Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ સાયન્ટિસ્ટનું સ્વર્ગ. ૧૧૫ “પરણું? મમ્હારી આ પ્રિય સૃષ્ટિને બે વફા થાઉં?” “બે વફા કેવી રીતે ?” આ આનદી કુલ, આ બાલક ડે, અને મ્હારે હાથે ઉછેરેલાં આ લક્ષને હું જ નાશ રૂપ થઈ પડું? શું આને ખાતર મહારો આ સ્નેહીઓને ત્યાગ કરું? મહારી નિદોષ કુદરતને હું તરછોડું? મિત્ર ! જીંદગી પછી શા કામની?” તેણે નઝર નીચી કરી દીધી. એક સફેદ કુલની પાંખડી તેડીને કાંઈ પણ હેતુ વગર આંખ આગળ ધરી શૂન્ય હૃદયથી તે હસવા લાગ્યો. “પરંતુ પરણીને આ બધું ક્યાં નથી કરાતું?” “એટલે પરણ્યા તે સ્ત્રીને બેવફા થવું.” બેવફાઇને આ વિચિત્ર ખ્યાલ હમારામાં ક્યાંથી આવ્યા ?” “કેમ? કોઈ એક મહાન લેખક કે સાન્ટિસ્ટની જીંદગીને અભ્યાસ કર. આવા પુરૂમાં, પરણ્યા છતાં, પરણેલી સુખી જીંદગી કેટલાએ ભોગવી છે?” “એક તે હારા વ્હાલા ડાર્વિને.” “હજારમાંથી એક અને એ કેવી યુગલ આ પૃથ્વી ઉપરનું હતું એમ હું માનતા નથી.” ત્યારે મંગળમાંથી ઉતરી આવ્યું હશે.” અમે બને હસી પડ્યા. મારા મિત્રે પેલું સફેદ કુલ સ્તુને માયું. મહારું કહેવું ન સમજવાને તુ પ્રયત્ન કરે છે. ” તે બોલ્યો. “ઘણા હેટા સમૂહમાંથી એકાદ આવાં સુખી જોડાને દાખલો મળી આવે છે તેથી મહારું કહેવું છેટું કરતું નથી. આવા આત્માઓ જેટલા માનુષી છે હેના કરતાં વધારે પેગમ્બરી અને અમાનુષી છે. બાકી તો, લેખક કે સાયન્ટિસ્ટ, ગમે હેનું જીવન તપાસ. જગતની આંખે કદાચ આવા લોકો બેકદર માલમ પડયા હશે. જગતે હેમને બેદર્દ કહી તુચ્છકારી કાઢયા હશે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હતી કે જગત કહે છે તેવા “દર્દી ” થયા હેત તો હેમનાં ખરાં સ્નેહ સ્વને અને હેમની ઉચ ભાવનાઓને હેમને ત્યાગ કરવો પડત.” છેલ્લા શબ્દોથી હુને આશ્ચર્ય લાગ્યું. વાત રંગ પકડતી હતી. મારા મિત્રને આત્મા ધીમે ધીમે ખુલ્લો થતા હતે. કાં તે મનુષ્ય હૃદયને નીરસ ટુકડે હેનામાં હતો, અથવા તે કઇ ફિરસ્તાને આત્મા ત્યાં છુપાયો હતો. મેં પૃથક્કરણ કરવા માંડયું. જાણે આખી મનુષ્ય જાતિને અપમાન થયું હોય અને હેમાંની વ્યક્તિ તરીકે મને પણ અપમાન લાગ્યું હોય તેમ હું બે. દર્દ શું અને સ્નેહર્ગ શું તે હમજે છે? આવી ચેતનરહિત વસ્તુઓ તરફ મેહ એ હારી ઉચ્ચ ભાવનાઓ ! એ હારું દર્દ ! એ હારાં સ્વર્ગો ! ભાઈ! હારી ને દયા આવે છે. સ્વર્ગ તે તું પરણશે ત્યારે જ જોઈ શકશે. ક્યાં સુધી આવી એકાના જીદગીમાં રહેવું હને ગમશે? ક્યાં સુધી આ મિયા માં ભમ્યાં કરીશ? શું મનુષ્યજાતિના ઉચ્ચ નેહથી તુ બે નસીબ છે? કાંઈ વિચાર કર અને—” ' અચાનક તેણે અહાસ્ય કર્યું. મેં ખીજવાઈને પૂછયું, “કેમ? એટલું બધું હસવા જેવું મેં કહ્યું? પરફયા વગર સ્નેહ શું તે તું શું જાણી શકે ? ”

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38