Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૧૪૮ બુદ્ધિપ્રભા. ઉપાદેયનું સ્વરૂપ જાણી શકે છે, અને તેથી તેઓ શિષ્યને પણ તત મુજબ આદરાવી શકે છે. વળી જે ગુરૂ મહારાજાઓએ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપ ઓળખ્યું છે તે જ અન્યને ઓળખાવી શકે છે અને સત્ય માર્ગનું સ્વરૂપ સમજાવી શકે છે. વળી જેઓની ક્રિયા પણ એવા પ્રકારની હેવી જોઈએ કે જેથી આવતાં કર્મ હણાય. કર્મોના આગમનનાં ધારભૂત મન વચન અને કાયાની પ્રવૃત્તિઓ જેમની નિર્મળ અને અવઘ છે. વળી જેઓ સદ્દગુરૂએ હેાય છે તેઓ ગુરૂ પરંપરાથી ચાલતી આવેલી આજ્ઞાને ત્યજતા નથી. તેમજ - मुखपद्यं दलाकारं, वाचा चंदन शीतलं; मधुतिष्ठति जिह्वाग्रे, हृदयेतु हलाहलम्, મુખ કમળના દલ જેવું (ઠાવકું) વાણી ચંદનની માફક શીતલ-છ મીઠાશ પરંતુ હદયમાં ઝેર વ્યાપી રહેલું. આવી હલકી પ્રવૃત્તિને તેઓ ધિક્કારનારા હોય છે, કોઈને આમલી પપલી સમજાવી-પેલિટીકલ વેડા કરી-છળભેદ કપટાબાજી કરી છેતરાતા નથી તથા દેખવાના દાંત જુદા અને ચાવવાના જુદા. તેની પેઠે મુખે કંઈ અને હૃદયમાં કંઇ એવી પ્રવૃત્તિને વખડનાર હોય છે, સા વચની અને સત્યનીજ પ્રરૂપણું કરનાર હોય છે, અને જેવાં બહાર વેણ બોલે છે તેવી જ અંદર ભાવના રાખે છે, તે જાણે છે કે પરને ઠગવા જતાં પ્રથમ પિતાને આત્મા ઠગાય છે અર્થાત પ્રથમ પોતે ગાય છે. માટે તેવી પ્રવૃત્તિને સ્થાન આપતા નથી, તેમ કોઈને ઠગતા નથી. વળી તેઓ પવિત્ર હોય છે. તેમનાં આંદેલને નિર્મળ અને વિશુદ્ધ હોય છે. પાપની અસુચવાળાં હતાં નથી. જેથી તેમના સંબંધમાં આવનાર છે ઉપર પણ તેવાં શુદ્ધ આંદોલનની પ્રતિ છાયા પડતાં તે જીવનાં દુઃખ હણાય છે. તેમને શાંતિનો અનુભવ કેવળ તેમના દર્શનથી પણ થાય છે. સત પ્રવર્તનથી તેમનાં શુદ્ધ શાંત ઓજસની પ્રતિભા સંબંધમાં આવનારનું કલ્યાણ કરે છે. વળી તેઓ આત્મજ્ઞાનમાં રમનાર હોય છે, આતમજ્ઞાનના રસિક અને પિપાસુ છે એટલે તેઓ અન્યને પણ આત્મજ્ઞાનને ઉમદા બંધ કરાવી શકે છે. ગુરૂઓમાં જે શકિત, સામર્થ્ય અને સદ્દવર્તન હોય છે તે જ તેઓ શિન્નેનું ભલું કરી શકે છે. વળી શ્રીમદ્ આનંદઘનજી મહારાજ ગુરૂના સંબંધમાં ગુઢ માનવ મા, તનાવર કંડારે; तामसि वृत्ति सवि परिहरे, भजे सात्विक सालरे. शां० ગુરૂ મહારાજ વળી બીજી સઘળી ઉપાધિ દશાને છેડી દઈને ખરેખર આલંબનને ગ્રહણ કરનાર હોય છે. તમે ગુણવાળી ધી પ્રકૃતિને ત્યાગ કરે છે અને મને હર એવી સત્વ ગુણવાળી દયામય પ્રકૃતિને ભજે છે. જેઓ મહા પુરૂષ છે. ગુરૂના નામનું સાર્થક કરવાવાળા છે તેઓ આધિ (મનનું દુઃખ), વ્યાધિ ( શરીરનું દુઃખ ) અને ઉપાધિ (આવી પડેલું ) એમાંનું કોઈ પણ પ્રકારનું દુઃખ ધરતા નથી, અને સર્વ દુનિયાની જંજાળને તિલાંજલી આપે છે અને રાષ્ઠ માર્ગને આશ્રય કરે છે. જેમ વેલડી ઉચે જવાને ભીંતને આશ્રય કરે છે. તેવી જ રીતે ગુરૂ મહારાજ સિદ્ધ દશા પ્રાપ્ત કરવાને સિદ્ધ પુરૂષોને આશ્રય લે છે અને તેમના કર્તવ્યનું નિરિક્ષણ કરી ત મુજબ યથાશક્તિ કિયા આદરી ઉંચી

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40