Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 2
________________ સ્થાપન સન ૧૮૬૯ સંવત ૧૯રપ, જૂનામાં જૂની (૪૬ વરસની) શાખા. જૈનધર્મનાં પુસ્તકો કીફાયત કિસ્મતથી વેચનાર. અમારે ત્યાં મુંબાઈ, ભાવનગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનીક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વિગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કિમ્મુતથી વેચવામાં આવે છે. વધુ વિગત સારૂ અમારું મોટું ક્યાટર્સંગ આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦નું અર્ધા આનાની ટીકીટ બીડી નીચેના શીરનામે મંગાવે. - લી. બાલાભાઈ છગનલાલ શાહ પુસ્તકો વેચનાર તથા પ્રગટ કરનાર, ઠે. કીકાભટની પળ-અમદાવાદ नवपद माहात्म्य संबंधी.अभिप्राय. * શ્રી નવપદ માહાત્મ્ય અને વીશ સ્થાનકાદિ તપ ગુણવણનમનામનું પુસ્તક અને અભિપ્રાયાર્થે મળેલું છે. તસંબંધે જણાવવાનું કે સદરહુ પુસ્તકમાં નવપદનું વર્ણન, વ્યવહાર તથા નિશ્ચય બંને રૂપે કરવામાં આવેલું છે અને સિદ્ધચક્ર આરાધન કરવાની વિધિ બતાવવામાં આવી છે તથા વીશ સ્થાનકનું સ્વરૂપ ઓળખીને તત્સંબંધી તપ કરવાની વિધિ સવિસ્તર દર્શાવી છે. કલ્યાણક એકંદર ચોવીશ જિનેશ્વરનાં એકસાવીશ થયાં છે તે બાબતની સમજ આપી છે, તથા તીર્થોના ક૯૫નું ભાષાંતર કરીને આ પુસ્તકમાં ઉપયોગી વધારે કર્યો છે તથા સદરહુ વિષયને લગતાં સ્તવના-પૂજા વગેરેથી પુસ્તકને અલંકૃત કરી વિષયને સારી રીતે સમૃદ્ધ કર્યો છે. આ પુસ્તકમાં બાળજીવોને સમજણ પડે એવી ભાષામાં અને એવી શૈલીથી વિષયને આલેખવામાં આવ્યું છે તે ઘણો લાભકર્તા થઈ પડે એમ છે. આ પુસ્તકના સંજક મુનિરાજ શ્રી કપરવિજયજી છે. આવા પુસ્તકોના લેખક તરીકે તેઓ જૈનોમાં ધણો પરિચિત છે. મુનિ શ્રી કર્પરવિજયજી તરફથી પુસ્તકો લખવામાં જે મહેનત ઉઠાવવામાં આવે છે તે અતિ પ્રશસ્ય છે માટે જૈનાએ તેવીજ રીતે તેમની લેખિનીને આસ્વાદ વારંવાર લેતા રહીં તેમના પરિશ્રમને સફળ કરવો જોઇએ ને આવા પુસ્તકોનો ફેલાવો કરવામાં વારંવાર ભદદ આપતા રહેવું જોઈએ. સાણ"દનું જૈન યુવક મંડળ વાં પુસ્તકો છપાવવાના જે પરિશ્રમ ઉઠાવે છે તેને માટે તેને ધન્યવાદ ઘટે છે ને આવાં પુસ્તકો છપાવવામાં અન્ય બધુઓ સાહાચ્ય અર્ધી સદરહુ મંડળને ઉત્સાહની પ્રેરણા વારંવાર કર્યા કરશે એમ આશા રાખવામાં આવે છે. લેખક-જનાચાર્ય બુદ્ધિસાગરસરિજી. | મુ, પેથાપુર-સં. ૧૯૭૧ શ્રાવણ સુદિ ૧૫ સ્વિકાર.. ૧ ચેતન કર્મ ચરિત્ર-સસ્તી જૈન ગ્રંથમાળા, પ્રકાશક મુળચંદ કરસનદાસ કાપડીઆ. ૨ સ્વાર્થ મારા અને વ્યભિચાર વર્ધક નિવેગ, પ્રકાશક મહાજ્યાતિ. ૩ શ્રાવિકા ધર્મ-જૈન હિતેષુ, પ્રકાશક વાડીલાલ મોતીલાલ શાહ, વિજ્ઞપ્તિઃ–અમારા સર્વે ગ્રાહક બંધુઓને વિજ્ઞપ્તિ કે અમે અમારા ચાલુ વર્ષના દ્વિતીય અંકમાં જે સુરત સાહિત્ય પરિષદમાં મુકાયેલા જૈન ગ્રંથોનું લીસ્ટ પ્રગટ કરવાનું જણાવ્યું છે તે અમે અમારા આગામી એકથી તે વિષયને સ્થાને આપીશું,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 40