! ત્યારે જે આમજ છે તે હવે આપણે આપણું સંભાળવું ઘટે છે અને શક્ય તેટલા પ્રયત્નએ ધાર્મિક સાહિત્યને, વિવિધ રીતે પ્રચાર કરવો પડે છે. આ ઉદેશને, જાણીતા ઐતિહાસિક ગુર્જર નવલકથાકાર શ્રીમાન ડાહ્યાભાઈ મહેતાએ સ્વીકારેલ જાણુને જ મને ખાસ આનંદ થયો હતો. અને આ ગ્રંથના ખરીદનાર વાચક વર્ગ પ્રથમ તેઓની પ્રસ્તાવના અચૂક વાચવાની, વિનિત ભાવે ભલામણ કરવામાં આવે છે આટલું તે “આનંદ” ના હેતુ માટે. પુરતની વસ્તુના સંબંધમાં શું કહેવું અને શું ન કહેવું એ એક પ્રશ્ન છે. પ્રસ્તુત પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ સુપ્રસિદ્ધ દેશ પૂજ્ય શ્રી રામકૃષ્ણ પરમહંસની જીવનલીલા છે અને પછીથી પ્રકીર્ણ લીલા પ્રસંગ ) આવે છે. પછી નાસ્તિક નર ચુસ્ત આરિત થએલા, તેઓના મહાન શિષ્ય આપણા દેશના પરમભક્ત શ્રી નરેન્દ્રનાથ જે સ્વામીને આપણે વિવેકાનંદને નામે ઓળખીએ છીએ. તેમનું જીવન આવે છે અને ત્યાર પછી અમૃતના બિન્દુ સરખાં, અને નિરંતર પાઠ કરવા જેવાં શ્રી પરમહંસનાં ૭૫૦ વચનામૃત-ઉપદેશામૃત” આવે છે. આમાં માનવજીવનને લગતા સઘળા વિષયોની ગૂંચ ઉકેલવામાં આવેલી છે અને જીવનના વહન માટે માર્ગ નિકંટક, સરળ અને મોક્ષપદ ભણું દોરાવનાર બનાવી દીધેલ છે. સઘળી વિગતેમાં વિસ્તાર પરેક ઉતારવામાં આવે તે એ દળદાર ગ્રંથ જેટજ બીજો ગ્રંથ તૈયાર થાય તેમ છે એટલે ગ્રંથ સંબંધી અત્ર અંગૂલિ નિર્દેશ કરાવામજ સંતોષ લેવો પડે છે. આ ગ્રંથ પ્રત્યેક ગૃહમંદિરમાં પધરાવેલો હવે જોઈએ અને પ્રાતઃકાળે નિયમિત રીતે તેમની પ્રસાદીના કાકાને વડે આત્માને પવિત્ર અને મહાન બનાવો જોઈએ. આ ગ્રંથની ભાષા, સાહારી (1) નથી. આ લખનાર પિતે

Loading...

Page Navigation
1 ... 37 38 39 40