Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ અનંત જીવન. ૧૪૮ શ્રેિણીએ ચઢે છે. પ્રત્યેક મનુષ્ય વ્યક્તિની અંદર રાણ તન અને સાત્વિજ વૃત્તિઓ સ્વાભાવિક રીતે રહેલી હોય છે તેમાં જેઓ આત્માથી છ -મુક્તિ પરાયણ જ છે તેઓ હંસની માફક tણ અને તમ પ્રકૃતિઓને લાત મારી કેવળ સાહિત્ય પ્રકૃતિને ભજે છે. તેના પિષક હોય છે. ડુંગરીના વાવેતરમાં કસ્તુરીને સ્વાદ હૈય નહિ તેવી જ રીતે ઉત્તર અને તમારા પ્રકૃતિઓને પોષણ આપ્યાથી તેનાં બીજાં હૃદય ક્ષેત્રમાં વાગ્યાથી કંઈ વિલ પ્રકૃતિનાં ફળ થતાં નથી માટે જેઓ ગુરૂ મહારાજાએ છે તેમને કેવળ સાત્વિક વૃત્તિના પિષક થવું એમ ધીમદ્ આનંદધનજી મહારાજ ઉપદેશે છે. જે દે રાગદ્વેષના ભાજનરૂપ છે તેવા દેવને પણ તેઓ આશ્રય કરતા નથી કારણ કે જે દે પિતે રાગદ્વેષને જીતી શક્યા નથી તેઓ અન્યના રાગદ્વેષ શી રીતે જીવી શકે ? માયાને બાંધેલ માયાને શું ચાવી શકે ! જે છુટેલો હોય તે જ અન્યને છોડાવી શકે. માટે જે રાગ ષના ભરપુર હોય તેમનું આલંબન ગુરૂ મહારાજાએ કદિ કરતા નથી પરંતુ જે વિતરાગ છે, સર્વજ્ઞ છે–મહા પ્રભુ છે જેમણે ઐહિક દુનિયાના સુખને લાત મારી કૈવલ પદદિવ્યજ્ઞાન સંપાદન કર્યું છે તેમને જ તેઓ ભજનારા હોય છે, તેમનું જ તેઓ સર્વદા રટણ કરનાર હોય છે અને કામ, ક્રોધ, લોભ, માન, માયા આદિ કષાયની પરિણતિનો પરાજય કરી શુદ્ધ આત્મિક સાત્વિક વૃત્તિના ધારક હોય છે. ખરેખર ખરા ત્યાગથી શું અલભ્ય. છે ? તેથી શું અપ્રાપ્ય છે અને એટલું પણ વાસ્તવિક છે કે જ્યાં સુધી ત્યાગ દશા સંપૂર્ણ ખીલવાની નથી ત્યાં સુધી આત્મિક કલ્યાણ ઘણે દુર છે. આચારાંગ સૂત્રમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી શિષ્યને ઉદ્દેશીને બેધ નિમિત્તે કહે છે કે –“હે શિષ્યો! જે તમને કઈ આવીને કહે કે અમુક સ્થળે ભય છે માટે તમારે તે સ્થળે વિહાર કરવો નહિ તે તમારે તેથી જરા માત્ર પણ ડરવું નહિ અને તે સ્થળેજ વિહાર કરે.” અહાહા ! શી ત્યાગ દશા ! ! ! શે દેહ ઉપરથી મમત્વ ભાવને છેદ ! ! ! ભગવતની શી મહા દશા ! ! ! ધન્ય છે મહા પ્રભુ ! અને ધન્ય છે તમારા બોધને! જ્યારે ખરી ત્યાગ દશા જાગશે ત્યારેજ આમાનું વાસ્તવિક કલ્યાણ થઈ શકશે. તે વિના જેટલાં સુખના માટે ફાંફાં મારવાં એ આશા મૃગ તૃષ્ણ જેવી છે. આ ઉપરથી આપણને સ્પષ્ટ જણાશે કે જે ખરી ત્યાગ છે એજ ધર્મગુરૂઓનું-યોગી મહાત્માઓનું શિરોબિંદુ છે તેજ તેમને મુકદમણિ છે. જે માગે તે જાય આવે આ ઉદારસૂત્ર ઘણું જ સ્મરણીય અને મનનનીય છે. વળી શ્રીમદ્ આનંદધનજી મહારાજે પણ કઈ અમુક સ્થને કહ્યું છે કે વસ્તુ છે જે અભિલાખે રે તે તે નાશે દુર.. માટે નિષ્કામ બુદ્ધિ ખીલવતાં શીખવું જોઈએ. જે ગુરૂએ પિતે તરે છે તેજ બીજાને તારે છે. માટે અનંત જીવનના અભ્યાસીઓએ પિતાને સદ રસ્તો સુચવનાર તરીકે માથે સર સ્થાપવા જોઈએ. સદ્ગર વિન કેણુ બતાવે, સાચા માર્ગ સગુરૂ વિન કોણ બતાવે. માટે જે સર છે તેમના ચરણે પાક થવું, કારણ કે અલંબન વિના પ્રાય: કરી કોઈ ઉચ્ચ શ્રેણી પર ચઢી શકતું નથી. અંધને લાકડીની જરૂર છે. વેલડીને ઉંચે ચઢવાને જેમ ભીંત અને વાદિની જરૂર છે. તેવી જ રીતે સત્ય માર્ગ મેળવવાને માટે સદગુરૂની

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40