Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૧૪ બુદ્ધિપ્રભા. सायन्टिस्टर्नु स्वर्ग. પણ તું પરણતે કેમ નથી ?” એક હાની ગોળ ટેબલ ઉપર ટોપી ફેંકી ખુરશી પર પડતાં પડતાં મેં પ્રશ્ન કર્યો. મહારો મિત્ર એક સુંદર ફુલની પાંખડીઓ તેડી તેડીને તપાસતે હતે. તે એક બાયોલેંજીસ્ટ હતે. ડાર્વિનની માફક આખી જીંદગી કુલ તથા છોડ, પ્રાણુઓ તથા પંખીઓ, વિગેરે કુદરતના મુંગા પણ મહાન સમાજમાંજ મળી જઇને ગાળવા માંગતા હતો. હેટી ઉમરને છતાં તેના માનીતાં ફુલેના જે જ સુકમલ તથા બાળકના જે આનંદી હતે. હેનાં નિર્દોષ હાસ્ય વગર એક પણ દિવસ મહને હેન પડતું નહિ. ગ્રામ્ય જીદગીનું વર્ણન લખતાં એક લેખક કહે છે કે “ બાળકને મળવું છે તે હેમને ઘેર ન જતા. ગામના વડ તળે કે તળાવની પાળ ઉપરજ તેઓ હમને મળશે.” મ્હારા મિત્રનું હેવું ઠેકાણું એને માનીત બાગ હતા. પ પ નૂતન જીવવાળા છોડની કરેલી “નિરી”માં એકાદ ખુણામાં કોઈ ન્હાના છેડની, એક માતાની માફક સંભાળ લે તે મળી આવતે. એક બે ખુરશી અને એક હાની આરસની ટેબલ ત્યાં નાખી હતી, એક ન્હાના પણ સુંદર હજભાં કમલ તથા પાણીના બીજા વેલાઓની જાળ ગુંથાઈ ગઈ હતી. હેજ બારીક અવલોકનથી જણાઈ આવતું કે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે જ તે બાગ હતે. દરેક ઝાડ ઉપર હેનું નામ તથા હેને વર્ગ લખ્યાં હતાં, અહીંજ હેનાં મનનું વિશ્રાન્તિસ્થાન હતું. અહીંજ હે ઈશ્વર હત-સ્વર્ગ હતું. “પણ તું પરણુત કેમ નથી?” ધાર્મિક, સાંસારિક કે શાસ્ત્રીય, ગમે તે વિષયની ચર્ચાને “શ્રવ” મહા આ પ્રશ્ન હતા. આ જ પ્રશ્નથી હું હેને હંમેશાં સતાવતો અને હેનાં મીઠાં હાસ્ય રતે. હમેશની ટેવ મુજબ તે હસી પડે. મનુષ જાતિની જીદગીમાં સંક્રાન્તિ લાવનાર આ પ્રશ્ન સાંભળી એક ફિરસ્તાના જેવું ઉમદા હાસ્ય તે હસતા. આ હાસ્યનું પૃથકરણ હું બરાબર કરી શક્યો ન હતો. તે તિરસ્કાર યુકત તે નહિજ પણ શાન્ત અને સંધ હતું, અને એવી રીતે મેહક હતું. મારામાં મિશ્ર લાગણી ઉત્પન્ન કરતું. મેં હેના આત્માને હજી પૂરો ઓળખે ન હતે. “હસવું છોડી દે અને સીધો જવાબ આપ.” મેં કાંઈક ગાંભીર્ય ધારણ કરીને કહ્યું. “પણ ત્યારે કહેવું છે શું?” “એજ કે આ બધાંની ખાક કર.” અને ?” “પર.” હેનાં હાસ્યની મધુરતામાં દયા અને દિલગીરી વધ્યાં, આ વખતનાં હેના હાસ્ય મને હસાવ્યો નહિ. આંખ જમીન તરફ રાખી, ફક્તત નજર ઉંચી કરી, પિતાના ન્હાની વસ્તુઓ તપાસ વાના કાચ સાથે રમતાં રમતાં તે બે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38