Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી જિનવિજય ગણી. ૧૩૩ ગુરૂ સાથે અમદાવાદમાં થયું. એ ચોમાસામાં આ સુદી ૧૧ ના રોજ શ્રી ક્ષમતવિજયજી કાળધર્મ પામ્યા તેથી તેમની પાટે તેઓ શ્રી શોભવા લાગ્યા. ચોમાસું ઉતર્યા બાદ તેઓશ્રી પિતાના શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા, અને ચોમાસું ઘોઘામાં કર્યું. ચોમાસું ઉતરતાં શ્રી સિદ્ધાચલની યાત્રા કરી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ યાત્રા માટે પધાર્યા અને ત્યાંથી પાટણ આવ્યા. પાટણથી સંઘ સાથે આબુગીરીની યાત્રા કરી. આબુથી પંચતીથીની યાત્રાએ ગયા. શીલી, સાદડી, રાણકપુર, ધાણરાવ અને નાદુલાઈની યાત્રા કરી; અને ત્યાં ચોમાસુ કર્યું. ત્યાંથી નાંડલ જઈ શ્રી પાપભુનાં દર્શન કર્યા અને વરકાણુ પાર્શ્વનાથજીની યાત્રા કરી. ત્યાંથી વિહાર કરી પાછા પાટણ પધાર્યા અને ત્યાં સંધના આગ્રહથી ચોમાસું કર્યું. ચોમાસું ઉતરતાં સંધ સહિત પુનઃ શ્રી સંખેશ્વર પાશ્વનાથની યાત્રાએ ગયા. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથના દર્શનનો લાભ લઈને નવાનગર વિહાર કર્યો. નવાનગથી શ્રી ગીરનાર તિર્થની યાત્રાએ પધાર્યા ત્યાં શ્રી બાવીશમાં તીર્થકર શ્રી નેમીનાથ ભગવંતનાં દર્શન કર્યા. આ બીરનાર તીર્થ ઉપર શ્રી ને નીશ્વર ભગવંતનાં ત્રણ કલાક-દિક્ષા કેવળજ્ઞાન મેક્ષ–થયાં છે. ભાવી વીશીના તમામ તીર્થંકર ભગવંત આ તીર્થ ઉપર મેક્ષે પધારશે તેથી આ તીર્થને મહિમા શાસ્ત્રમાં ઘણું કહે છે. શ્રી ગીરનાર તીર્થની યાત્રા કરી પુનઃ શ્રી શત્રજય તીર્થની યાત્રા કરીને ભાવનગર પધાર્યા અને ત્યાં શ્રી આદિશ્વર ભગવંતની યાત્રા કરી. એ અરસામાં અમદાવાદથી ત્રણ જણ દિક્ષા લેવા માટે ભાવનગર આવ્યા. તેમને હિત શિક્ષા સાથે દિક્ષા આપી અને ભાવનગર ચોમાસું કર્યું (સંવત ૧૭૮૭). ચોમાસું ઉતર્યા બાદ તેઓશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં ઘણા ભાવિક શ્રાવકે એ ધર્મસાધન કરી ધમમાં વિશેષ શ્રદ્ધાવાન થયા. વૈશાખ સુદી ૧ (સંવત ૧૭૮૮ના દિવસે સામળાની પિળના રહેનાર પૂંજાભાઈ લાલચંદ નામના વિદ્વાન શ્રાવકને દિક્ષા આપી અને ઉત્તમવિજય નામ રાખ્યું. તેઓ પણ શાસનની પ્રભાવના કરનાર નિકળ્યા. એ માટે તેમના ચરિત્રથી આપણે જાણવાને ભાગ્યશાળી થઈશું. તે ચોમાસું પોતાના શિષ્ય અને ગુરૂભાઈની સાથે પ્રેમપુરમાં કર્યું. ચોમાસું ઉતર્યા બાદ તેઓશ્રી વિહાર કરતા વડોદરે થઈને શિષ્ય પરિવાર સાથે સુરત પધાર્યા સુરતના સંઘે ઉત્તમ ગીતારથ પંન્યાસ પધારવાથી તેમને ઘણું માન આપ્યું અને સેબપુરામાં નંદીશર અઠ્ઠાઈ મહારાવ કર્યો. ત્યાંથી ઘણા શ્રાવક સહીત ગંધારની યાત્રાએ પધાર્યા. અને ભગવંત વરપ્રભુનાં દર્શન કર્યા, ત્યાંથી આદ, જંબુસર વિગેરેની યાત્રા કરતાં સંવત ૧૭૯ નું ચોમાસું પાદરામાં કરવા સારૂ પાદરે પધાર્યા ત્યાં શ્રી વાસુપૂજ્ય જિનરાજનાં દર્શન કરી ઘણો હર્ષ પામ્યા. શ્રી જિનવિજયજી જેવા સમર્થ પંન્યાસ પિતાના શિષ્યો સાથે પાદરામાં માસે રહ્યા, તેથી પાદરાના સંધને જેમ મારવાડના લોકોને આંબાની પ્રાપ્તિથી જે હર્ષ થાય તે હવે થયો. ચોમાસામાં શ્રી ભગવતીસૂત્ર વાંચવાનું શરૂ કર્યું. ત્યાંના ચોમાસા દરમ્યાન તેઓશ્રી દરરોજ પાક્કી રાત્રે નવ પદનું ધ્યાન કરતા હતા, ત્યાં તેમને કંઈ શારીરિક વ્યાધિ થવાથી આઠ દિવસ સતત સાવધાન થઈને આરાધન પતાકા પઈને નામને ગ્રંથ સાંભળતા હતા, અને શ્રાવણ સુદ ૧૦ કુંજવારના રોજ સમાધીપણે તેઓશ્રી દેવાંગત થયા. આથી સંધ ઘણે શોકાતુર થશે અને દરેકના નયનમાંથી આંસુની ધાર વહેવા લાગી. ૧. કુંવાર અવે મંગળવાર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40