Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી જિનવિજય ગી. ૧૩૫ છે. વર્તમાન ચોવીસ છનની સ્તવના નિમિતે બે ચોવીસીઓ બનાવી છે. સંવત ૧૭૯૫ માં રાજનગરમાં એકાદશીનું સ્તવન તેમણે રચ્યું છે એમ ઉપરના ગ્રંથમાં વિવેચનકારે જણાવ્યું છે. સમીત ધારગભારે પેસતાંછ”-એ સ્તવન તેમનું રચેલું જણાય છે. આકૃતિઓ ઉપરથી તેઓશ્રીના જ્ઞાનનું આપણને ભાન થાય છે એટલું જ નહિ પણ તેમનામાં અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કેટલો પડ્યો હતો તે સહેજ જણાઈ આવે છે. અધ્યાત્મજ્ઞાનના રસીક છતાં તેઓને ક્રિયા ઉપર અભાવ થએલે જણાતો નથી. એજ એમની શુદ્ધ શ્રદ્ધાનું આપણને ભાન કરાવે છે. વર્તમાનમાં જેમાં શ્રી આનંદઘનજી તથા શ્રી દેવચંદ્રજીની વીશીઓ વધારે પ્રચલીત છે. પણ શ્રી જનવિજયજીની ચોવીશીને વિસારી મુકવા જેવું નથી. તે દરેક ચોવીશીમાંથી, વાનગીરૂપે એક એક સ્તવન ને અત્રે આપવામાં આવશે તે તેથી જીજ્ઞાસુઓને તે વીશી વાંચવાની જીજ્ઞાસા થશે એ હેતુથી તેમ કરવાની ફરજ પડી છે. આ ચોવીશીઓ જે વીણી વીશી સ્તવન સંગ્રહ નામની બુમાં છપાયેલી છે, તેની પહેલી વીશીમાંથી શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન નિચે આપ્યું છે. શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન, (પોવનીયાને લટકે દહાડા ચાર–એ દેશી.) હારે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગ નાહ, વડે મીઠે ઈચ્છા જિનવર આઠમરે લોલ; હારે મારે મનડાને માનીતે પ્રાણ આધાર, જગ સુખદાયક જંગમસુર શાખી સમોરે લોલ. હાં” શુભ આશય ઉદયાચળ સમિતિ સુરજે, વિમળશા પૂરવદિશે ઉગ્ય દિપોરે લોલ; હો મૈત્રી મુદિતા કરૂણા ને માધ્યસ્થ, વિનય વિવેક લંછન કમળ વિકાસરે લોલ હા સદહલા અનુમોદ પરિયલ પૂરજે, પછી મનમાં અસર અનુભવ વાયરે લોલ; હા ચેતન ચકવા ઉપથમ સરવર નીરજે, - શુભ મતી બકવી સંગે રંગ રમણ કરે તેલ, હા જ્ઞાન પ્રકાશે નયણુડલાં મૂજ દાયને, જારે ખટ દ્રવ્ય સ્વભાવે થાપણેરે લેલ; હ જડ ચેતન ભિન્નભિન્ન નિત્યા નિજો, રૂપી અરૂપી આદિ સ્વરૂ૫ આપણેરે લોલ, હા લખગુણદાયક લક્ષ્મણ રાણી નંદજો, ચરણ શરીરૂહ સેવા મેવા શારિરે લોલ; હા” પંડિત શ્રીગુરૂ ક્ષમા વિજય સુપસાજો, મુનિ જિન જપે જગમાં જોતાં પારખીરે લોલ, અપૂર્ણ. વકીલ નંદલાલ લલુભાઈ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40