Book Title: Buddhiprabha 1915 07 SrNo 04 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ આગમેદય સમિતિ પર વિચાર, વાણી અને કાયાથી જૈન શાસન સેવાના કાર્યમાં પ્રવૃત્તિ કરનાર પંન્યાસ આ નન્દસાગર ગણિની સેવા સદા ઈતિહાસના પાને અન્યોને આદભૂત થશે. આગમય સમિતિને અંગે સાધુએ જેનાગમ વાચને કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે કાર્ય ખરેખર ગુરૂકુલવાની અસલી પદ્ધત્તિને સિદ્ધ કરનાર છે. જેનાગમ વાચન પ્રવૃત્તિથી સાધુઓમાં તેમજ સાધીઓમાં જન તત્વનું ઝાન વૃદ્ધિ પામશે અને ક્રમે ક્રમે સંકુચિત વિચારને લય થશે અને બહોળા વિચારોનું બીજ રોપાશે. જૈન શાસન સેવા જ જે કોઈ સાધુ કાર્ય કરે તે ગમે તે ગચ્છને હોય તે પણ તેને ધન્યવાદ અને સહાનુભૂતિ આપવા જૈન મે તત્પર થવું જોઈએ. આમ છપાવવા માટે લાખ બે લાખ રૂપિયાનું ફંડ કરીને દરેક આગમની પંચાંગી સહિત એક એક હજાર નકલ નીકળે એ પ્રયત્ન કરવો જોઈએ. આગમ વાચન માટે પાટણથી નગરશેઠના નામથી સાધુઓ પર વિનમિ પ મેલે. વામાં આવ્યાં હતાં, પરંતુ આગમ વાચન કમીટીમાં ભળતાં પૂર્વ અને અન્ય સંઘાડાના સાધુઓને આગમ વાચન પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે શ્રાવકેનું એક પ્રતિષિત મંડળ મોકલાવી વિધિ કરવામાં આવી હતી તે વિશેષ ઉત્તમ રૂપ આવી શકત અને ઉદાર દષ્ટિથી વિશેષ કાર્ય કરી શકાત. પરસ્પર સાધુઓમાં મેળ કરવા માટે પૂર્વની તકરારોને સલાહ સંપથી વ્યવસ્થાપત્ર ઘડી દૂર કરી દેવી જોઈએ અને જે જે આ બાબતમાં અગ્રગણ્ય સાધુઓ હોય તેઓએ જૈનશાસનની પ્રગતિ માટે લધુતા, ઉદાર મને અને અત્યંત સહિષ્ણુતા ધારણ કરી પ્રારંભિત કાર્યને ધ્યાપક ભાવથી કરવું જોઇએ કે જેથી પૂર્વની પેઠે જૈન સાધુઓ પરસ્પર પ્રેમ સંપ મેળથી જોડાઈને જૈન ધર્મ અને જેની પ્રગતિ કરવા શક્તિમાન થઇ શકે. આત્મભોગી મનુષ્ય ધારે તે કાર્ય કરી શકે છે, સ્વાર્થ, માન,-કીર્તિ વગેરેને દૂર કરી જે મનુષ્ય જૈનશાસનની સેવા માટે પ્રવૃત્તિ કરે છે તેઓ અને વિજયી બને છે. જન કેમની સાધુઓ પરથી હાલ શ્રદ્ધા ભક્તિ બહુ માન ઘટતું જાય છે તેથી સાધુઓ નવા ન થઈ શકે અને છે તે કાર્ય ન કરી શકે એવી સ્થિતિ થતાં જૈન ધર્મને નાશ થા. અતએવા જૈન સાધુઓએ સમયને માન આપી ઉદાર દૃષ્ટિથી આગમ વાચનમાં વ્યવસ્થાપૂર્વક જે જે સંસ્થાઓ પ્રવર્તતી હોય તેમાં ભાગ લે જોઈએ. પાટણમાં પંન્યાસ આનંદસાગર ગણિએ ભિન્ન ભિન્ન સંધાડાના સાધુઓને આગમ વાચનની પ્રવૃત્તિમાં જૈન સાધુઓની પ્રગતિ કરાવવા માટે જે આત્મભોગ આપ્યો છે તે માટે તેમના આત્માને ધન્યવાદ ઘટે છે. તેમના કાર્યમાં અન્ય સાક્ષર સાધુઓ તેમની પેઠે ભાગ લેનાર બને. અન્ય સાક્ષર સાધુઓ તે કાર્યમાં ભાગ લે એવી પંન્યાસ તરફથી ઉદાર ભાવે જે પ્રકૃતિ થઇ છે તેના કરતાં અનંત ગુણ વિશેષ થાઓ એમ ઈછી તેમની પ્રવૃત્તિને અનુમોદનાપૂર્વક સહાનુભૂતિ આપવામાં આવે છે. બહોળા હાથે બહાનું કાર્ય થાય અને ભવિષ્યમાં જૈનોની ઉન્નતિ થાય એવા ઉપાયે હાથમાં લેવાને આ સમય છે, તેમાં પંન્યાસ આનન્દસાગરજી પરિપૂર્ણ આત્મભોગ આપીને પ્રવૃત્તિ કરશે તે તેઓ વિરમી સદીમાં બ્લાસ્ટન અને ખ્રિસમાંકની આદર્શતાને પિતાના માટે વિશ્વને ખ્યાલ કરાવી શકશે. જેને કામે આગમદ સમિતિના કાર્યને યથાશક્તિ સહાય આપવી જોઈએ અને વિશાલ દષ્ટિથી સાધુઓ અને સાધ્વીઓના ઐકયની સાથે મહાસંધની ઐક્ય પ્રગતિ દ્વારા જૈનશાસને ઐતિમાં ભાગ લેવા સદા તત્પર થવું. આગમોદ સમિતિમાં ભાગ લેનારને ધન્યવાદ આપવામાં આવે છે. લેખક ચેતન,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38