Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ મહાકવિ ફીરસો. ૧૦૮ તુરતજ “ આ ગામડીએ અહિ કયાંથી ?” એ વિચાર આવ્યું, અને તેણે હસીને કહ્યું: “કવિજનેની મિજલસમાં કવિએજ બેસવું જોઈએ.” આ સાંભળી તરૂણ હસન” અદબથી બેઃ “સેવક પણ છેડે ઘણો તે કળાને રસીયો છે.” પણ તેના આ બોલવા પર કેન્દ્રિ વિશ્વાસ બેઠો નહિ, પણ તેની પરીક્ષા જોવી. એમ ધારીને ઉત્સરી બેજોઃ “ઠીક અમે બધા કવિતાની એક એક લીટી બોલીએ છીએ અને છેવટની લીટી બોલી, જે તું પાદપૂર્તિ કરે તે, તારું કહેવું અમે માનીએ.” ઉભરાતા હૃદયે કિરદેસીએ અનુમતિ આપવાથી કિન્નરી પહેલી લીટી બોલ્યો – ચુ આર તૂ માહ ન બાશ૬ રોશન (સુન્દરી ! તારા વદનની પ્રભા આગળ ચંદ્રની પ્રભા કંઈજ નથી). અસદી નામના બીજા કવિએ બીજી કહીં: માનન્દ રૂખત ગુલ નબુવ૬ દર ગુલેશન (તારા ગાલની સ્પર્ધા કરે તેવું ગુલાબનું ફુલ કોઈ પણ ઉદ્યાનમાં જવાનું નથી.) ફખી નામવા કવિએ ત્રીજી પંક્તિ સંભળાવીઃ મુઝ ગાનત હમી ગુજરકુન અઝશન (તારાં નેત્ર કટાક્ષ કવચનું પણ દાણ (છેદન કરવું) કરવા સમર્થ છે). છેવટે ફિરદોસીએ નીચે પ્રમાણે પાદપૂર્તિ કરી માનન્દ સનાને ગીવ દર અંગે પશન (તેને પશેનના યુદ્ધમાં મહારથી ગીવ એને ભાલાની જ ઉપમા શે ) કિરદેસીની આવી ઉત્તમ કલ્પનાશકિત, ઈરાનના પ્રાચીન ઇતિહાસની માહિતી, અને આવું હિંમતભર્યું સ્પષ્ટ વકૃત્ય જોઈને તેને ભારે આશ્વર્ય લાગ્યું. ઉન્સારીએ આ સિવાય બીજી જુદી જુદી જાતની અગવડવાળા વિચિત્ર કઠણ કવિતાઓ બનાવવા કહ્યું તે પણ ફિરદેસીએ ત્યાં ને ત્યાંજ કરી બતાવી, અને પિતાને પુછેલા બીજા પ્રશ્નોના પણ ગ્ય ઉત્તર આપ્યો. આ સાંભળીને ઉત્સરીને અત્યંત આનંદ ઉપજે, અને પીરસી જેવા કવિરત્નને પ્રથમ ન ઓળખ્યો તે માટે તેની ક્ષમા માગી અને તેને પિતાને ત્યાંજ રાખી લીધે. આવી રીતે અચાનક રિસી જેવું કવિરત્ન મળવાથી ઉન્સરીને ઘણો આનંદ થયે, કારણે તે એક ચિંતામાંથી મુક્ત થયા. મહમદ ગિઝનવી તેને ઘણા વખતથી ઇરાનના પ્રાચીન ઈતિહાસ સંબંધી એક મહાકાવ્ય લખવાનું કહ્યા કરતું હતું. પોતાની શક્તિની તે બહાર હેવાથી અગર બીજા કારણે તે આગળ પર મુલત્વી રાખ્યા કરતે હો, ને શાહને નવાં નવાં બહાનાં બતાવતે હતે. કિસીને આ બાબતની ખબર પડતાં જ તેણે મેટી ખુશીથી એ કામ કરવાનું માથે લીધું. ઉન્સરીને આથી અત્યાનંદ થયો, ને એક પ્રસંગ બાદઘાહની સાથે તેની મુલાકાત કરાવી, બધી હકીકત તેના કાનપર નાંખી. બીજા બાદશાહોની ભાઠકજ મહમદ ગઝનવી પણ પોતે સ્તુતિ પ્રિયજ હતું. તેણે ફિરદોસીને પિતાની સ્તુતિ જેમાં હૈય તેવું એકાદ સુંદર કાવ્ય કહેવા જણાવ્યું. ફિરદેસી શિદ્ય કવિ હેવાથી તેણે બિલકુલ વિલંબ ન લગાડતાં મહમદને રૂચે તેવી સરસ અને અતિશક્તિવાળી કવિતા કરી ગાઈ બતાવી. તેજ દિવસથી કિરદેસીને બીજા રાજ કવિઓની માફકજ માનમરતબો મળવા લાગ્યો. ગિઝનવીએ તેને પિતાના ખાસ બાગમાં રહેવાની જગ્યા આપી, અને તેની

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38