Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ બહુ સુખ બત્રીશ્રી, बहु सुख बत्रीशी. ધમધમતરે મા, જીવા જીવાદિ તત્વવિત; જ્ઞાસ્યસિત્વ ચદાત્માનં, તદા તે પરમ સુખમ્. ૧ છવાછવાદિ તત્વને, ધર્માધર્મ પીછાણુ આત્મ તત્વને ઓળખી, પરમ સુખ પછી માણું. ૧ જીવ અજીવ વગેરે નવ તત્ત્વનું જાણુપર્ણ કરી, ધર્મ અધર્મને સારી રીતે ઓળખીને છે અનંત ! તું તારા આત્મસ્વરૂપને ઓળખીશ ત્યારે જ તું ઉત્તમ સુખ પામીશ જેણે આત્માને જાણે તેણે બધું જાણ્યું. ” “ તું તને પોતાને ઓળખ.” આ વાક્ય શું બતાવે છે? જ્યાં સુધી આત્મસ્વરૂપ એળખાયું નથી ત્યાં સુધી સિદ્ધિ નથી. “ જ્યાં લગી આત્મા તવ ચિ નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઈ. ” આટલા માટે પ્રથમ નવ તત્વ જાણવાની જરૂર છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર, નિર્જર, બંધ ને મેક્ષ એ નવ તત્વ છે. પાણીને ધારણ કરે તે જીવ કહેવાય છે, તેનું લક્ષણ ચેતન્ય સહિત છે. અજીવ તે જીવથી ઉલટા પ્રકારની જડ વસ્તુ જ લેવી. શુભ કર્મ કરવાથી તેને ઉદય થયે તેનાં જે ફળ ભેગવતાં આત્માને મીઠાં લાગે તે પુણ્ય છે અને અશુભ કર્મ કરવાથી તેને ઉદય થયે તેના જે ફળ ભોગવતાં આત્માને કડવાં લાગે તે પાપ છે. અવ્રત તથા અપચખાણુથી તથા વિષય કપાયે વડે ઇકિયાદિક સાધનોધારા પાપ રૂપી કર્મ જળપ્રવાહ આત્મા રૂપી તળાવમાં આવે તે આશ્રવ છે. એ કર્મ રૂપી જળપ્રવાહને વ્રત પચખાણાદિ વડે આવતા અટકાવીએ તે સંવર છે. આત્માના પ્રદેશ સાથે કર્મનાં પુદગલો દુધ પાણીની પડે એકત્ર બંધાઈ જઈ એક થઈ રહે તેનું નામ બંધ છે અને આત્મા સાથે લાગેલાં કમૅદેશથી જે વડે ખપાવી શકાય તે નિર્જર છે ને સર્વ પ્રદેશથી સર્વ કર્મનું છુટી જવું-સકી બંધનથી મૂકાવું તેનું નામ મોક્ષ છે. ધર્મની વ્યાખ્યા એવી રીતે આપવામાં આવી છે કે દુર્ગતિ પ્રયતત્માણી, ધારણુદ્ધર્મ ઉતે; સંયમાદિર્દશવિધઃ સર્વોક્ત વિમુક્તયે. દુર્ગતિમાં પડતા પાણીને ધરી રાખે તે ધર્મ કહેવાય છે. મોક્ષને અર્થે સર્વનું પ્રભુએ એ દશ પ્રકારને ધર્મ કહે છે. ચાર કવાયને એટલે ક્રિોધ, માન, માયા અને લેભને છોડી દઈ ક્ષમા, માદેવ, આવ, અને નિર્લોભતાને ધારણ કરી પાંચ મહાવ્રત બરાબર પાળવાં અને તપ સાધના કરવી એ દસ પ્રકારને ધમ કહેવામાં આવ્યો છે. પાંચ મહાબત તે આ છે:-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિયલ એ પાંચ મહાવત છે. પ્રમાદથી પણ કોઈ જીવને હણ નહિ, હાસ્યધાદિથી પણ જૂઠું બોલવું નહિ, એક તણ પણ આજ્ઞા વિના લેવું નહિ, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું અને પદાર્થો ઉપર મૂરછભાવ રાખવો નહિ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40