Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ શેરીસા મહાતીર્થ વર્ણન. ૧૦૫ આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં સાડીપચીશ આર્ય દેશ છે. તેમને આ એક દેશ હાલમાં ગુજરાત નામથી પ્રસિદ્ધ છે. તેની અંદર પ્રાચીન શેરીસાંકડી નામનું શહેર હતું, અર્થાત શેરીસા નામનું તે શહેર બાર જન મેટું વિશાલ ઘણુંજ વખાણવા લાયક હતું પણ તે શહેરમાં એક જીનેશ્વરજીનું દેહરું નહતું, તેવા વખતમાં નિગ્રંથ મુનિ વિદ્યાસાગરે પાંચ શિષ્યો સહિત ત્યાં પધાર્યા હતા. તે ગુરૂ મહારાજ સ્થાડિક કિંવા કેરે ગયા, તે વખતે તેમના બે શિષ્ય વિચાર કરવા લાગ્યા કે ગુરૂમહારાજ પુસ્તકની પોથીને વેગળી કેમ રાખતા નથી. તે કાંઈક આશ્ચર્ય જેવું લાગે છે તે વખતે અને શિષ્ય પોથી છોડી જુવે છે ત્યાં તે મનને ઘણેજ આનંદ થવા લાગ્યો. પિથીના પહેલા પાનામાં જ મંત્રવિદ્યા જોઈ બાવનવીરને આરાધવાના મંત્ર હદયમાં ધારણ કરી લીધા, પછીથી પુસ્તક બોધીને વેગળું મુકી દીધું અને ગુરૂ મહાજને અત્યંત ઉપકાર મન સાથે માનવા લાગ્યા. ગુરૂજી પાસે પ્રતિક્રમણ કરી રહ્યા પછી પહાર રાત્રિ ગયે ગુરૂ મહારાજ તથા શિષ્ય નિદ્રાવશ થયા તે પ્રસંગે પેલા બે શિષ્યો એકાંત લાગ જોઈ વિચાર કરવા લાગ્યા કે આ વખતે બાવનવીરને અહીંયાં તેડાવીએ, એમ બનેને મત મેળવી બાવનવીરને સાધવાના મંત્રથી બોલાવા લાગ્યા. આ પ્રસંગે તેજસ્વી બાવનવીર આવી પહોંચ્યા. તે બાવનવીરો ડહાપણથી બેલ્યા કે શા માટે અમને અહીં તાવ્યા છે ત્યારે ચેલા અને વિચાર કરવા લાગ્યા કે આપણે માત્ર પરીક્ષા માટે કામ કર્યું છે ને શે ઉત્તર આપવો, એમ કરતાં મનમાં એમ સુઝી આવ્યું કે આ શહેર ઘણું રમણિક છે ને એક જીનેશ્વરનું દેવાલય નથી તો તમે આળસ રાખ્યા સિવાય એકદમ એક પ્રાસાદ અહીં બનાવે, તે સાંભળી ઉતાવળા ઉતાવળા બાવનવીરે થીર થંભી પ્રતિમા રંગ મંડપવાળું મેટું દેરાસર લેઈને આધ્યા. તે દેરાસરની માંડણી એવડી મેટી હતી કે સર્વ નાયક વડ આગળ બહાર બેઠેલા હતા. અહીં કવિતામાં પદ છે કે “વડસરવણ પગ બારે બેઠા ” તે ઉપરથી આ પ્રમાણે લખ્યું છે (પછી તે સર્વ જાણે ). તે વાર પછી એક પહોર રાત્રિ ગઈ એટલે બે પર રાત્રિ ગયે ગુરૂમહારાજ. જાગૃત થયા, તેવાજ આમ જ્યાં સ્થંભોવાળું વિશાળ મેટી પ્રતિમા સુશોભિત મંડપ જોઈને ઘણા ઉંડા વિચારમાં લીન થયા. તેમના ઉપર રીશ ચડી પોતે ચક્રેશ્વરી દેવીને સમરી ત્યાં ચશ્વરી દેવી તુરત આવી. તેના પ્રત્યે કહેવા લાગ્યા કે અહો! આ ચેલા તે મૂર્ણ છે? તે તેમણે આ કામ કર્યું છે. પણ આ મૂઢ શિષ્ય કાંઈ સમજતા નથી કે આગલે મલેચ્છ થશે, પંચમ કલીકાળ થશે તે ચક્રેશ્વરીએ સાંભળી બાવનવીરોને કાંઇક કહ્યું છે. (શું કહ્યું છે બરોબર સમજાતું નથી) તે સાંભળી બાવન વીરોએ એક હાથે બિંબ તથા સ્થિર ભે મુક્યા છે (માછીમહિલે મેલીયાં એ પદપરથી જુના ઠેકાણે મુકયા છે પણ પાછળથી ત્યાં મૂર્તિ છે તેમ આવે છે તે પરથી બિબો સ્થમે ત્યાં મુક્યા છે.) હવે ચક્રેશ્વરી દેવીએ તે બનને ચેલાઓને વડના ઝાડે ઉચા બાંધ્યા ને કહેવા લાગ્યાં કે તમે ગુરૂથી છાનું આવું અધિક કામ કેમ કર્યું, મારા ક્રોધથી તમે કેવી રીતે છુટશે. તે વખતે બને શિષ્યમાં એક તે આરાધક છે. બીજાનું કાંઈ કહ્યું નથી. તેઓ ગુરૂજીને ખમાવવા પગે લાગ્યા. ત્યારે ગુરૂજીને દયા આવી, તે દેવીએ જાયું એટલે શિષ્યને બંધનમાંથી મુક્ત થયાં. હવે જે બિંબો મુક્યાં હતાં તે સ્થિર થયાં. તે વારે શ્રાવ વિમાસણ કરવા લાગ્યા કે મુલનાયક (મધ્ય ભાગમાં બેસાડવાની પ્રતિમા) વિના સં કરવું? તેવા સમયમાં થવા દિન તર. --S: -- -

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38