Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૧૩૬ બુદ્ધિપ્રભા. બીજી ચાવીશીમાંથી શ્રી પદ્મપ્રભુ જિનસ્તવન, (આ છે લાવણી દેશો.) પદમ ચરણ જિનરાય, બાળ અણુ સમકાય; જિવનલાલ દો ઘર ૫ કુલતિલોજી. હાદિક એતરંગ, અરીયણ આહ અભંગ; જિવનલાલ મારવા માન સતે શ્રેજી. ચઢી સંયમ ગજરાય, ઉપશમ છલ બનાય: જિવનલાલ તપ સીંદુરે અલંક૭. પાખર ભાવના યાર, સુમતિ ગુપતિ શિણગાર; જિવનલાલ અધ્યાતમ અંબાડીયે છે. પંડિત વીર્ય કબાન, ધર્મ ધ્યાન શુભ બાણ; જિવનલીલ ક્ષકસેન એના વળી જી. શુકલ ધ્યાન સમશેર, કર્મ કટક કીજે; જિવનલાલ સમાવિજયજિન રાજવીછ. શ્રી જિનવિજયજી એ પ્રમથ વીશીની રચના કરેલી ને પછી વીશીની રચના કરેલી છે એમ જણાય છે. બે વીશીમાં બીજી વીશીની તરીકે બુકમાં છપાયેલી વીશી પહેલી બનાવેલી અને પહેલી તરીકે છપાયેલી વીશીની રચના પછી થયેલી હશે એમ તે ચેવીશીઓનું ભનન કરતાં આપણને લાગે છે. આ વીશી અર્થ ગાંભીર્યની સાથે ઝમમાં એટલી ઉત્તમ છે કે તેમાં જણાવેલા રાગપુરઃસર ગાતાં જીજ્ઞાસુ આનંદ રસમાં લીન થઈ જાય તેમાં નવાઈ જેવું નથી. આપણામાં આવા સમર્થ ગીતાર્થ પંડીત થયા છે, એ આપણને મગરૂર બનાવે છે. મનુષ્યભવની અંદર સમકતની પ્રાપ્તિ થવી એ મહદ પુન્યની નિશાની મનાય છે. સમકિત પ્રાપ્તિની ઈચ્છાવાળા જીવની કૃતિ કેવી હોવી જોઈએ, અને તેમનામાં કયા ક્યાં ગુણે હોવા જોઈએ, એ સમતિના સ્તવનમાં બતાવેલું છે. એમની વીશીમાં પણ એ ભાવ પ્રગટ થાય છે. છપાયેલી વીશીમાં શ્રી આદિધર ભગવંતના સ્તવનમાં પતે સમકિત દાનની યાચના કરે છે, એ ઉપરથી તેમની ભાવના જણાઈ આવે છે. હાલના વખતમાં પિતાને સમકિત પ્રાપ્ત થએલું છે એવું સમજનારા બાળકને એ ઉપરથી સમકિતની પ્રાપ્તિ કેટલી કઠણ છે, એ જિનવિજયજી જેવા સમર્થ પંડીતની યાચના ઉપરથી જણાઈ આવે છે. શ્રી જિનવિજયજી સેળ વર્ષની ઉમ્મરે શ્રી સમાવિજયજી પાસે જાય છે, અને તેમને ઉપદેશ સાંભળી તેમને વૈરાગ્ય થાય છે અને તેઓ ચારિત્ર લેવાને ઉન્માદ થી પીતાની આજ્ઞા મેળવે છે. એ બનાવ હાલના જમાનામાં બોધ લેવા લાયક છે. ગુરૂને શુદ્ધ અને સમ્યગ ઉપદેશ નિકટભવી જીવને કેટલે જલદી અસર કરે છે, તે એ ઉપરથી સમજાય છે. જેમની વૈરાગ્યવૃત્તિ થઈ ચારિવ લેવાની પ્રગતી થાય છે તેઓ પોતાના આમવર્ગની સંમતિ મેળવવાને શકિતવાન થાય છે. આપ્તવર્ગની સંમતિ સાથે લેવાયેલી દિક્ષા ઉત્તરોતર કેવા ફળને આપનાર થાય છે એ આ ચરિત્રનાયકના ચરિત્ર ઉપરથી આપણને સારી રીતે સમજાય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40