Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૧૩, બુદ્ધિપ્રભા. નામાં નીતિના સદ્ગુણો પ્રકટયા છે વા નહિ તેને નિર્ણય કરે અને નીતિના ગુણે ન પ્રકટ હોય તો પ્રથમ તે પ્રકટાવવા કે જેથી ધર્મની આચરણ શોભી શકે અને અન્ય મનુષ્ય ધર્માચરણાઓ અનુમોદના વડે બધિબીજની પ્રાપ્તિ કરી શકે એવી યોગ્યતા સંપાદન કરે. ધર્મિ તરીકે ગણાતા અને ધર્મ ક્રિયા કરનારા પણ નીતિ માર્ગથી ભ્રષ્ટ એવા કેટલાક મનુષ્ય ધનાદિક સાથે અમુક તીર્થંકરના શપથ (સગન્ન) ખાય છે. ધર્મના સગન્ન ખાઈને જૂઠું બોલે છે. ધર્મનાં મન્દિર, ઘર્મ કરવાના સ્થાનભૂત ઉપાશ્રય વગેરેમાં ચારીઓ કરે છે. વ્યાખ્યાન શ્રવણ કરવા આવનાર મનુષ્યોની છત્રીઓ અને ખાસડાં વગેરે લઈ જાય છે અને જયારે પકડાય છે ત્યારે કપાળમાં ચાંલ્લો (તિલક) વગેરે ધર્મના વિષે અલંકૃત થએલા માલુમ પડે છે. ધીમો તરીકે ગણાતા મનુષ્યોમાં નીતિના ગુણ વિના તેઓ બગભગતીયા વગેરે ઉપનામથી ઓળખાય છે. નીતિના ગુણોને આચારમાં મૂકીને વર્તનાર મનુ ધર્મના પાત્રભૂત બનેલા હોય છે અને તેથી તેઓ ધર્મને ધારણ કરવાને સમર્થ બને છે. જે સત્ય વચન બોલતો ન હોય, વિશ્વાસભંગ કરનાર હોય, હૃદયને ગંભીર ન હોય, ઘર્ડમાં બેલીને ઘડીમાં ફરી જનાર હોય, જાડી સાક્ષીઓને પૂરનાર હોય, લાંચ લેનાર હોય, જૂઠા લેખ લખનાર હોય, અનીતિના ધંધા કરનાર હોય તેવો મનુષ્ય નીતિના માર્ગથી ભ્રષ્ટ હાય છે. તે કે ધર્મના માર્ગમાં પ્રવૃત્ત થાય છે તે પણ નીતિના ગુણે વિના તેની ધર્મક્રિયાઓથી શ્વાત્મકલ્યાણ કરી શકતો નથી. માર્ગાનુસારિના ગુણો વડે અલંકૃત થએલ મનુષ્ય વિશ્વમાં વ્યાવહારિક નીતિ ગુ વડે યુક્ત હોવાથી તે ધર્મને અધિકારી બની શકે છે અને તેની ધર્મક્રિયાઓ ગુણવડે યુકત હોવાથી આત્મકલ્યાણ કરનારી બની શકે છે. બીલાડીના કઠે ધર્મની કંઠી બાંધવાથી જેથી તે દયાળુ તરીકે શાલી શકે તેટલો જ અનીતિ વડે યુક્ત મનુષ્ય, બાહ્યધર્મક્રિયાઓ વડે શોભી શકે છે. ધર્મ મનુષ્ય પ્રથમની નીતિમાં દઢ, હોય છે તે તેના વચનને લોકમાં વિશ્વાસ પડે છે અને તેથી તેણે આદરેલી ધર્મક્રિયાઓ જગમાં આયભૂત ગણાય છે. ગૃહસ્થ મનુષ્યને નીતિગુણેમાં સ્થિર રહેવું એ બોલ્યા કરતાં, લખ્યા કરતાં અને વિચાર્યા કરતાં અનન્ત ગણું દુર્લભ કાર્ય છે. વ્યાવહારિક ભાષાઓની કેળવણી પ્રાપ્ત કરી એટલે નીતિના ગુણે સર્વ પ્રાપ્ત થઈ ગયા એમ કદી માનવું નહિ. કઈ જાતની સત્તા પ્રાપ્ત થઇ વા રાયમાન્ય અમુક ઉપાધિ પ્રાપ્ત થઈ તેટલાથી નીતિના ગુણ અમક પ્રાપ્ત થઈ ગયા એમ કદિ માની લેવું નહિ. અમુક અમુક જાતના વ્યાપારો કરવાથી લક્ષ્મી પ્રાપ્ત કરી અને તેથી વિશ્વમાં ધનિક ગણાયા, તેટલા માત્રથી નીતિના ગુણે આવી ગયા એમ કદિ માની લેવું નહિ. ગૃહસ્થ મનુષ્યો લાખે મળે તેમાંથી આંગળીના ટેરવા પર ગણી શકાય એટલા મનુષ્ય ખરેખરી રીતે નીતિના ગુણે વડે અલંકૃત હોય એમ જણાય તો સારું. ન્હાના વાંસમાં ન્હાનું પિલ હોય છે અને મોટા વાંસમાં મોટું પિલ એમ લક્ષ્મી આદિ વડે મોટા ગણાતા મનુષ્યમાં નીતિની બાબતમાં દેખાય છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અએવ ગૃહસ્થ મનુષ્યોએ પ્રથમ નીતિના ગુણોની પ્રાપ્તિ કરવામાં વખતનો વ્યય કરવો જોઈએ. ધર્મી તરીકે ગણાતા મનુષ્યમાં પણ નીતિના ગુણે વડે અલંકૃત એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. અલ્પવિધા, અલ્પસત્તા, અને અ૫ લક્ષ્મીવાળા મનુષ્યમાં પણ જો નીતિના ગુણો વિશેષ પ્રમાણમાં ખીલ્યા હોય છે તો તેઓ જગતમાં જે ધર્મ કાર્યો કરવાને શક્તિમાન થાય છે તેટલું અન્ય કોઈ થઈ શકતું નથી. સાંસારિક વ્યવહાર સ્થિત ગૃહસ્થ મનુએ નીતિ ગુણમય જીવન કરવાને વખતનો વ્યય કર જોઈએ. rit a fig

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32