Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ બર્ડીગ પ્રકરણ. ૧૬૦ મ. માસિકને વધારે बोडींग प्रकरण. મીટીંગ. ગત માસમાં રિવાજ મુજબ બેગના વિધાર્થી બંધુઓની દર રવિવારની ચાર મીટીંગ મળી હતી. તેમાં ગુજરાતીમાં ચારિત્ર્ય તથા ઐક્યતાના તેમજ ઇંગ્લીશમાં સંપ (friendship) તથા શહેરી જીવન (city life) અને ગ્રામ્ય જીવન (village life) ના વિષય ચર્ચવામાં આવ્યા હતા. છેલ્લા શહેરી જીવન અને ગ્રામ્ય જીવનના ડીબેટ ( સંવાદ) વખતે રા. રા. ચીમનલાલ સી. નાણાવટી બી. એ. એ તથા દોશી સોમચંદ પુનમચંદ બી. એ. એ હાજરી આપી હતી. બોર્ડીગના સુપીન્ટેન્ડન્ટની દરખાસ્તથી અને વિદ્યાર્થી સોમચંદ પીતાંબરદાસના ટેકાથી શ્રીયુત ચીમનભાઈએ પ્રમુખપદ સ્વીકાર્યું હતું. વિદ્યાર્થી વર્ગના ભાષણની પરિસમાપ્તિને અંતે પ્રમુખ સાહેબે તે વિષય ઘણજ સરસ અને ઉમદા રીતે વિદ્યાર્થી વર્ગને અનુકુળ ભાષામાં ચર્ચો હતો. તેમનું વિકતા ભરેલું અને દલીલો પૂર્વક ભાષણ સાંભળી વિદ્યાર્થી બંધુઓએ ઘણો જ સંતોષ જાહેર કર્યો હતો. છેવટે તેઓએ દાખલા દલીલ આપી શહેરી જીવનની શ્રેષ્ઠતા બતાવી હતી. અમે આશા રાખીએ છીએ કે શ્રીયુત ચીમનભાઈ બોર્ડીંગમાં હરવખત પધારી પોતાના અમુલ્ય વખતને ભોગ આપી પિતાની વિદ્વતાનો ફાળો પિતાના સ્વામી બંધુઓને આપશે અને બોડીંગને આભાર અલંકૃત કરશે એવી આશા રાખીએ છીએ. જેવી રીતે ધનીકે કોમની લાગણીવાળાઓ-સંસ્થાના શુભેચ્છકો સંસ્થાને પૈસા સંબંધી મદદ કરે છે તેવી રીતે અમારે જૈન વિદ્વાન વર્ગ જ્યારે તે સંસ્થાઓમાં પોતાની વિદ્વતાને ફાળો આપશે ત્યારે જ સંસ્થાઓને પૂરતી રીતે પોષણ મળશે. મદદગારાના ખર્ચેલા પૈસાનું સાર્થક થશે અને જેથી કરી કોમને ઉદય થશે માટે અમારા વિદ્વાન બંધુઓને અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ કે દરેક બંધુઓ આવી રીતની આપણી ચાલતી સંસ્થાઓને પોતપોતાની યથાશક્તિ મદદ આપશે અને વીરનું શાસન દિપાવશે એવી આશા રાખીએ છીએ. શ્રી બક્ષિશ ખાતે ૭૫-૦-૦ રા. ૨. ચતુરદાસ પરશોત્તમદાસ હ. પુંજાભાઈ અમદાવાદ, શામળાની પોળ બા. નવ - વરસ સુધી દર સાલ બોડીંગતે આપવાના કહેલા તે પૈકી પાંચમા વરસના આવ્યા છે. શ્રી માસિક મદદ ખાતે ૧-૦-૦ શા. વાડીલાલ ખીમચંદ, અમદાવાદ-પાંજરા પિળ. બા. માસ જુનને. ૭-૦-૦ બોર્ડીગના વિદ્યાર્થી શા. વાડીલાલ ચુનીલાલ રહેવાશી વિજાપુર હાલ આપિકાડેલાગા એબે બા. માસ જાનેવારીથી તે માસ જુલાઈ સુધીની મદદના હ. મણીલાલ મગનલાલ, ૪-૦-૦ રા.રા. બોર્ડીંગનાઓ, સેક્રેટરી વકીલ મોહનલાલ ગોકળદાસ અમદાવાદ પાંજરાપોળ. બા, ભાસ એપ્રીલ, મે, જુન અને જુલાઇની મદદના. ૮-૦-૦ રા. રા. છગનલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મોહનલાલ ગોકળદાસ અમદાવાદ લુણાવાડા બા. માસ જાનેવારી, ફેબ્રુઆરી, ભાચું અને એપ્રીલની મદદના. ૪-૦-૦ રા. રા. બોર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર જમનાદાસ સવચંદ અમદાવાદ વાઘણ પોળ. બા. માસ જુન તથા જુલાઈની મદદના. ૧૪-૦-૦ રા. રા. બોર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર ઝવેરી બાપાલાલ હાલચંદ અમદાવાદ ૯હેરીઆ પિળ બા. સને ૧૮૧૪ ના માસ જુલાઈથી તે સને ૧૯૧૫ ના માસ અગષ્ટ સુધીની મદદના.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40