Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
૧૫૬
બુદ્ધિપ્રભા.
અને નરમ થઈ ગયું જણાય છે. વળી મનમાં ને મનમાં ધિરે સાદે બેલવા લાગી –“ગઈ કાલની સાકીની સીરાઝ બડી જલદ નીકળી. જરા બાગમાં ફરીશ ત્યારે જ અંગ મોકળુ થશે !”
બેગમ સેલિમા પડદે ખસેડી હાર આવ્યાં. તે જણાયું કે, ખુલ્લી તરવાર સાથે એક તાતારી હેશ ભરી રહી છે ! બેગમને જોઈ હેણે અજાયબીથી શિર ઝૂકાવ્યું; પણ બેગમ સાહેબે ખીજાઇને સવાલ કર્યો. “ અમે ! તું અહિંયાં કેમ કરે છે વારૂ ? ”
બાદશાહ સલામત ખૂદના હુકમથી ” જવાબ મળે. સેવિમાએ વધારે જોરથી પૂછ્યું: – હેરેગીર ! શું બાદશાહ સલામત રાજધાનીમાં આવી ચૂકયા છે ?”
“ છે, એ વાતને ઘણીવાર થઈ ખૂટુ પનાહ ગઈ કાલ મધ્યરાતના પધારેલા છે !” ગઈ કાલે રાતના? ત્યારે મને કેમ લાવી નહિ ?”
થી તે કેમ કહી શકાય ? તે શાહ પોતે જાણે બેગમ સાહેબ ?” સેલીમાના જીગરમાં તે સાંભળી એક ખુમારી જાગી. જેની આંખમાં ને આશામાં એક ચાતકની માફક તરફડી રહી છે, ખૂલ્લી આંખોએ રાત ને રાતે જેની ઝંખનામાં વિતાવી છે–અરે! જેની જપમાળા જપવામાને જપવામાંજ ભુખ તરસ વિના-બેચેનીથી વખત ગાળે છે, તે ખૂદ બાદશાહ, પિતે અહીં આવી ગયા–અને મને બોલાવી કે સંભારીયે નહિ ? પણ સેલિમાએ મનને ઉભરો પાછો મનમાં જ સમાવ્યું. આખરે આશ્વાસન એમ માની લીધું
–“ જેને ઘેર ખૂબસુરતીના રોઝગાર-ત્યાં મેહબત શું ચીજ ? ” - મનને ઉડામાં ઉંડે તળીયે, સેલિમાને મેહબતની ખૂમારીને ધુમાડે વીંટળાઈ વીંટળાઈ પાછો ત્યોને ત્યાંજ સમી ગયે.
સેવિમાએ પુનઃ તાતારીને સવાલ કર્યો –“બાદશાહ ત્યારે હમણું ક્યાં છે?”
“આ આવાસમાં નથી બનું! જિન્નત મહેલમાં ગયા છે. આજ રાત્રિ જિન્નત બેગમને રણવાસે પસાર કરી છે. ”
“ ઠીક, જિન્નત બેગમનાં નસીબ ઉઘડયાં ! ” ઉડી ગયેલી ખુમારીને ગેટ વળી પાછે ઉભરી. કંઈક ડે અવાજે ફરી પૂછયું“મ્હારી બાંદી ક્યાં ગઈ” " કઈ બાંદી ? હુકમ કરો, હું બોલાવી લાવું ! ” “નવી બાંદી, હારી પેલી સાકીને બેલાવી લાવ! ”
તાતારી બાંદી આડુ હે મરડી જરા હસી“જેને આને સાકી ઉપરને ભાવ !” વળી જવાબ આપે –“એ કેદખાનામાં છે, બેગમ સાહેબા !”
સેલિમા એકદમ વિસ્મીત થઈ બેલી –“કેદખાનામાં એને કેદખાનામાં કોણે મેકલી?”
ખૂદ, સાહેબ આલમ બાદશાહ શાહજહાને ?” “શું, બાદશાહે?” “જી, હુકમ! હા ! ”
શા માટે?” તાતારી વળી મોં ફેરવી હસી! એમ મનમાં લાવીને કે જેને આ જાણે કાંઈ વાત જાણતી જ ન હોય તેમ ?” વળી બોલી, ગુનેહ શે હશે તે તે કઈ કહી શકાતું નથી.”
સેલિમા બેલી -બંદિખાનાની ચાવીઓ મારી પાસે લાવે. હું એને છોડી મુકું. મહે એને બડી મુકી છે, એ જાણી શાહ કંઈ પણ બોલશે નહિ!”

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40