Book Title: Buddhiprabha 1915 07 SrNo 04 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ બુદ્ધિપ્રભા, पंन्यासजी श्री क्षमाविजयजी. શ્રી કરવિજયજીના ચરિત્રથી આપણને જણાય છે કે તેમના મુખ્ય બે શિષ્ય પંન્યાસ હતા. એક શ્રી વૃદ્ધિવિજયેક અને બીન શ્રી ક્ષમાવિજયજી, શ્રી વૃદ્ધિવિજછ શ્રી ક્ષમાવિજય કરતાં દિક્ષામાં હેટા હતા, એમ જણાય છે. કારણ શ્રી ક્ષમાવિજયજીને દિક્ષા શ્રી હિવિજયજીએ આપી હતી. શ્રી કરવિજયજી પિતિ હયાતીમાં જ પિતાની પાટે શ્રી ક્ષમાવિજયજીને સ્થાપ્યા હતા. તેથી એમ અનુમાન થાય છે કે તે વખતે શ્રી વૃદ્ધિવિજયજીને અભાવ હોવો જોઈએ. શ્રી ઢિવિજજીના શિષ્ય પરંપરામાં હાલમાં કહ્યું છે, તથા તેમનું ચરિત્ર કે રાસ લખાયેલ છે કે કેમ તેની શોધ ચાલે છે. તે મળી આવશે તે તેમનું ચરિત્ર જાહેરમાં મુકવાની તજવીજ કરીશું, પટધર તરીકે શ્રી ક્ષમાવિજયજીનું ચરિત્ર* અને આપ્યું છે. મારવાડ દેશમાં શ્રી આગિરિ આવેલું છે. તેના ઉપર દેલવાડામાં જૈન મંદિરો છે. પ્રાચીન કારિગિરી અને કોતરણીના સંબંધમાં તે મંદિરની કીર્તિ દેશવિદેશમાં પ્રસરેલી છે. વિદેશી વિદ્વાન અને પ્રાચીન શોધળના અભ્યાસીઓ તેની ખાસ મુલાકાત લે છે, અને ફોટાઓ ઉતારી પિતાના દેશના લોકોને માહિતી આપવા લઈ જાય છે. - દેલવાડામાં ૪ જૈન મંદિર છે, વિમળમંત્રીએ બંધાવેલું શ્રી આદિશ્વરભગવંતનું બાવન જનાલય મંદિર મુખ્ય છે. જેની અંદરની કતરણનું કામ ઘણું જોવાલાયક છે. હિંદમાં પ્રાચીન શિલ્પીઓ કેટલા હોંશિયાર હતા તે બતાવનાર એ નમુને છે. બીજું મંદિર મંત્રિ વસ્તુપાલે બંધાવેલું શ્રી નેમિનાથ ભગવંતનું છે. તે દહેરાસરના રંગમંડપમાં પ્રવેશ કરવાના કારની બે બાજુ નકશીદાર આરસના સુંદર ગોખલા છે. જે દેરાણી જેઠાણીના ગેખલાના નામથી ઓળખાય છે. તેની પાછળ નવ નવ લાખ રૂપિયા ખર્ચાનું કહેવામાં આવે છે. આ દહેરાસર પણ બાવન છનાલય છે. દહેરાસરની પાછળની બાજુએ આરસના પથરના હાથીઓ છે તેની કારિગિરી જોવાલાયક છે. ત્રીનું દેરાસર શ્રી આદિશ્વર ભગવંતનું છે. તે ભામાશા શેઠનું બંધાવેલું છે એમ કહેવામાં આવે છે. શું દેરાસર એ મુખજીનું છે. આ દેરાસર સલાટ લેકેનું બંધાવેલું છે, એમ કહેવાય છે, દેલવાડાથી પૂર્વ દિશામાં ત્રણ ગાઉપર અચલગઢ નામની ટુંક છે તેના ઉપર મુખજીનું મંદિર છે. તેમાં ધાતુની મોટી સુંદર પ્રતિમાઓ છે. દેહરાસર ડુંગરની સઉથી ઉંચી ટેકરી (ક) ઉપર આવેલું છે. દેરાસરની અગાશી ઉપર ચઢી ડુંગરની કુદરતી રચનાનું અવલોકન કરતાં આહાદ થાય છે. ત્યાં પવન તે એટલે બધે આવે છે કે નબળા બાંધાના આદમીથી તે ટકી શકાય નહિ. • ક્ષમા વિજયજીની જન્મભૂમિ આબુજી ઉપર શી અચલગઢ નજીક હોવાથી પ્રસંશાનુwoo ટેમ સંબંધ છે. વળી આપવામાં આવ્યું છેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38