________________
બાદશાહના કુટુમ્બમાંથી દારૂ નિષેધ.
૧૫૧
વૈભવ સુખ અને સંપત્તિ આપે આ૫ આવીને ખડી થાય છે, માટે ગુરૂઓએ પોતાના સંત ચારિત્ર્યથી અત્યારે દુનિયા ઉપર ઘણે પોપકાર કરવાનું છે. દુનિયા અત્યારે સત ચારિત્ર્યવાન મહા પુરૂષોની વધારે ભુખી છે. વરસાદ મેઘ વરસાવે છે અને તાપને તૃષા છીપાવે છે, તેમજ દુનિયાના મહા પુરૂષ શાંતિ અને સમતાને વરસાદ જન સમુદ્રમાં વરસાવે છે માટે તેવા સંત પુરૂષોની અભિવૃદ્ધિ થાઓ એવું ઈચ્છું છું. હવે જે સંત પુરૂષો છે જેઓ ઉદાત ભાવે રહેનારા છે. કંચન અને કામનીના ત્યાગી છે પંચ મહાવ્રતના પાલણકાર છે તેવા ગુરૂએ અનંત જીવનના અભ્યાસીઓએ પ્રાપ્ત કરવા જોઈએ. સુકાની વિના જેમ સમુદ્રમાં નાવડું ચાલતું નથી તેમ આ દુનિયારૂપી મહાસાગરમાં ગુરૂ સુકાની વિના આપણી નૌકા ચાલતી નથી અર્થાત આપણું જોઈએ તેવું ભલું થતું નથી માટે શ્રીમદ્ આનંદઘનજીએ ઉપર બતાવ્યા પ્રમાણે અનંત જીવનના અભ્યાસીઓએજ ગુરૂ સ્થાપવા-હવે કેવો ઉપદેશ અનંત જીવન પ્રાપ્ત કરવામાં કારણભુત છે તે હવે પછીના અંકમાં–
बादशाहना कुटुम्बमांथी दारुनो निषेध. ॥ यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरोजनः ॥
श्रीमद् भगवद्गीता. દારૂનું વ્યસન કેટલું બધું નુકસાનકારક તથા નાશકારક છે, તેને માટે વિદ્વાન લોકોએ અને ખાસ કરીને આરોગ્યશાસ્ત્રના નિ પણ તબીબે આંકડાઓથી અને પ્રત્યક્ષ પ્રમાણોથી વારંવાર આપણી ખાત્રી કરી છે. બધાં ધર્મશાસ્ત્રો અને ખાસ કરીને હિંદુ ધર્મશાસ્ત્ર દારૂને એક અવાજે નિષેધ કરે છે, એટલું જ નહિ, પણ બ્રાહ્મણે તે દારૂને સ્પર્શ કરવામાં પણ દય માને અને મનાવેલો છે. દારૂનું વ્યસન શરીર, મન તથા બુદ્ધિને નાશ કરવા - વાળું વ્યસન છે. યાદવોએ દારૂના વ્યસનમાં ડૂબીને પોતાને હાથે પિતાને સંહાર કર્યો હતો, એ વાત પ્રાચીન ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આવી જ જાદવાસ્થળી હાલમાં યુરોપમાં ચાલી રહી છે, અને અમે તે માનીએ છીએ કે, યુરોપની આ જાદવારથળીનું નિદાન પણ દારૂ સરખાં વ્યસનમાંથી નીકળશે, કેમકે દારૂના વ્યસની લો કે ગમે એવા વિદ્વાન, શોધક અને બુદ્ધિશાળી હોય તે પણ તેઓ પિતાની બુદ્ધિની સ્થિરતા અને સારાસાર વિવેક બુદ્ધિ બેઈ બેસે છે. યુરોપની હાલની લાદનાં રાજદારી કારણે ગમે એવાં કહેવાતાં હૈય, પણ પ્રાથમિક કારણ તો, એ રાજદ્વારી પુરૂષોમાંના કેટલાક દારૂબાજ રાજદ્વારીઓની બુદ્ધિની અસ્થિરતા તથા વિષમતામાંથી, સારાસાર વિચાર અને વિવેકના નાશમાંથી, અને ન્યાય તથા અન્યાયના કાંટાનું મધ્યબિંદુ તેમની બુદ્ધિમાંથી ખસી ગયેલું હોવાથી, આવા બુદ્ધિના વિપસમાંથી જ ઉત્પન્ન થયેલાં હોય છે.
આવાં વિનાશકારક દારૂના વ્યસનમાં આખું યુરોપ ડૂબેલું છે ! અને હાલની યાદવાસ્થળમાં આખું યુરોપ સંડોવાયું છે ! યુરોપન-પશ્ચિમના દેશોને-“સુધરેલા દેશે શા માટે કહેવામાં આવે છે, તેને માટે અમે વારંવાર મહદાશર્ય બતાવેલું છે ! દારૂના વ્યસનમાં ભરચક ડૂબેલા અને પૂર્વે કદિ નહિ થયેલ એ દારૂણ સંહાર કરનારી ઘેર લડાઈમાં