Book Title: Buddhiprabha 1915 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ૧૩૨ બુદ્ધિપ્રભા. પાલન કરવાને મહારામાં શક્તિ ઉત્પન્ન થશે, ને તેથી મને આનંદ થશે. મને ચારિત્ર ધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે. તેથી હવે ગૃહવાસમાં રહેવું એ મને દુઃખદાયી લાગે છે, માટે હે પિતાજી! આપ કૃપા કરી ચારિત્રધર્મ અંગીકાર કરવાની પરવાનગી આપે. - ખુશાલચંદના ચારિત્ર લેવાના તીવ્ર પરિણામ જોઇને તેમણે તેને તેના માટે અનુભતી આપી તેથી ખુશાલચંદને ઘણે આનંદ થશે. એ સમાચાર સંઘમાં ફેલાવાથી સંઘને ઘણે હર્ષ થશે, અને ખુશાલચંદના અવતારને સફળ માનવા લાગ્યા. સંવત ૧૭૭૪ ના કારતક વદી , ને બુધવારના રોજ સત્તર વરસની ઉંમરે તેમણે પંડિત ક્ષમાવિજય ગણી પાસે દિક્ષા અંગીકાર કરી. દિક્ષા વખતે ધર્મદાસ પિતાએ ગુરૂ મહારાજને વિનંતિ કરી કે, હું મારા પુત્રને હવે આપણા ખોળામાં મુકું છું, જેમ એ બહુ ગુણવાન થાય તેમ આપ કરજે. ખુશાલચંદને દિક્ષા આપી તે વખતે તેમનું ગ્રહસ્થાવાસનું નામ બદલીને જિનવિજય નામ રાખ્યું. જિનવિજય ઘણી વિનયવાન હતા. વિનય સહિત ભુતાભ્યાસ કરવાની સાથે ઉત્તમ પ્રકારે ચારિત્ર ધર્મ પાળવા લાગ્યા. સંવત ૧૭૭૪ ની સાલમાં પાટણમાં શ્રી રવિજય ગણીના વખતમાં સાતસો જીનબિબની પ્રતિષ્ઠા કરવાની હતી, તેથી શ્રી ક્ષમાવિજયજીને પાટણ તેમણે બેલાવ્યા. તે વખતે જિનવિજયજી પોતાના ગુરૂની સાથે પાટણ ગયા હતા, સંવત ૧૭૭૫ ના શ્રાવણ વદ ૧૪ ના રોજ પંન્યાસ શ્રી વિજય ગણી પાટણમાં કાળધર્મ પામ્યા, તે વખતે શ્રી ક્ષમાવિજ્ય ગણે તેમની પાસે જ હતા. તેથી શ્રી છનવિજયજી પણ પોતાના ગુરૂની સાથે છેવટ ૧૭૭૪-૫ ના ચોમાસામાં પાટણ હતા એમ જણાય છે. પાટણથી વિહાર કરી ગામે ગામ ફરતા તેઓથી અમદાવાદ પધાર્યા હતા. ત્યાંના સંધે ઘણું ઉત્સાહપૂર્વક પુરવેશ કરાવ્યા હતા. અને ગુફઆજ્ઞાથી માંડવીની પિાળમાં ચોમાસું કર્યું હતું. ત્યાં વિવિધ પ્રકારે ધર્મનાં કાર્ય થયાં હતાં. ઉપધાન વહનની ક્રિયા થઈ હતી. તેઓની વ્યાખ્યાન અને ઉપદેશ શૈલીથી લેકે ધર્મના કાર્યમાં ઘણે ઉસાહ ધરાવતા થયા હતા. અને ઘણું ભવ્યાત્માઓએ બારવ્રત ઉચયી હતાં, તેમની સાથે તેમના ગુરૂભાઈ તથા ચેલાએ માસું રહેલા હતા પણ તે કોણ કોણ હતા તેઓનાં નામ જણાતાં નથી. માસું ઉતર્યા બાદ તેઓએ પોતાના ગુરૂશ્રી ક્ષમા વિજયજી સાથે દક્ષિણતરફ વિહાર કર્યો. રામાનું ગામ યાત્રા કરતાં તેઓશ્રી ખંભાત પધાર્યા હતા. ખંભાતના તમામ દઇ. રાસરની યાત્રા કરી કાપી તીર્થ પધાર્યા. ત્યાંથી જંબુસર જઈ શ્રી પદ્મપ્રભુનાં દર્શન કર્યા. ત્યાંથી ભરૂચ આવી શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંતના દર્શનને લાભ મેળવી ગુરૂની સાથે સુરત પધાર્યા. સુરતના સંયે મોટા આડંબરે સામૈયુ કરી પુર પ્રવેશ કરાવ્યું. ત્યાં રહી પિતાના અભ્યાસમાં વધારો કર્યો અને સંધના આગ્રહથી સંવત ૧૭૮૦ નું ચોમાસું કર્યું. તે - માસામાં જીવદયાના, પ્રભુભક્તિના અને સ્વામિભક્તિના તથા પ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં હતાં. તેમજ વ્રત પચખાણ અને ઓચ્છવ ઘણા થયા હતા. ચોમાસું ઉતર્યા બાદ તેઓછી પિતાના ગુરૂ સાથે પાછા જંબુસર પધાયો. શ્રી ક્ષમાવિજયજીએ જંબુસરમાં ચોમાસુ કર્યું અને પિતે ગુરૂની આજ્ઞાથી રાજનગર (અમદાવાદ) પધાર્યા (સંવત ૧૭૮૧). તે માણું ઉતરતાં અમદાવાદના સંઘે શ્રી ક્ષમાવિજયજીને પધારવાને માટે વિનતિ કરી તેથી તેઓથી અમદાવાદ પધાર્યા. સંવત ૧૭૮૨ નું ચાલુંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40