Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૧૫૮ બુદ્ધિપ્રભા. પેલીગમ ધુમલીથી ઘણે દૂર નીકળી આવતાં તરસ અને શ્રમથી પિડિત થયેલી રાજકુમારી સોન આ જંગલમાં અચાનક આવી ચઢી. વિશ્રાંતિ માટે રથને થોભાવી, પાણીની શોધ માટે ઘસીને મેક્લી. દાસી પાણીની તપાસ કરતાં કરતાં, જ્યાં હલામણું કુમાર પડયો હતો ત્યાં આવી. હલામણને જોતાં ઓળખે, અને તેની આ સ્થિતિ જોઈ તેનું હૈયું ભરાઈ આવ્યાધી, તે એકદમ સોન પાસે દોડી ગઈને રડી પડી. સોને કારણ પુછતાં દ્રષ્ટિએ દિઠેલા સમાચાર કહી બતાવ્યા, સોન એકદમ ત્યાં આવીને હલામણને નિહાળી તેની આવી સ્તર સ્થિતિમાં અંત આવેલ જોઈ તેના હૃદયમાં કારી ઘા લાગ્યું. ને ચિત્ત શ્રમ થઈ ભૂમિ પર નતિ થઈ પડી. દાસીના આશ્વાસનથી તેને જરા શુદ્ધ આવતાં હૃદય ફાટ રૂદનથી તેણે આખું વન ગજાવી મૂક્યું. તે બેલી:-- હાંબાની હદ માંહ્ય ડે, વ્હાલી વસ્તુ વિસારીયું; હેડે કે હાર, જે હતો હલામણ જેવો. - (ભાવાર્થ-હાંબાની હદમાં મહું હાલી વસ્તુ, જે મારા હૈયાને હાર હલામણ જેડ ગુમાવ્યો છે.) હબા ડુંગર હેડ, હે હલામણું હિચ નહિ, આશાયું રહી અનેક, મને જેઠ જેવા તણી. (ભાવાર્થ-હાંબાના ડુંગર નીચે હે હલામણને હિંચકો નાંખ્યો નહિ, જેઠવો જોવાની મારા દિલમાં અનેક આશાઓ રહી ગઈ.) આમ છાતી કાટ રૂદન કરતાં કરતાં દાસીને લાકડાં એકઠાં કરી લાવવા તેણે ફરમાવ્યું. દાસએ લાકડાં એકઠાં કર્યા ને બન્નેએ મળી હલામણને ડેપર સુવા, ને પછી રૂદન કરતી બેલી – હાંબાની હદવાણું, આજ પીઠી ભર્યો પહાડીઓ; મીંઢલ છુટયાં મશાણ, હું હારી બેઠી હલામણે. " (ભાવાર્થ –કાંબાની હદમાં આજે હું ભ હલામણને રહેપર સુવાડ. હમારા મીંટલ મશાણમાં છૂટયાં. અરેરે ! હું હલામણને ખાઈ બેઠી.) હલામણને હૈયે ખેડચ ખડકીઓ, હવે કરવા સ્વર્ગવાસ, મારે બળનું બરડાના ધણી. (ભાવાર્થ –હલામણની છાતી ઉપર લાકડાં ખડકી હવે સ્વર્ગ સાથે કરવા હું બરડાના ધણું (હલામણુ સાથે બળી મરું છું.) આ વિચાર કરી સહગમન કરવા ધારે છે, એટલામાં એક ચમત્કાર બન્યા. અહા ! વિધિ હારી શક્તિ ને ગતિ અપાર છે. સોન તથા દારીને રડાકુટ ભર્યો કોલાહલ સાંભળી, જંગલમાં સર્પ પકડવા ફરી એક મદારી ત્યાં આવી ચઢ. તેણે દાસીને આ કેલાહલની મતલબ પુછતાં તેણે સઘળી હકીકત જણાવી. મદારીએ હલામણને તપાસી જેવા સોન પાસે રજા માંગી. તે મળતાં બરાબર, તેને શ્વાસની નળીએ તપાસતાં જણાયું કે જીવ બ્રહ્માંડે ચઢી ગયો છે ને સાપનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું છે, પણ જીવ ગયો નથી, જેથી હજી કંઈ ઉપાય થઈ શકે તે કરવાની મદારીની ઈરછા થઈ. તેણે હલામણનું શબ ચીતા ઉપરથી નીચે ઉતારી સાપનું

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32