Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ 282 બુદ્ધિપ્રભા, - - - - - તેને ગૃહકુટુંબમાં નિત્ય તે પંથ વાંચી સંભળાવે છે અને છેટાં-મોટાં સૈ તે સ્પષ્ટ રીતે સમજી શકે છે. આવી તળબદી ભાષામાં તૈયાર થએલા અપૂર્વ ધર્મતત્વપૂર્ણ દળદાર ગ્રંથમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની, સ્વામી વિવેકાનંદની તથા શ્રી રાધાકૃષ્ણ વગેરેની મમ્મીએ સંયુક્ત કરવામાં આવેલી છે તેની કિસ્મત પણ વસ્તુના પ્રમાણમાં અને હાલની મેંઘવારીના પ્રમાણમાં ઘણ ઓછી છે. ઓછી કિસ્મત રાખવાનું પ્રયોજન શ્રીમાન મહેતાને અમે પૂછ્યું હતું અને તેમણે કહ્યું હતું કે સો મધ્યમ સ્થિતિના મુમુક્ષઓ એક સરખી રીતે તેને લાભ લઇ શકે તેટલા વાસ્તે કિસ્મત ઓછી રાખેલી છે. આશા છે કે શ્રીમાન મહેતાની તે તુય ભાવનાને અવેલી , પ્રસ્તુત ગ્રંથને ગ્રાહકે ઉદારતાથી ખરીદી મળેલી સુન્દર તકનો લાભ લેવા ચૂકશે નહિ. કહેવાની જરૂર નથી કે આ ગ્રંથને ગુર્જરવિદ્વાનોએ આદરપૂર્વક વધાવી લીધું છે અને તે રા. બ. કમળાશકરભાઈ, બેરીસ્ટર મિ. મગનભાઇ, પ્રન્સિપાલ મિ. હીરાલાલ એફ, શ્રીમાન છગનલાલ પંડયા રા. ગણપતરામ ત્રવાડી, વગેરેના પુરતમાં અપાયેલા અભિપ્રાય ઉપરથી માલમ પડે છે. તેવા ઉપયોગી ગ્રંથની પ્રસિદ્ધિ ઉલ્લાસરામ નરોતમદાસ ભટના શ્રેય નિમિતે થઇ છે તે આશ્રયનું સાર્થક્ય થયું છે. વળી “આવજ અધ્યાત્મ જ્ઞાનનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાનાં કાર્ય માટે રૂ 1000 ) ની સહાયતા આપનાર” શ્રીમાન જગન્નાથ હિમ્મતરામને તેજ ધન્યવાદ ઘટે છે, તેમનાજ આશ્રય વડે “ઉપદેશામૃત” ને લાભ લઈ શકાય છે અને પુસ્તક સાથે શ્રીમદ્ ભગવદગીતા વિના મૂલ્ય શ્રીમાન જગજીવનદાસ હેતશંકર પંડયાએ પિતાના ખર્ચે વહેંચી આપી છે એ પણ અભિનંદન આપવા યોગ્ય વાત છે. આશા છે કે અન્ય શ્રીમાને આવું અનુકરણ કરશે. કેશવ હ. શહ, નોંધ. આ અકાની સાથે માસિકનું નવમું વર્ષ પૂરું થાય છે. જુલાઈ મહિનાથી તેને દસમું વર્ષ બેગશે. વર્ષ દરમિયાન ચાહકગણની તેણે જે સેવા બજાવી છે તે નિવેદન કરવામાં શ્વાઘાનું આળ આવવાના સંભવથી અમે તે વાત પડતી મૂકીએ છીએ. પરંતુ સેવા બજાવતાં જે મુશ્કેલીઓ નડી હોય તે નિવેદન કરવાનું અમે એટલા માટે વાસ્તવિક અને પ્રાસંગિક માનીએ છીએ કે જેથી ગ્રાહક તરફનો ( જે હોય તે) અસંતોષ કમી થાય અને અમારી મુશ્કેલીઓ સમજવાને પરિણામે ગ્રાહ તરફથી તે મુશ્કેલીઓ ટાળવા માટે જોઈતું બળ મળી શકે. ગયે વર્ષે માસિકને ન લેબાસની કક્ષામાં મુકતી વેળાએ અમે જે જે ઉમે, ગ્રાહુકગણના સતિષ માટે રાખી હતી તે, અણધારી ફાટેલી મરકીએ અને હાલની વધતી જતી સંખે મેંઘવારીએ બરાબર બર આવવા દીધી નથી. અમે આ સાચી રીતે સમજી શકયા છીએ. માસિકના સઘળા અંકો નિયમિત પ્રકટ નથી થયા અને લખાણુના કાળે કંક કમી, અપાયા છે એ પણ અમારી જાણ બહાર નથી, પરંતુ સન ગ્રાહકે હાલની મોંધવારીને જે તટસ્થ વૃતિથી વિચાર કરશે તે પિન્ટેજ બાદ કરતાં માત્ર એક રૂપિયા જેટલા લવાજમમાં અમે જે સાહિત્ય પૂરું પાડીએ છીએ તે ઓછું નથી-એની તેમને ખાતરી થયા સિવાય નહિ જ રહે એમ અમે ચેકસ રીતે માની શકીએ છીએ. વળી કવચિત છેડા ફરમાં કમ અપાયા છે તે તેને બદલે આ વર્ષ આપવી મેટમાં વળી જાય છે એટલે એ વિષે વિશેષ અસંતોષનું કારણ રહેતું નથી.

Loading...

Page Navigation
1 ... 38 39 40