________________
અલૈકિક ન્યાય પ્રિયતા.
19
સહી કરવામાં આવી હતી એ તે–ભયંકર પત્ર–મોટેથી સર્વેને વાંચી સંભળાવવામાં આવ્યો.
આટલું થયા પછી તે તરૂણ સરદારે પોતાનો ગુનેહુ નાકબુલ શી રીતે કરી શકે ? આ તરણની સાથેજ બુટસના બે યુવાન પુત્રેડ પણ હતાજ એમ ઉપર જણાવ્યું છે, ને તે એનો ન્યાય કરવાનું દુઃખ ભરેલું કામ બુટસના જ હાથમાં આવેલું હોવાથી લોકોને ઘણું જ ખરાબ લાગ્યું. બીજા કેન્સલ કલાટિનસની આંખે તે આંસુથી ભરાઈ ગઈ. આ પ્રપંચ ખુલ્લે કરી દેનાર વાલેરીયર પણ અત્યંત પસ્તાવા લાગે. પરંતુ બુટસ પોતે પોતાના શાંત, ગંભિર અને ન્યાયી ચહેરા પર કોઈ પણ જાતને કેરફાર કે વિકાર ન દેખાડતાં, પતાનું કર્તવ્ય બનવવા તૈયાર થશે. હાલની પોતાને માથે આવી પડેલી ફરજ ગમે તેટલી દુઃખદાખક અને ભયપ્રદ હોય, પણ તે વિકારવશ ન થતાં અવશ્ય બજાવવીજ જોઈએ એમ તેણે નક્કી કર્યું. પોતાની સામે ઉભેલા પોતાના બેઉ છોકરાઓ તરફ અત્યંત ઉગ્ર મુદ્રાથી જોઈને, તેમને સંબોધીને તે બેલ્થ -“ ટાયસ અને પ્રાઇબેરિઅસ ! તમારા બંને જણ ઉપર મુકાયેલા આરોપ ખરા છે કે ખોટા? તમે તમારા અપરાધ માટે શું કહો છો ? તમારા દેશ જેવા અતિ ભયંકર ગુનાહ માટે તમને ઘટતી સજા કેમ ન કરવી તેનું કારણ બતાવી શકે છે ? બોલો.
એક ને એક જ પ્રશ્ન તેણે ત્રણ વાર પિતાના છોકરાઓને પૂછ્યા, પણ તેઓ એક અક્ષર પણ બોલી શક્યા નહિ. જવાબ દેવાની તેમની મિતજ ચાલી નહિ–અરે ન્યાયના તેજથી ચમકી રહેલું બુટસનું મુખ જોઈ તેઓ ઉંચું જોઈ શક્યા નહિ. તે ખરેખર અપરાધિ છે, તેમ તેઓ ખાત્રીપૂર્વક જાણતા હતા. જ્યારે તે બંને અપરાધિઓ કંઇ પણ બોલી ન શક્યા ત્યારે બુટસે અતિશય ગબિર ને શાંત મુદ્રાથી “લીકએ ” તરફ જે બોલ્યા : “ લિકર્સ! આ છોકરાઓએ અપરાધ કર્યો છે, એમ સાબિત થાય છે. વ્યય હુકમ કહે છે કે તેમને ગર્દન મારવા. માટે તમે અમારી ફરજ બજાવવા તૈયાર થાઓ.”
આ બેઉ છોકરાઓને બચાવવા કલાટિનસ તથા બીજા હજારે રોમના લોકોએ બુટસને વિનો પણ તે દઢ નિશ્ચયી તથા શુદ્ધ ને કડકન્યાથી છુટસ ! માત્ર એટલુંજ બે કે ન્યાયની નજરમાં બધાંજ સરખાં છે. પછી તે બીજે હોય કે હારે પિતાને પુત્ર હોય. હારી ફરજના પવિત્ર આસન પરથી મને કોઈ દળી પાડવાનો પ્રયત્ન ન કરશો. ન્યાય કરનાર માણસ છે, પણ વાય જાત દેવી છે.
બસ ! થઈ ચૂક્યું. બ્રુટસને હુકમ થતાં જ તે બેઉ તરૂણેને પકડી, તેમના હાથ પાછળ બાંધવામાં આવ્યાં, અને બુટસ જેવા પિતાના દેખતાં જ તેના કોમળ-ગભરૂ દીકરાઓની ગર્દને-કુહાડીના ઘાથી ધડથી જુદી કરવામાં આવી. બસ બુટસ વાંઝીઓ થયે.
ઉપરનો પ્રકાર ખલાસ થયો ત્યાર બાદ બુટલે તદન શાંતપણે ન્યાયાસન છેડયું ને પિતાને ઘેર ગયે.
ઘેર જઈને પુત્રવત્સલ પિતાએ પોતાના બાળકો પર આંસુ રેડયાં હશે કે નહિ તે અમે જાણુતા નથી.
ન્યાય તે આનું જ નામ ! પ્રભુ અમારા ભારતવર્ષમાં આવા સત્ય ન્યાય કરનાર ન્યાયાધિશે ઘણા જજો.
રસબાલ,
-
- --
-