Book Title: Buddhiprabha 1915 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ૧૩ ૦ બુદ્ધિપ્રભા. श्री जिनविजय गणी. શ્રી સત્યવિજયની પાટ પરંપરામાં શ્રી ક્ષમાવિજય શિષ્ય શ્રી જિનવિજય ગણી થયા છે. તેઓ સારા શ્રત અભ્યાસી અને ચારિત્રવાન હતા. શ્રી ભાગ્ય પંચમી (જ્ઞાન પંચમી)ના માહાસ્યનું મોટું સ્તવન તેઓશ્રીએ બનાવેલું છે, જે જૈન વર્ગના ગામેગામ દર મહિનાની શુક્લ પંચમીના દિવસે કહેવામાં આવે છે. તેઓશ્રીનું ચરિત્ર અમે વાચકવૃંદ આગળ રજુ કરીએ છીએ, અમદાવાદમાં સીવાડામાં શ્રી સીમંધર ભગવંતનુ મંદિર છે. તે દેવળની નજીકમાં દશા શ્રીમાળી જ્ઞાતીના ધર્મદાસ નામના શ્રાવક રહેતા હતા. તેમને લાડકુંવર નામની પ્રતિવ્રતા સ્ત્રી હતી. બન્ને ઉત્તમ કુકાનાં અને ધર્મિ હતાં, તેમની કીર્તિ બહુ સારી હતી. તેમને ખુશાલ નામને પુત્ર હતા. તેને સાત વરસની ઉમરે નામું અને લેખાં ( હીસાબ) શીખવા નિશાળે મુકો. સોળ વરસની ઉમ્મરે વિનય અને વિવેકમાં કુશળ થયો. તેમની ચતુરાઈ જઈને માતાપિતા ઘણું આનંદ પામતાં હતાં. ખુશીલની સોળ વરસની ઉમરના સુમારમાં પડીત ક્ષાવિજય ગણી જેઓનું ચરિત્ર ગયા અંકમાં આપણે વાંચી ગયા છીએ, તેઓ વિહાર કરતા અમદાવાદમાં પધાર્યા. શ્રી શામળા પાર્શ્વનાથની પળમાં શા. રાયચંદ પારેખ નામના શ્રાવક જેઓ ઘણા ધીિ હતા, હમેશ શાશક પાણી પીતા, અને જેડા નહિ પહેરવાનો જેમણે અભિગ્રહ લીધેલો હતે તેઓશ્રી ક્ષાવિજય ગણીના ઉપર ગુરૂ ભક્તિને રાગ ધરાવતા હતા. તેમના ઉપદેશથી ખુશાલચંદ શ્રી ક્ષમા વિજય ગણીને વંદન કરવા લાગ્યા. ગુરૂ મહારાજ સમયના જાણ હોવાથી ખુશાલચંદનામાં શ્રદ્ધા જ્ઞાનને વધારે થાય અને સંયમના સન્મુખ થાય એવા પ્રકારના ઉપદેશ તેમને આપવા લાગ્યા. આ સંસારમાં કોઈ વસ્તુ થિર નથી, જે વસ્તુને પ્રભાતમાં આપણે જોઈએ છીએ, તે બધાને જણાતી નથી, જેમને પુન્ય સંગે જે બાહ્ય પરિકરને સંયોગ પ્રાપ્ત થાય છે, તેને વિજોગ થતાં તત્ત્વ દષ્ટિવાન શોક કરતા નથી. જેમ કે માણસને સ્વપ્નમાં રાજ્યને ઉપભોગ થવાથી આનંદ થાય છે, તે આનંદ ક્ષણ માત્ર રહે છે. તેવી રીતે સંયોગ જન વસ્તુને સ્વભાવ જાણી વસ્તુના વિયોગ વખતે તે શોક કરતા નથી, કેમકે વસ્તુને તે સ્વભાવ છે. શબ્દરૂ૫ રસ ગંધના સંગથી પ્રાપ્ત થનારે આનંદ ક્ષક છે. દિવસ ઉગે અને આથમે છે, એમ દિવસે ચાલ્યા જાય છે. છતાં પોતાનું આયુષ્ય ઓછું થાય છે એવું મોહમાં તક્ષિન થએલા જેને લક્ષમાં આવતું નથી. મહાકાળ અનાદિ અનંત છે, તેમાં મનુષ્યભવ મહા દુર્લભ છે. કેમકે વૈર્ય આરાધન અને મુક્તિ પ્રાપ્તિને ઉધોગ એજ ભવમાં થઈ શકે છે. દેવપણું મળવું, પ્રભુતા મળવી, એ સુલભ છે પણું સ્વાદાદ રીતે વસ્તુ સ્વભાવની શ્રદ્ધા થવી દુર્લભ છે. વસ્તુ સ્વભાવની શ્રદ્ધા થયા છતાં વિષયવાન જેમ તેને છેડી શકતા ૧, શ્રી ભાગ્ય પંચમી એ દર સાલના કારતક સુદ ૫ ના રેજ હોય છે તે દિવસે જન વર્ગ પુસ્તકને બહુ માનપૂર્વક પાટ ઉપર પધરાવી તેનું કર્યું અને ભાવથી પૂજન કરે છે. યથાશક્તિ તપ કરે છે. એ તિથિના મહામ્યની સંસ્કૃત અને પ્રાકૃતમાં કથાઓ છે. એ તિથિએ તપસ્યાપૂર્વક જ્ઞાન આરાધના કરવાથી જ્ઞાનાવણું કર્મ ઓછાં થાય છે અને તેથી આરાધક પોતાની શાનરાપ્તિ પ્રગટ કરે છે. એમ શાસ્ત્રને ઉપદેશ છે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40